Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઓઇલ પઝલ : પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૦ સુધી પહોંચી શકે

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં રિકોર્ડ વધારો થઇ રહ્યો છે જેથી લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. લોકોની વધતી નારાજગી વચ્ચે પેટ્રોલની કિંમત હજુ પણ વધી શકે છે. રિટેલ કિંમતો લીટરદીઠ ૮૫થી ૯૦ સુધી પહોંચી શકે છે. સરકાર પાસે પણ હવે વધારે વિકલ્પ રહ્યા નથી. ખુબ ઓછા વિકલ્પ હોવાથી સરકારને આ વિકલ્પો ઉપર ઝડપથી કામ કરવું પડશે. એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવા ઉપરાંત પેટ્રોલ અને ડિઝલ ઉપર વેલ્યુએડેડ ટેક્સમાં ઘટાડો કરવાની તૈયારી પણ કરી લેવામાં આવી છે. જો ટેક્સને યથાવત રાખવામાં આવશે તો મુંબઇમાં ભાવ પ્રતિ લીટર ૯૦ સુધી પહોંચી જશે. ક્રુડ ઓઇલના ભાવ બેરલદીઢ ૮૫ સુધી પહોંચી શકે છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે સોમવારે કહ્યુ હતુ કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં જોરદાર ભડકો થઈ રહ્યો છે. આને લઈને સરકાર ગંભીર બનેલી છે. સરકાર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ભાવ વધારને અંકુશમાં લેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કયા પગલાં લેવા જોઈએ તે દિશામાં પણ વિચારી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે નવી દિલ્હી અને ફાઈનાન્સિયલ હબ ગણાતા મુંબઈમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. છુટક કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પેટ્રોલ પંપ ઉપર કિંમતો રોકેટગતિથી વધી રહી છે. ક્રુડ ઓઈલ માટે આંતરરાષ્ટ્રીય માર્કેટ પર ભારતને આધારિત રહેવાની ફરજ પડે છે. વર્ષ ૨૦૧૪ બાદથી સૌથી ઉંચી સપાટી ક્રુડ ઓઈલની થઈ ગઈ છે. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્ષપોર્ટીંગ કન્ટ્રી દ્વારા પેટ્રોલિયમ પેદાશોમાં કાપ મુકવામાં આવ્યા બાદ સ્થિતિ વણસી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે જુદા જુદા વિકલ્પો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટુંક સમયમાં જ પેટ્રોલિયમ પેદાશો પર અંકુશ માટે કોઈ નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે. વધતી જતી કિંમતોને કાબુમાં લેવા માટે નિષ્ફળતા બદલ સરકારની ચારેબાજુ વ્યાપક ટીકા કરવામાં આવી રહી છે. રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા આ મુદ્દા પર વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પૈકીના એક એવા ભારતમાં પણ આ મુદ્દે ચિંતાજનક રીતે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. ક્રુડ ઓઈલ માટે મજબૂત વૈશ્વિક કિંમતોના જોખમના લીધે ભારતની સ્થિતિ આ કોમોડિટીને લઈને ચિંતાજનક છે. ભારત તેની તેલ જરૂરીયાતો પૈકીની ૮૦ ટકા જરૂરીયાતો આયાત મારફતે પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં ક્રુડના મહત્વને લઈને ચર્ચા ખૂબ જરૂરી બની ગઈ છે. સોમવારના દિવસે ઈન્ડસ્ટ્રી લોબી ગ્રુપ એફઆઈસીસીઆઈ દ્વારા તેલની આયાત ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં તરત કાપ મુકવા માટેની માંગ કરી હતી. આ વર્ષે ઓઈલને લઈને ખર્ચનો આંકડો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી રહ્યો છે. આ આંકડો એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જવાની શક્યતા છે. જે ૨૦૧૫ અને ૨૦૧૬ની સરખામણીમાં બે ગણો વધારે છે. તેલ કિંમતો ૮૦ ડોલરની સપાટી ઉપર પહોંચી ગઈ છે. ભાવ ક્રુડના સતત વધી રહ્યા છે ત્યારે ચિંતા વધી છે.

