Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં હાલ મંદી રહેવાનાં સંકેત

શેરબજારમાં આજથી શરૂ થતા નવા કારોબારી સત્ર દરમિયાન ભારે અફડાતફડી રહી શકે છે. શેરબજારમાં ઘટાડાની દહેશત વચ્ચે હાલમાં રોકાણકારો સાવધાન રહે તેવી શક્યતા છે. દલાલ સ્ટ્રીટના રોકાણકારો બ્લેક ફ્રાઇડેને ભુલી જઇને સાવચેતીપૂર્વક કારોબાર કરવા ઇચ્છુક દેખાઇ રહ્યા છે. બીજી બાજુ કેટલાક નવા પરિબળો પણ દેખાઇ રહ્યા છે જેમાં આરબીઆઇ પોલીસીનો સમાવેશ થાય છે. વૈશ્વિક બજારમાં પ્રતિકુળ સંજોગોની અસર પણ જોવા મળી રહી છે. શુક્રવારના દિસે ઇક્વિટી બેન્ચમાર્ક સેંસેક્સ અને નિફ્ટીમાં બે ટકાથી વધુનો કડાકો બોલાવ્યો હતો. આરબીઆઇ પોલીસી સમીક્ષાની બેઠક છટ્ઠી ફેબ્રુઆરીના દિવસે શરૂ થઇ રહી છે. જે બે દિવસ સુધી ચાલનાર છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે પોલીસી સમીક્ષાની બેઠકમાં કેટલાક પગલા જાહેર કરવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૮ની આ છઠ્ઠી દ્ધિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા બેઠક છે. અટકળો અને રિપોર્ટ દર્શાવે છે કે કેન્દ્રિય બેંક તેનુ વલણ કઠોર કરી શકે છે. સરકારનુ ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ ૩.૨ ટકાથી વધારીને ૩.૫ ટકા કરી દેવામાં આવ્યુ છે. રિટેલ ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકાની ૧૭ મહિનાની ઉંચી સપાટી પર રહ્યો હતો. હાલમાં વ્યાજદર યથાવત રાખવામાં આવી શકે છે. બજેટ બાદ તેની અસર બજારમાં જોવા મળી શકે છે. રોકાણકારો આવતીકાલે કારોબાર શરૂ થયા બાદ કેવો પ્રતિસાદ આપશે તે બાબત ઉપયોગી રહેશે. બીજી બાજુ ત્રિમાસિક ગાળાના પરિણામ પણ જાહેર થનાર છે. બોસ્ચ અને તાતા મોટર્સ દ્વારા આવતીકાલે સોમવારે ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. હિરો મોટો, લુપિન દ્વારા મંગળવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. સિપ્લા અને ઇસર મોટર્સ દ્વારા બુધવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. બીપીસીએલ, એચપીસીએલ, એમએન્ડએમ, ઓએનજીસી , એસબીઆઇ અને તાતા સ્ટીલ દ્વારા તેમના પરિણામ શુક્રવારે નવમી ફેબ્રુઆરીના દિવસે જાહેર કરવામાં આવનાર છે.નિફ્ટીમાં હજુ ઘટાડો થઇ શકે છે. નિફ્ટી હવે ૧૦૫૦૦ સુધી રહી શકે છે. જુદા જુદા પરિબળોની અસર હેઠળ શુક્રવારના દિવસે સેંસેક્સ કારોબારના અંતે ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૦ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં શુક્રવારના દિવસે મચી ગયેલા કોહરામ માટે અનેક પરિબળો જવાબદાર રહેતા નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં કારોબારીઓએ બ્લેક ફ્રાઇડેના દિવસે પાંચ લાખ કરોડ ગુમાવ દીધા હતા. તીવ્ર વેચવાલીનું મોજુ રહ્યું હતું. બીએસઈમાં તમામ લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં ૪.૭ લાખ કરોડનો ઘટાડો થતાં તેની સંપત્તિ ૧૪૮.૪ લાખ કરોડ થઇ હતી. સતત રેકોર્ડ બનાવી રહેલા શેરબજાર ઉપર બજેટની અસર જોવા મળી હતી. બ્લેક ફ્રાઇડે હેઠળ બજાર તુટ્યા હતા. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સ ચાર ટકા ઘટને ૧૬૫૭૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીના મિડકેપ ઇન્ડેક્સમાં ૪.૩ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૯૭૬૦ રહી હતી. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪.૭ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૭૮૫૦ રહી હતી.

Related posts

ઓઇલ પઝલ : પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૦ સુધી પહોંચી શકે

aapnugujarat

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો અકબંધઃ લોકોને રાહત

aapnugujarat

નોર્થ કોરિયાને ટ્રમ્પની વધુ એક ચેતવણીઃ યુદ્ધના ભયાનક પરિણામની કલ્પના પણ નહીં કરી શકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1