Aapnu Gujarat
બિઝનેસ

નોટબંધી વેળા શેલ કંપનીઓ દ્વારા ૧૭,૦૦૦ કરોડ જમા

બે વર્ષ અથવા તો તેનાથી વધારે સમયથી નિષ્ક્રિય રહેલી ૨.૨૪ લાખ કંપનીઓને બંધ કરી દેવામાં આવી છે. નોટબંધીના ગાળા દરમિયાન ૩૫૦૦૦ બનાવટી કંપનીઓ દ્વારા ૧૭૦૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આજે આ મુજબની મોટી માહિતી આપવામાં આવી હતી. બંધ કરવામાં આવેલી ૨.૨૪ લાખ કંપનીઓમાંથી કેટલીક કંપનીઓ સંભવિતરીતે બોગસ કંપનીઓ હતી. સરકારે આ કંપનીઓને ૫૬ બેંકો પાસેથી મળેલી માહિતીના આધાર પર બંધ કરી દીધી છે. બેંકોએ ૩૫૦૦૦ કંપનીઓ અને ૫૮૦૦૦ બેંક ખાતાની માહિતી મંત્રાલયને આપી છે. આ કંપનીઓની સામે શરૂઆતી તપાસમાં એવી બાબત પણ સપાટી ઉપર આવી છે કે, ગયા વર્ષે નોટબંધી બાદ આ ૩૫૦૦૦ કંપનીઓએ ૧૭૦૦૦ કરોડ રૂપિયા બેંકોમાં જમા કર્યા હતા જેને મોડેથી ઉપાડી લેવામાં આવ્યા હતા. મંત્રાલય તરફથી અપાયેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, એક કંપનીના ૨૧૩૪ બેંક ખાતા અંગે માહિતી હાથ લાગી છે. એક નેગેટિવ ઓપનિંગ બેલેન્સવાળી કંપનીએ નોટબંધી દરમિયાન ૨૪૮૪ કરોડ રૂપિયા બેંકમાં જમા કર્યા હતા અને મોડેથી ઉપાડી લીધા હતા. સરકારનું કહેવું છે કે, આવી કંપનીઓ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવી છે. આવી કંપનીઓના બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. સરકારની મંજુરી વગર આ કંપનીઓ પોતાની સંપત્તિને વેચીને અથવા તો ટ્રાન્સફર કરીને આગળ વધી શકશે નહીં. રાજ્ય સરકારોને પણ આવા લેવડદેવડના રજિસ્ટ્રેશનને રોકી દેવા માટે કેન્દ્ર સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી નાણાંકીય માહિતી ન આપનાર ૩.૦૯ લાખ કંપની બોર્ડ ડિરેક્ટરોને અયોગ્ય જાહેર કરી દીધા છે. કંપની એક્ટ ૨૦૧૩ હેઠળ નાણાંકીય માહિતી આપવાની બાબત ફરજિયાત છે. શરૂઆતી તપાસમાં આ બાબત પણ સપાટી ઉપર આવી છે કે, અયોગ્ય જાહેર કરવામાં આવેલા ડિરેક્ટરોમાં ત્રણ હજાર ડિરેક્ટરો ૨૦થી પણ વધુ કંપનીઓના બોર્ડ ડિરેક્ટર હતા જે કાયદાકીય સમયમર્યાદા કરતા ખુબ વધારે છે. બનાવટી ડિરેક્ટરોની સમસ્યા ઉપર અંકુશ મુકવા માટે નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. હવે નવા ડિરેક્ટર્સ આઈડેન્ટીફિકેશન નંબર માટે અરજી કરતી વેળા પેન અને આધાર કાર્ડની બાયોમેટ્રિક મેચિંગ કરવામાં આવશે. નાણામંત્રાલયનું કહેવું ચે કે, બનાવટી અથવા ડમી ડિરેક્ટરો ઉપર અંકુશ મુકી શકાય છે.

Related posts

સંજીવ પુરીની નવા લીડર તરીકે ITC દ્વારા વરણી

aapnugujarat

મની લોન્ડરિંગમાં ઝડપાયેલા કુલ કેસોમાં ૮૩ ટકા જેટલા કેસ રીયલ એસ્ટેટ અને નાણાં સંસ્થાઓ સાથે સંકળાયેલ હોવાનો ખુલાસો

aapnugujarat

આયુર્વેદિક કંપનીઓનું વેચાણ ૧૦૦% જેટલું વધ્યું

editor

Leave a Comment

UA-96247877-1