Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગેરંટી વગર મળશે ૧.૬ લાખની લોન, ખેડૂતોને મળશે ફાયદો

અત્યાર સુધી કિસાન ક્રેડિટ કાર્ડમાં એક લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ પણ પ્રકારના ગીરવી અને બંધકની કોઈ આવશ્યકતા નથી, પરંતુ હવે ભારત સરકારે તેની રકમ એક લાખ રૂપિયાથી વધારીને ૧.૬૦ લાખ રૂપિયા કરી દીધી છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીનું આ કહેવુ છે. તેમણે કહ્યું કે ભારત સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની તર્જ પર ડેરી, ફિશરી અને પોલ્ટ્રી સેક્ટરને પણ સમયે દેવુ પાછુ આપવાથી ૪ ટકા વ્યાજ પર લોન આપવાની જોગવાઈ કરી છે.આ સાથે જ જણાવવાનું કે બિહાર સરકાર નાણાંકીય વિભાગ અંતર્ગત એક સાંસ્થિક બેંકિંગ નિર્દેશાલયની રચના કરી રહી છે, જે બિહારના બેકિંગ સેવાઓની આવશ્યક દેખરેખ કરશે.
મોદીએ કહ્યું કે એક લાખ ૩૦ હજાર કરોડ રૂપિયાની વાર્ષિક સાખ યોજના હેઠળ ત્રીજા ત્રણ મહિના સુધીના ૭૪,૬૧૮ કરોડ રૂપિયા એટલેકે ૫૭ ટકા વિતરીત કરાયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૪૦૦ કરોડ રૂપિયા વધારે છે. નાણાંકીય વર્ષના અંત સુધીમાં તેને વધારીને ઓછામાં ઓછા ૯૦ ટકા કરવાનુ લક્ષ્ય છે.તેમણે રાજ્ય સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવા માટે રોડ મેપ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે, ‘હવે સરકારે મૂળભૂત સુવિધાઓ જેવીકે વિજળી, પાણી અને પાક્કી નાળી, ગલી અને રસ્તા સુધી પહોંચાડી દીધા છે.’ તેમણે કહ્યું કે તેના માટે બેંક રાજ્યના દરેક ૧.૮૦ લાખ ગામમાં તબક્કાવાર બિઝનેસ કોરન્સપોન્ડન્ટ નિમણુંક કરે.

Related posts

લોકડાઉનના ભણકારા : દિલ્હી-પુણેથી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોની હિજરત

editor

મિશન ૨૦૧૯ : નીતિશ સાથે શાહની ૧૨મીએ વાતચીત

aapnugujarat

ચૂંટણી બાદથી લાલૂએ ભોજનને છોડી દીધું છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1