ત્રણ વર્ષ સુધી પેટ્રોલના મામલે મોદી સાથે તેમની કિસ્મત હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલી દરમિયાન પોતાને દેશ માટે ખુબ લકી ગણાવ્યા હતા. હવે એવું લાગે છે કે, જેમ એ ભાગ્યની સાથે એ ાગ્ય પણ હવે સાથ આપી રહ્યું નથી. સતત નવમાં દિવસે કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરી દીધો છે. પેટ્રોલ ડીઝલ હવે સામાન્ય લોકો માટે ખુબ જ કિંમતી છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાના એક વર્ષથી પણ ઓછા સમયગાળાની અંદર જ ક્રૂડની કિંમત ૧૧૩ ડોલર પ્રતિ બેરલદીઠ ૫૩ ડોલર પ્રતિબેરલ સુધી ઘટીને પહોંચી ગઈ હતી. મોટા સ્તર પર સોશિયલ સેક્ટરમાં મૂડીરોકાણને લઇને નુકસાનનો સામનો કરી રહેલી સરકાર માટે આ એક મોટી ભેંટ તરીકે હતી. જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત ઘટી ત્યારે વિપક્ષે પણ કહ્યું હતું કે, આ મોદીના પરફોર્મન્સની સાથે સાથે તેમના નસીબની પણ બાબત છે. દિલ્હીમાં એક ચૂંટણી રેલીમાં મોદીએ વિરોધ પક્ષોને જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ ભાગ્યશાળી છે તેમ માની લે છે. મોદીની કિસ્મતથી જો લોકોને ફાયદો થઇ રહ્યો છે તો આનાથી સારી બાબત કોઇ હોઈ શકે તેમ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમના નસીબથી પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટે છે અને લોકોને ફાયદો થાય છે તો કોઇ અનલકી વ્યક્તિને લાવવાની જરૂર શું છે. પેટ્રોલ અને ડીઝલના મામલામાં મોદીની કિસ્મત ચમકતી રહી હતી અને તેલની કિંમતો જાન્યુઆરી ૨૦૧૬માં ઘટીને ૨૯ ડોલર પ્રતિબેરલ થઇ ગઇ છે. ત્રણ વર્ષ બાદ કિસ્મત તેલને લઇને ફરી લપસવા લાગી છે. વૈશ્વિક સ્તર પર ક્રૂડની કિંમત ૮૦ ડોલર સુધી પહોંચી ગઈ છે.
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૪ રૂપિયાથી ઉપર છે. ભારતમાં તેલની કિંમતો સંપૂર્ણપણે મોદીની કિસ્મત ઉપર આધાર રાખતી નથી. ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતમાં વધારો તેમની સરકારના નિયંત્રણની બહાર છે પરંતુ મોદી સરકાર કેટલાક પગલા લઇને રાહત આપી શકે છે. કેન્દ્ર સરકારે ૨૦૧૪થી લઇને ૨૦૧૬ સુધી એક્સાઇઝ ડ્યુટીમાં નવ વખત ઘટાડો કર્યો છે જ્યારે ટેક્સમાં કાપ માત્ર એક વખત ગયા વર્ષે ઓક્ટોબરમાં ઘટાડ્યો હતો.

Related posts

१५ जिलों में खरीफ सिंचाई के लिए नर्मदा का पानी दिया जाएगा

aapnugujarat

ગઢચિરોલી નકસલી હુમલામાં ૩૦ કિલોગ્રામ વિસ્ફોટક ઉપયોગમાં લેવાયાનો ધડાકો

aapnugujarat

तीखी बहस के बीच पास हुआ UAPA बिल, विपक्ष ने साधा निशाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1