Aapnu Gujarat
રમતગમત

દિલ્હી ડેયરડેવિલ્સે નામ બદલ્યું

આઇપીએલ – ૨૦૧૯ની ટીમ અને તેનું કેલેન્ડર જાહેર થવાને તો વાર છે, પણ ત્યાં સુધીમાં આઇપીએલની એક ટીમમાં બદલાવ આવી ગયો છે. ગૌતમ ગંભીરથી લઇને વિરેન્દ્ર સહેવાગ જેવા ઢાંસુ ખેલાડીઓ જે ટીમમા હતા તે ટીમનું નામ હવે ભૂતકાળ બની ગયું છે. કારણ કે દિલ્હી ડેયરડેવિલ્સ હવે નવા નામે દેખાઇ તો નવાઇ ન પામતા.
દિલ્હી ડેયરડેવિલ્સ કોઇ દિવસ આ નામે તો આઇપીએલનો ખિતાબ નથી જીતી શકી એટલે તેણે ટીમનું નામ બદલી નાખ્યું છે. હવેથી ટીમ મેદાનમાં ઉતરશે ત્યારે દિલ્હી કેપિટલ્સ તરીકે ઓળખાશે. મંગળવારે યોજાયેલા દિલ્હીના સમારંભમાં ફ્રેન્ચાઇઝીના માલિક સ્વામી જીએમઆર ગ્રુપ અને જેએસડબલ્યૂ સ્પોટ્‌ર્સે ટીમનું નામ બદલવાનું એલાન કર્યું.આ વિશે ટીમના અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે દિલ્હી આપણી રાજધાની છે. એટલે અમે નિર્ણય લીધો છે કે હવે તેને દિલ્હી કેપિટલ્સના નવા નામે ઓળખવામાં આવે.
ટીમે અત્યાર સુધીમાં ઘણા સ્ટાર ક્રિકેટરો ભારત સહિત વિશ્વભરની ટીમોને આપ્યા છે. જેમાં મોહમ્મદ શમી, જેસન રોય, ગ્લેન મૈક્સવેલ અને લિયા પ્લંકેટ પણ સામેલ છે.જણાવી દઇએ કે દિલ્હી ડેયરડેવિલ્સના નામે ટીમ સતત અસફળ રહી રહી હતી. ટીમે આ પહેલા જ સનરાઇઝર્સ હૈદરાબાદના શિખર ધવનને સામિલ કર્યો છે. વીડિયો સંદેશ દ્વારા શિખર ધવને કહ્યું કે તે પોતાના શહેરની ટીમમાં આવીને ખૂબ જ ખૂશ છે. આગામી સિઝનમાં તે સારું પ્રદર્શન કરશે તેવી આશા પણ સેવી હતી.નવા નામ સાથે ટીમે મોટો બદલાવ લાવતા મોહમ્મદ કૈફને આસિસ્ટંન્ટ કોચની જવાબદારી સોંપી છે. જ્યારે રિકી પોંન્ટીંગ ટીમના મુખ્ય કોચ બનશે. ટીમમાં આ સિવાય યુવા ભારતીય ખેલાડીઓની બ્રિગેડ છે. જેમાં કેપ્ટન શ્રેયસ અય્યર, ઋષભ પંત અને પૃથ્વી શૉનો સમાવેશ થાય છે.આ પહેલા હૈદરાબાદની ટીમ ડેક્કન ચાર્જર્સ તરીકે ઓળખાતી હતી. જે બાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરીકે ઓળખાઇ. જે પછી આઇપીએલની આ બીજી ટીમ છે જેનું નામ બદલી દેવામાં આવ્યું હોય.

Related posts

भारत के खिलाफ एक भी टेस्ट मैच नहीं खेल पाना दुर्भाग्यपूर्ण : यासिर

aapnugujarat

ધોની છે ત્યાં સુધી તો હું માત્ર ફર્સ્ટ એડ કિટ જેવો જ છુંઃ દિનેશ કાર્તિક

aapnugujarat

विश्व कप 2019 में नंबर-4 पर बल्लेबाजी करने की उम्मीद थी : रहाणे

editor

Leave a Comment

UA-96247877-1