Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગઢચિરોલી નકસલી હુમલામાં ૩૦ કિલોગ્રામ વિસ્ફોટક ઉપયોગમાં લેવાયાનો ધડાકો

ગઢચિરોલીમાં નકસલી હુમલા બાદ ઉંડી તપાસ ચાલી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અનેક શકમંદોને સકંજામાં લેવામાં આવી ચુક્યા છે. જેઆઈઈડીની મદદથી બુધવારના દિવસે ગઢચિરોલીમાં સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં ૩૦ કિલો ઔદ્યોગિક શ્રેણીનો વિસ્ફોટક અને જિલેટીન છડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે ગઢચિરોલીમાં સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવવા માટે ૩૦ કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટક સામગ્રી એક પુલની નીચે મુકવામાં આવી હતી. આ હુમલાના સકંજામાં ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી)ના વાહનો આવી ગયા હતા. જેમાં ૧૫ જવાનો શહીદ થયા હતા. પોલીસનું કહેવું છે કે પુલની નીચે મુકવામાં આવેલા વિસ્ફોટકના તાર જોડવામાં આવ્યા હતા. ટ્રીગર મારફતે તેના તાર જોડવામાં આવ્યા હતા. વાહન પસાર થતાની સાથે જ તેના ઉપર પ્રેસરથી બ્લાસ્ટ થયો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે વિસ્ફોટથી આશરે ૩૦ મિનિટ પહેલા જ એક ગાળી પણ ત્યાથી નીકળી હતી. આનો મતલબ એ થયો કે માઓવાદીઓએ પહેલાથી જ નક્કી કરીને રાખ્યું હતું કે હુમલામાં ટાર્ગેટ સુરક્ષા દળો જ રહેશે. પોલીસના કારણે તેમની નારજગી પહેલાથી જ હતી. પુલ પર ઢાળ હોવાના કારણે ત્યાં ગાડીને પહેલાથી જ ધીમી કરવી પડે છે. ક્યુઆરપી વાહનને ધીમું કરવામાં આવ્યા બાદ તે જ વેળા માઓવાદીઓ દ્વારા વિસ્ફોટ કરાયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે જવાનો શરીર ૬૦ ફુટ સુધી મળ્યા હતા. ક્યુઆરટીના જવાનો દ્વારા વધુ કાર્યવાહી હવે શરૂ કરાઈ છે. હુમલાથી પહેલા ગામમાં આશરે ૧૦૦ જેટલા માઓવાદીઓ દેખાયા હતા અને યોજના તૈયાર કરાઈ હતી અને અંતે તેમા સફળ પણ રહ્યા હતા.

Related posts

શરદ પવાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જાય

aapnugujarat

ભારત અને પોલેન્ડ વચ્ચે નાગરિક ઉડ્ડયન સહકાર માટેની સમજૂતિને કેબેનેટની મંજૂરી

aapnugujarat

દિલ્હીમાં ઝાડ કાપવાને લઈ હાઈકોર્ટે સ્ટે યથાવત રાખ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1