Aapnu Gujarat
ગુજરાત

દ.ગુજરાતના ખેડૂતોની દયનીય હાલત, વીજ પૂરવઠો ૧૦ને બદલે ૮ કલાક કરાયો

દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હાલત દયનીય બનેલી છે.પહેલા વીજ પુરવઠો ઘટાડાયો હવે ઉકાઇ કેનાલના સમારકામના નામે સિંચાઇનું પાણી બંધ કરી દેવાયુ છે.જેથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.  દક્ષિણ ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં છે.પહેલા ૧૦ કલાકના વીજ પુરવઠામાં ઘટાડો કરીને ૮ કલાક કરી દેવાયો.હવે આ વિસ્તારમાં મહત્વની ગણાતી ઉકાઇની મુખ્ય કેનાલનું સમારકામ હાથ ધરાયુ છે.જેના કારણે આગામી ૫૫ દિવસ સુધી કેનાલમાં પાણી નહીં છોડાઇ જેના કારણે મોંઘા ભાવે બિયારણ કરીને પાક લેતા ખેડૂતો માટે કપરી સ્થિતી સર્જાઇ છે. ખેડૂતોને હાલમાં પાણીની તાતી જરૂરીયાત છે.ખેડૂતો માટે ઘઉં અને ઉનાળુ પાક લેવાની સિઝન ચાલે છે.ત્યારે પહેલા વીજ પુરવઠો અને હવે સિંચાઇની પાણી નહીં મળે તો પડ્યા પર પાટુ વાગશે.માટે ખેડૂતો દ્વારા માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીને પણ રજુઆત કરવા માં આવી છે. સરકારના આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ ખેડૂતોની રજુઆતને સાંભળી ખેડૂતો ને ૧૦ કલાક વીજ પુરવઠો મળી રહે તેવા પ્રયત્ન રૂપે વિધાનસભામાં રજુઆત કરવાની બાંહેધરી આપી છે.ચૂંટણી સમયે ખેડૂતોને આકર્ષવા ૧૦ કલાક વીજળી તો અપાઇ પરંતુ હવે તો સિંચાઇ માટેનું પાણી પણ છીનવી લેવાયુ છે. ત્યારે જગતના તાતની તકલીફ દૂર થશે કે કેમ તે મહત્વનું બની રહેશે.

Related posts

સાબરકાંઠામાં ૯૬૧૨ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી રૂપાણી

aapnugujarat

ગુજરાત સરકારનો મોટો નિર્ણય  : બેંકોને પડશે ફટકો, અધિકારીઓ પણ ભરાશે

aapnugujarat

વિરમગામ શહેરમાં બાળકોની વેશભુષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1