Aapnu Gujarat
રમતગમત

ધોની છે ત્યાં સુધી તો હું માત્ર ફર્સ્ટ એડ કિટ જેવો જ છુંઃ દિનેશ કાર્તિક

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં વિકેટકિપર તરીકે પ્રથમ પસંદગી તો મહેન્દ્રસિંહ ધોનીની જ રહેવાની છે. ટીમમાં માત્ર બેકઅપ તરીકે એક વિકેટકિપરની જરૂર હતી એવા સંજોગોમાં પંત અને દિનેશ કાર્તિક વચ્ચેના જંગમાં છેવટે દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું છે. બંને સારા વિકેટકિપર છે પરંતુ ધોની જેવા તો નહીં. બેટીંગમાં પણ બંને પાવરધા છે પરંતુ મેચ ફિનિશર તરીકે ધોની જેવા તો નહીં જ. ધોનીની સરખામણીમાં બંને ક્યાંય આવી શકે એમ નથી. આ સંજોગોમાં દિનેશ અને પંતની સરખામણી કરીએ તો પંતે હમણાં જ કેરિયરની શરૂઆત કરી છે જ્યારે કાર્તિક વર્ષોથી રમે છે જેથી અનુભવી છે. પરંતુ દિનેશ કાર્તિકે ધોનીને લઇને કરેલું નિવેદન ચોંકાવનારૂ છે.
જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે કાર્તિક કોલકત્તામાં હતો. કાર્તિકે જાતે જણાવ્યું કે, ટીમમાં એની પસંદગીને લઇને એની ખુશી થઇ હતી. ૧૨ વર્ષના વનવાસ બાદ ટીમ ઇન્ડિયામાં ફરી સ્થાન મળ્યું છે. વર્ષ ૨૦૧૭મા તે ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો અને ત્યાર બાદ ૨૦૧૮ના અંતમાં ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગઇ તો એને બદલે પંતને સ્થાન અપાયું હતું. પ્રસાદ અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કાર્તિક ધોનીનો બેકઅપ વિકેટકિપર છે. કાર્તિકે આ ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. જોકે કાર્તિકે હળવા મૂડમાં કહ્યું કે, જ્યાં સુધી ધોનીનો સવાલ છે તો એ જ્યાં સુધી હશે ત્યાં સુધી તો હુ માત્ર ફર્સ્ટ એડ કિટ જેવો જ રહીશ. જો તે ઇજાગ્રસ્ત થાય તો મને એક દિવસ રમવા મળી શકે. વધુમાં કાર્તિકે કહ્યું કે, મને ખબર છે કે હું ૪ નંબર પર સારી બેટીંગ કરી શકુ છું અને ફિનિશરની ભૂમિકા પણ બજાવી શકુ છું. હું અગાઉ પણ સારૂ રમ્યો છું.

Related posts

અંતિમ ટ્‌વેન્ટીમાં ન્યુઝીલેન્ડ ઉપર પાકિસ્તાનની જીત : શ્રેણી ૨-૧થી જીતી લીધી

aapnugujarat

અઝહરને હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યપક્ષ પદેથી હટાવાયા

editor

આફ્રિકા-ભારત વચ્ચે આવતીકાલે ડર્બન ખાતે રોચક વનડે મેચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1