Aapnu Gujarat
રાષ્ટ્રીય

બજેટ સત્રમાં બોફોર્સ રિપોર્ટ રજૂ થાય તેવી શક્યતા

છેલ્લા ૨૭ વર્ષથી બોફોર્સ તોપ સોદાબાજી મામલામાં તપાસ કરી રહેલી સંસદીય પેનલ દ્વારા વર્તમાન બજેટ સત્ર દરમિયાન આ મુદ્દા પર તેનો અહેવાલ રજૂ કરે તેવી શક્યતા છે. બોફોર્સ અંગે કેગ રિપોર્ટ પબ્લિક એકાઉન્ટસ કમિટી (પીએસી) સમક્ષ સૌથી જુનો પેન્ડિંગ મામલો છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે પીએસીનુ મુખ્ય કામ કેગના રિપોર્ટમાં ચકાસણી કરવાનુ રહે છે. કેગના ઓડિટ રિપોર્ટમાં તે ચકાસણી કરે છે. ત્યારબાદ તેને સંસદમાં રજૂ કરવામાં આવે છે. સંરક્ષણ અંગેની છ સભ્યોની પીએસી પેટા કમિટી બોફોર્સ હોવિત્ઝર તોપ સૌદાબાજી અંગે ૧૯૮૯ અને ૧૯૯૦ના કેગ રિપોર્ટના જુદા જુદા પાસામાં ચકાસણી કરી રહી છે. રિપોર્ટમાં વિલબ થવા માટેના કેટલાક કારણો છે. કારણ કે એક્સન ટેકન રિપોર્ટ સંબંધિત મંત્રાલય અને સરકારી સંસ્થાઓ દ્વારા પેનલ સક્ષ સુપ્રત કરવામાં આવ્યો નથી. બીજેડીના ભારતરુહારીના નેતૃત્વમાં પેટા કમિટીના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યુ છે કે રિપોર્ટમાં વિલંબ થવા માટે ઉદાસીનતા જવાબદાર છે. પીએસીના સભ્યે કહ્યુ છે કે રિપોર્ટ માટે ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બજેટ સત્ર દરમિયાન તેને પૂર્ણ કરી લેવાશે. તેમણે કહ્યુ હતુ કે રિપોર્ટ સર્વગ્રાહી રહેશે. પીએસીની પેટા કમિટી દ્વારા રિપોર્ટને આખરી ઓપ આપી દેવામાં આવ્યા બાદ તે મંજુરી માટે મુખ્ય કમિટી સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. કોંગ્રેસ પાર્ટીના સભ્યો દ્વારા રિપોર્ટના એક હિસ્સાનો વિરોધ કરે તેવી શક્યતા છે. મુખ્ય કમિટી કોંગ્રેસના મલ્કિાર્જુન ખડગેના નેતૃત્વમાં છે. બોફોર્સ કોંભાંડ હોવિત્ઝર આર્ટિલરી ગન્સ હાંસલ કરવામાં કટકી સાથે સંબંધિત છે. આના કારણે રાજકીય ભૂકંપની સ્થિતી સર્જાઇ હતી. આના કારણે જ વર્ષ ૧૯૮૯માં રાજીવ ગાંધીના નેતૃત્વમાં સરકારનુ પતન થયુ હોવાનુ માનવામાં આવે છે. બોફોર્સ તોપ સોદાબાજી મામલામાં ૧૨ વર્ષના લાંબા ગાળા બાદ નવો વળાંક બીજી ફેબ્રુઆરીના દિવસે આવ્યો હતો. એટર્ની જનરલના સૂચનની સામે જઇને કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈએ આરોપીઓની સામે આરોપો ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી દીધી હતી. ૬૪ કરોડ રૂપિયાનો આ મામલો રાજકીય દ્રષ્ટિથી ખુબ જ સંવેદનશીલ છે. સીબીઆઈએ આજે હાઈકોર્ટના ૩૧મી મે ૨૦૦૫ના ચુકાદા સામે અરજી કરી હતી.રાજકીય રીતે સંવેદનશીલ કેસમાં આરોપીઓની સામે તમામ આરોપો પડતા રદ કરવાના દિલ્હી હાઇકોર્ટના ૨૦૦૫ના ચુકાદાને પડકાર ફેંકીને અરીજ દાખલ કરવામાં આવી હતી.

Related posts

ભારત-આફ્રિકા વચ્ચે વેપારમાં બે ગણો વધારો થયો છે : મોદી

aapnugujarat

દેશમાં કોરોનાના ૪ લાખથી વધારે કેસ, ૪૨૩૩ના મોત

editor

ગેરંટી વગર મળશે ૧.૬ લાખની લોન, ખેડૂતોને મળશે ફાયદો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1