Aapnu Gujarat
રમતગમત

અંતિમ ટ્‌વેન્ટીમાં ન્યુઝીલેન્ડ ઉપર પાકિસ્તાનની જીત : શ્રેણી ૨-૧થી જીતી લીધી

ટ્‌વેન્ટી ક્રિકેટની શ્રેણીમાં પાકિસ્તાને યજમાન ન્યુઝીલેન્ડ ઉપર ૨-૧થી જીત મેળવી લીધી છે. વનડે શ્રેણી ૫-૦થી ગુમાવી દીધા બાદ પાકિસ્તાને આંશિકરીતે પ્રતિષ્ઠા બચાવી લેવામાં સફળતા મેળવી છે અને શ્રેણીની સુખદરીતે પૂર્ણાહૂતિ કરી છે. આજે ત્રીજી અને અંતિમ ટ્‌વેન્ટી મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે ૧૮૧ રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી ફખરે ૩૬ બોલમાં ૪૬ રન કર્યા હતા. સરફરાઝે ૨૧ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા. બીજી બાજુ ન્યુઝીલેન્ડની ટીમ ૧૮૨ રનના લક્ષ્યાંક સામે માત્ર ૧૬૩ રન જ બનાવી શકી હતી. ગુપ્ટિલે ૫૯ રન કર્યા હતા જેમાં ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. બાકીના બેટ્‌સમેનો અપેક્ષા મુજબ રમી શક્યા ન હતા. કેપ્ટન વિલિયમસન નવ રનમાં આઉટ થયો હતો. મોહમ્મદ આમીરની મેન ઓફ દ સિરીઝ તરીકે પસંદગી કરાઈ હતી. અગાઉ વેલિગ્ટન ૧૯મી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૫ રને જીત મેળવી હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે વન ડે શ્રેણી ૫-૦થી જીતી લીધી હતી. આ મેચ અને સમગ્ર વનડે શ્રેણીમાં શાનદાર દેખાવ કરનાર ગુપ્ટિલની મેન ઓફ ધ મેચ અને સિરીઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. અગાઉ ૧૬મી જાન્યુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં પણ ન્યુઝીલેન્ડે પાકિસ્તાન ઉપર ડેનાઇટ મેચમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. તે પહેલા ડ્યુનેડિન ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૮૩ રને જીત મેળવી હતી. નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને જીત મેળવી હતી.

Related posts

हितों के टकराव मामले में द्रविड़ को क्लीन चिट

aapnugujarat

ऑस्ट्रेलिया ने आखिरी टी-20 में भारत को 12 रनों से हराया

editor

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું પલડુ ભારે રહેશેઃ મેકગ્રા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1