Aapnu Gujarat
બિઝનેસ

મ્યુચ્યુઅલ ફંડ હાઉસ જંગી ડિવિડંડ ચુકવે તેવી પ્રબળ સંભાવના

મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ૩૧મી માર્ચ પહેલા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં જંગી ડિવિડંડની ચુકવણી કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. વેલ્થ મેનેજર્સ જે અમીર માટે નાણા મેનેજિંગ કરવાની પ્રક્રિયામાં સામેલ છે તેને લઇને હિલચાલ શરૂ થઇ છે. વેલ્થ મેનેજરો દ્વારા ફંડ હાઉસને કોલિંગ કરવાની શરૂઆત કરી દીધી છ ેજેમાં આવી સ્કીમમાંથી જંગી ડિવિડંડ માટે કહેવામાં આવી રહ્યું છે. પહેલી એપ્રિલથી આ રકમ કરપાત્ર બને તે પહેલા આવી સ્કીમમાંથી જંગી ડિવિડંડ ચુકવવા માટે કહેવામાં આવી રહ્યું છે. ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ ઉપર ડિવિડંડ આ નાણાંકીય વર્ષના અંત સુધી રોકાણકારો માટે ટેક્સ ફ્રી છે. નાણાપ્રધાને હાલમાં જ રજૂ કરવામાં આવેલા બજેટમાં આવી સ્કીમ માટે ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ૧૦ ટકા રાખવાની જાહેરાત કરી હતી. ઓછામાં ઓછા ત્રણ ફંડ હાઉસના મુખ્ય કારોબારી અધિકારીઓ હાઈ નેટવર્થ વ્યક્તિગતો પાસેથી ડિવિડંડ માટે વિનંતી મળી હોવાની વાતને સમર્થન આપ્યું છે. ડિવિડંડ રોકાણકારોને પણ ચર્ચા માટે આકર્ષિત કરે તેમ માનવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશન મુજબ ફંડ હાઉસ તેમની સ્કીમોમાં ચુકવણી કરશે.

Related posts

દિલ્હી એરપોર્ટમાં દિનમાં ૧૩૦૦ ફ્લાઇટ મુવમેન્ટ

aapnugujarat

ऑटो उपकरण कारोबार में 10 फीसदी की गिरावट

aapnugujarat

એફઆઈઆઈ પ્રવાહ વચ્ચે શેરબજારમાં તેજી રહેવાના સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1