Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપની પૈકી ૭ની મૂડી ૯૮૫૩૦ કરોડ ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન જોરદાર અફડાતફડી રહી હતી. શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા બાદ તમામ ટોપ કંપનીઓની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપ ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. તેમની માર્કેટ મુડીમાં ૯૮૫.૩૦ અબજ રૂપિયા અથવા તો તો ૯૮૫૩૦ .૪૪ કરોડનો ઘટાડો થયો છે. તેમની સંયુક્ત માર્કેટ મુડીમાં ઘટાડો થતા હાલત કફોડી બની ગઇ છે. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસીની માર્કેટ મુડીમાં સૌથી વધારે ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન આરઆઇએલ, એચડીએફસી, આઇટીસી, મારૂતિ સુઝુકી, એસબીઆઇ, ઇન્ફોસીસ અને ઓએનજીસીને ભારે નુકસાન થયુ છે. જ્યારે ટીસીએસ, એચડીએફસી અને એચયુએલની માર્કેટ મુડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આરઆઇએલની માર્કેટ મુડીમાં ૩૭૨૫૬.૦૫ કરોડનો ઘટાડો થયો છે. જેથી તેની માર્કેટ મુડી ઘટીને હવે ૫૭૩૬૮૨.૧૬ કરોડ થઇ ગઇ છે. ઓએનજીસીની માર્કેટ મુડીમાં ૨૦૨૭૬.૫૧ કરોડનો ઘટાડો થતા તેની માર્કેટ મુડી ૨૪૬૯૭૫.૬૧ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એસબીઆઇની માર્કેટ મુડી ૧૪૦૨૭.૦૮ કરોડનો ઘટાડો થતા તેની માર્કેટ મુડી હવે ૨૫૬૨૮૫.૬૮ કરોડ થઇ ગઇ છે. મારૂતિની માર્કેટ મુડી ૮૩૬૪.૫૯ કરોડનો ઘટાડો થતા તેની માર્કેટ મુડી હવે ૨૭૧૮૮૧.૧૨ કરોડ થઇ ગઇ છે. આઇટીસીની માર્કેટ મુડી ૬૬૯૦.૯૪ કરોડ ઘટી જતા તેની માર્કેટ મુડી ૩૩૫૬૭૮.૦૪ કરોડ સુધી નીચે પહોંચી ગઇ છે. ટીસીએસ માર્કેટ મુડીના મામલે હવે આરઆઇએલ કરતા આગળ નિકળી ગઇ છે. આ કંપની હવે રીલાયન્સ કરતા આગળ નિકળી ગઇ છે. ટીસીએસ માર્કેટ મુડીના મામલે પ્રથમ સ્થાને છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૯૮૪ પોઇન્ટનો ઘટાડો થયો હતો. અથવા તો ૨.૭૨ ટકાનો ઘટાડો થયો હતો. આની સાથે જ તેની સપાટી ૩૫૦૬૭ની નીચી સપાટી પર રહ્યો હતો. છેલ્લા સપ્તાહમાં હિન્દુસ્તાન યુનિલીવરમાં ૩૨૪.૬૭ કરોડનો વધારો થયો હતો. જેથી તેની માર્કેટ મુડી ૨૯૭૧૧૭.૯૭ કરોડ થઇ ગઇ હતી. ટીસીએસની માર્કેટ મુડીમાં છેલ્લા સપ્તાહમાં ૫૯૯૧.૭૨ કરોડનો વધારો થતા તેની માર્કેટ મુડી હવે ૬૦૨૮૩૭.૮૮ કરોડ થઇ ગઇ છે.જુદા જુદા પરિબળોની અસર હેઠળ શુક્રવારના દિવસે સેંસેક્સ કારોબારના અંતે ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૦ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં શુક્રવારના દિવસે મચી ગયેલા કોહરામ માટે અનેક પરિબળો જવાબદાર રહેતા નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં કારોબારીઓએ બ્લેક ફ્રાઇડેના દિવસે પાંચ લાખ કરોડ ગુમાવ દીધા હતા. આવતીકાલથી શરૂ થતા નવેસરના કારોબાર દરમિયાન માર્કેટ મુડીના મામલે આરઆઇએલ અને રિલાયન્સ વચ્ચે સ્પર્ધા રહી શકે છે.

Related posts

જૂનમાં જ ‘ધનતેરસ’ની ખરીદી

aapnugujarat

શેરબજારમાં અવિરત તેજી વચ્ચે સેંસેક્સ વધુ ૨૫૧ પોઇન્ટ અપ

aapnugujarat

નોટબંધી વેળા શેલ કંપનીઓ દ્વારા ૧૭,૦૦૦ કરોડ જમા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1