Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય  : બેંકોને પડશે ફટકો, અધિકારીઓ પણ ભરાશે

ઓછા વ્યાજે બેંકોમાં મુકવામાં આવતી સરકારી ગ્રાન્ટની રકમ હવે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસીઝ(જીએસએફએસ)માં મુકવા ગુજરાત સરકારના નાણા વિભાગે પરિપત્ર જારી કરી તમામ જાહેર સાહસો, સરકારી વિભાગો, મહાનગર પાલિકાઓ તેમજ બોર્ડ નિગમને સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે. અત્યારસુધી અધિકારીઓ માનીતી બેન્કોમાં સંસ્થા કે નિગમના પૈસા મૂકી રાખતા હતા ભલે સંસ્થાને વ્યાજ ઓછું મળતું હોય.
સંસ્થાને નુક્સાનમાં ધકેલીને પણ ખાનગી બેંકોમાં સંસ્થાઓના રૂપિયા જમા રાખવાનું ચલણ ગુજરાતમાં વધ્યું હતું. જેને પગલે ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. જેને પગલે હવે અધિકારીઓ પણ ભરાઈ જશે.નાણા વિભાગના સંયુક્ત સચીવ ચંદ્રવદન મેકવાને પરિપત્ર જારી કરી સુચના આપી છે કે, રાજ્ય સરકાર હસ્તકની કચેરીઓ, જાહેર સાહસો, સંસ્થા, સોસાયટી, બોર્ડ નિગમ, કોર્પોરેશન વગેરે પાસે વણવપરાયેલી સરપ્લસ રકમ રાષ્ટ્રીયકૃત અથવા ખાનગી બેંકોમાં ઓછા વ્યાજે મુકવામાં આવે છે અથવા બચત ખાતામાં લાંબા સમય સુધી રાખવામાં આવે છે. નાણા વિભાગના ધ્યાનમાં આ બાબત આવી છે જેથી હવેથી આવી વણવપરાયેલી સરપ્લસ રકમ જીએસએફએસમાં જમા કરાવવા અવાર-નવાર સુચના આપવામાં આવી છે ત્યારે વિવિધ વિભાગો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ખાનગી બેંકોમાં નાણાની ડિપોઝીટ મૂકવાની સવલત સામે બેંકો દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર અન્ય સેવા વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે પરંતુ નાણા વિભાગની સુચના સાથે આ રજૂઆત સુસંગત નથી.નાણા વિભાગે આપેલી સુચના બાદ ઓડિટ જનરલના ઓડિટમાં પણ કોર્પોરેશનો,સરકારી વિભાગોએ સરપ્લસ નાણા બેંકોમાં જમા કરાવ્યાનું જણાઈ આપ્યુ છે તેમ છતાં વિવિધ વિભાગો દ્વારા સરકારની નીતિનો અમલ કરવામાં આવતો નથી. નાણા વિભાગે સુચના આપતા જણાવ્યું છે કે, જે કોઇ વણવપરાયેલી રકમ જે દસ દિવસની જરૂરિયાત કરતા વધારે હોય તે રકમ કોઇ પણ સ્વરૂપે બેંકોમાં જમા કરાવવાની રહેશે નહિં, હવે પછી કોઈ કચેરી, જાહેર સાહસ, કોર્પોરેશનો, બોર્ડ નિગમ, સોસાયટી, ઈન્સ્ટિટ્યૂટ, મિશન કે ટ્રસ્ટ વગેરે દ્વારા રાજ્યની યોજનાના અમલ માટે ફાળવેલી રકમ વણવપરાયેલી હોય તે રકમ બેંકમાં ડિપોઝિટ કરવાની રહેશે નહીં અને તેના કારણે રાજ્યને વ્યાજનું જે નાણાકીય નુકસાન થશે તે અંગેની જવાબદારી જે તે અધિકારીની રહેશે. સરપ્લસ રકમ હવેથી બેંકોમાં મુકવાને બદલે જીએસએફએસમાં જમા કરવવાની રહેશે. સરપ્લસ ફંડના નાણા જીએસએફએસને બદલે વિવિધ બેંકોમાં જમા કરાવ્યા હોય તેની માહિતી મોકલવા સુચના આપી છે.

Related posts

નીતિન પટેલથી મુખ્યમંત્રી પદ ફરી વેંત છેટું રહી ગયું

editor

મેમનગર વિસ્તારમાં ચાલતી વધુ પાંચ ટેરેસ રેસ્ટોરન્ટ સીલ

aapnugujarat

ભાજપ વિપક્ષ પર ભયનો માહોલ પેદા કરે છેઃ કપિલ સિબ્બલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1