Aapnu Gujarat
બિઝનેસ

જૂનમાં જ ‘ધનતેરસ’ની ખરીદી

ધનતેરસ આ વખતે ૧૭ ઓક્ટોબરે છે, પણ જ્વેલર્સ માટે ગયા સપ્તાહે જ ધનતેરસની ખરીદીનો માહોલ હતો. જીએસટીના અમલ પછી સોનું મોંઘું થવાની આશંકાએ ગ્રાહકોએ ઘરેણાંની વહેલી ખરીદી કરવાનું પસંદ કર્યું હતું. અગ્રણી જ્વેલર્સના જણાવ્યા અનુસાર જૂનમાં સોનાની ખરીદી ૬૦-૧૦૦ ટકા ઊછળી છે.
જોકે, આગામી ત્રિમાસિક ગાળામાં મોમેન્ટમ જળવાય તેવી શક્યતા ઓછી છે.દેશભરના ગોલ્ડ અને ડાયમંડ શોરૂમ્સમાં જૂનમાં સોનાના વેચાણમાં એપ્રિલની તુલનામાં અને વાર્ષિક ધોરણે ૧૦૦ ટકા ઉછાળો નોંધાયો છે. બંનેમાં સોનાનું વેચાણ વધુ સારું રહ્યું છે.
જીએસટીના કારણે સોનાના ભાવ વધવાની આશંકા તેમજ વૈશ્વિક પરિબળોને કારણે ગ્રાહકોએ સોનાની વહેલી ખરીદી કરવાનું પસંદ કર્યું હતું.અત્યારના એક ટકા ટેક્સ અને એક ટકા એક્સાઇઝ ડ્યૂટી સામે ૩ ટકા જીએસટી રેટથી વેચાણને નુકસાન નહીં થાય. કારણ કે ટેક્સમાં એક ટકાની ચોખ્ખી વૃદ્ધિ થશે. તેની સામે સેલ્સ પ્રમોશન ખર્ચ એડ્‌જસ્ટ કરવામાં આવશે. એટલે ગ્રાહકોએ વધુ નાણાં ચૂકવવાં નહીં પડે.
જોકે, જીએસટીના અમલ પછી વેચાણમાં આટલી ઝડપે વૃદ્ધિ ચાલુ નહીં રહે, પણ આગામી ક્વાર્ટરમાં ૩૦ ટકા વૃદ્ધિનો અંદાજ છે.સ્થાનિક બજારમાં ગયા સપ્તાહે સોનાનું પ્રીમિયમ સત્તાવાર ભાવની તુલનામાં વધીને પ્રતિ ઔંસ ૧૦ ડોલર થયું હતું. સૂત્રના જણાવ્યા અનુસાર બજારમાં સપ્લાય મર્યાદિત હોવાથી વેચનારે સોના પરના પ્રીમિયમમાં વધારો કર્યો છે. રિટેલ જ્વેલરી ફર્મ જોયાલુક્કાસના ચેરમેન જોય આલુક્કાસે જણાવ્યું હતું કે, જૂનના છેલ્લા ત્રણ દિવસમાં સૌથી વધુ નફો થયો હતો. જોકે, પહેલી જુલાઈથી અમારા સ્ટોર્સમાં ખાસ વેચાણ થયું નથી. લોકો જીએસટીની અસરનો તાગ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.પૂણેના પીએનજી જ્વેલર્સના સૌરભ ગાડગીલે જણાવ્યું હતું કે, સ્ટોર્સમાંથી ભીડ ગુમ છે. શનિવારથી લોકોની અવરજવર સામાન્ય છે. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં ભારતની સોનાની આયાત અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ચાર ગણી ઊછળી ૧૦૩ ટન થઈ છે.જ્વેલર્સે જીએસટી પહેલાં સ્ટોક વધારવા નોંધપાત્ર ખરીદી કરી છે. ભાવની રીતે સંવેદનશીલ પૂર્વના બજારમાં જ્વેલર્સનો બિઝનેસ સારો રહ્યો છે. સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડના એમડી સુવન્કર સેને જણાવ્યું હતું કે, જૂનના છેલ્લા સપ્તાહમાં અમારા સ્ટોર્સના વેચાણમાં બમણો વધારો નોંધાયો હતો. જોકે, હવે તે ધીમે ધીમે ઘટી રહ્યું છે. અમારા કર્મચારી જીએસટી પછી નવી સિસ્ટમ પ્રમાણે સમગ્ર કામગીરીને અપગ્રેડ કરવામાં વ્યસ્ત છે.

Related posts

પેટ્રોલ પેદાશોની બચત કરવા સાયકલ ઉપયોગી : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ગુજરાતના એકઝીકયુટીવ ડાયરેકટ સંજીવકુમાર જૈન

aapnugujarat

વિમાની યાત્રીઓને રાહત : રિફંડ અને કેન્સલેશન નિયમો બદલાયા

aapnugujarat

હોલસેલ બજારમાં ડુંગળીના ભાવ વધી ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1