Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં થાય : અસદુદ્દીન ઓવૈસી

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશની હૈદરાબાદ બેઠક પરથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂમાં બેહદ તીખા અંદાજમાં કહ્યુ છે કે જેમની પાસે સત્તા હોય છે. તેઓ ડરનું રાજકારણ ખેલતા હોય છે.
તેમણે એક સવાલના જવાબમાં કહ્યુ છે કે ચાર ન્યાયાધીશોએ પ્રેસ કોન્ફરન્સમાં કરેલી બાબતોને નોટિસમાં લેવી જોઈએ. તેમણે ગંભીર વાતો જણાવી છે. તેના કારણે લોકોમાં બનેલી સમજ ખોટી અને ઘણી તકલીફદેહ છે.
ઓવૈસીએ ક્હયુ છે કે મનસ્વીપણું દાખવવાનો કોઈને અધિકાર નથી અને પારદર્શકતા હોવી બેહદ જરૂરી છે. ઓવૈસીએ કહ્યુ છે કે લઘુમતીઓ પર હુમલા થાય છે અને ત્યારે સરકાર કડક કાર્યવાહી કરતી નથી. તેનાથી ડરનો સંદેશો જાય છે. ઓવૈસીનો દાવો છે કે તેઓ ડરનું રાજકારણ કરતા નથી અને તેમણે આશા વ્યક્ત કરી છે કે તેઓ આશાની રાજનીતિ કરે છે. ડરનું રાજકારણ જેમની પાસે સત્તા હોય તેવો જ ખેલી શકે છે.
એઆઈએમઆઈએમના પ્રમુખોએ કહ્યુ છે કે તેઓ મુસ્લિમોના નેતા બનવા માંગતા નથી. પરંતુ ખાલીપણું પેદા થયું છે અને તે ખોટું છે. પદ્માવતી જેવી એક મામૂલી ફિલ્મનું પ્રસારણ રોકી દેવામાં આવે છે. પરંતુ સરકારે ક્યારેય બેઠક બોલાવીને ગાય અથવા ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી નથી. હવે ટ્રિપલ તલાકની વાત કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ છે કે ટ્રિપલ તલાકનું અપરાધીકરણ થવું જોઈએ નહીં. પરંતુ માત્ર ત્રણ વર્ષની સજાનો સવાલ નથી. ઓવૈસીએ કહ્યુ છે કે તેમને ટ્રિપલ તલાક પર કાયદો જ સ્વીકાર્ય નથી. યુનિફોર્મ સિવિલ કોડ કોઈપણ સંજોગોમાં લાગુ નહીં થાય.
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પ્રમુખ વસીમ રિઝવી પર ઓવૈસીએ તીખી ટીપ્પણી કરી છે. ઓવૈસીએ કહ્યુ છે કે રિઝવી જોકર છે. કેન્દ્રીય પ્રધાન એમ. જે. અકબર જૂઠ્ઠા છે અને બાબરના કથિત વંશજ યાકુબ હબીબુદ્દીન તૂસી જેવા લોકો કીડા-મકોડા જેવા છે. ઓવૈસીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ છે કે જનોઈધારી અને ભગવાધારીઓની એલીટ ક્લબ બની ગઈ છે. તેમાં મુસ્લિમ અને દલિત બંને સામેલ નથી. મુસ્લિમ અને દલિતોને એક જ પ્લેટફોર્મ પર લાવવાની કોશિશ થઈ રહી છે અને સફળતા મળશે.એઆઈએમઆઈએમના પ્રમુખે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રેમ-મહોબ્બતની મોટી-મોટી વાતો કરી હતી. કોંગ્રેસની કર્ણાટક સરકાર તેમને જાહેરસભા કેમ કરવા દેતી નથી? ઓવૈસીએ કહ્યુ છે કે જ્યારે તેઓ દેશની સૌથી મોટી પંચાયત સંસદમાં બોલી શકે છે, તો રાહુલ ગાંધી જણાવે કે કર્ણાટકમાં તેમને કેમ બોલવા દેવામાં આવતા નથી? ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધીની મંદિરમુખી રાજનીતિ પર ઓવૈસીએ નારાજગી વ્યક્ત કરીને કહ્યુ છે કે તેઓ પણ મસ્જિદોમાં જશે. મંદિરોમાં ફરવાથી રાહુલ ગાંધીને ફાયદો થયો છે. તો મસ્જિદોમાં જવાથી તેમને પણ ફાયદો થશે?

Related posts

પશુ કારોબાર નિયમ પર મદ્રાસ હાઈકોર્ટે મૂકેલો સ્ટે

aapnugujarat

કાશ્મીર : અથડામણમાં બે કુખ્યાત આતંકવાદી ઠાર, વિસ્ફોટકો કબજે

aapnugujarat

દિલ્હી સરકારની સત્તા ઓછું કરતા બિલ વિરુદ્ધ કેજરીવાલ સુપ્રિમ કોર્ટ જશે

editor

Leave a Comment

UA-96247877-1