Aapnu Gujarat
રમતગમત

આઇપીએલ-૧૧ હરાજી : બીજા દિવસે જયદેવ સૌથી મોંઘો ખેલાડી

જયદેવ ઉનડકટ આઈપીએલ હરાજી ૨૦૧૮ના બીજા દિવસે સૌથી મોંઘા ખેલાડી તરીકે રહ્યો હતો. જયદેવને રાજસ્થાન રોયલ્સે ૧૧.૫ કરોડ રૂપિયાની જંગી રકમ સાથે ખરીદી લીધો હતો. આની સાથે જ તે આઈપીએલની આ સિઝનમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી તરીકે ઉભર્યો છે. કેએલ રાહુલ અને મનિષ પાંડેને પાછળ છોડીને બાજી મારી દીધી છે. આ બંને ખેલાડીઓને ક્રમશઃ કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઈઝ હૈદરાબાદે ૧૧-૧૧ કરોડમાં ખરીદી લીધા છે. બેન સ્ટોક સતત બીજા વર્ષે આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે ૧૨.૫ કરોડ રૂપિયામાં તેને ખરીદી લીધો છે. અફઘાનના રશીદ ખાનને સનરાઈઝે આરટીએમનો ઉપયોગ કરીને નવ કરોડમાં ખરીદી લીધો હતો. આ વર્ષે આઈપીએલમાં ૧૫૯ ખેલાડીઓ ઉપર ૪૩૧ કરોડ ૭૦ લાખ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી છે. આઈપીએલની હરાજી પ્રક્રિયા આજે પૂર્ણ થઇ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે મહત્તમ ૨૫ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. તેની પાસે ૬.૫ કરોડ રૂપિયાની રકમ બચી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૯ ખેલાડીઓને સામેલ કર્યા છે. રોયલ ચેલેન્જર્સે ૨૪ ખેલાડીઓને સામેલ કર્યા છે. એન્ડ્રુ ટાઈ જે પ્રથમ આઈપીએલમાં રમતીવેળા હેટ્રીક કરી શક્યો હતો તેને કિંગ્સ ઇલેવન પંજાબે ૭.૨ કરોડમાં ખરીદી લીધો છે. વેસ્ટઇન્ડિઝના મહાન ખેલાડી ક્રિસ ગેઇલની પ્રતિષ્ઠા આખરે બચી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે બે કરોડમાં તેને ખરીદી લીધો હતો. અફઘાનનો સ્પીનર મુજીબ ઝારદાન ચાર કરોડમાં ખરીદાયો હતો. નેપાળના લેગસ્પીનર લેમીછાન માટે પણ ઇતિહાસનો દિવસ રહ્યો હતો. તે આઈપીએલમાં સામેલ થનાર પ્રથમ નેપાળી ખેલાડી બન્યો હતો. દિલ્હી ડેરડેવિલ્સે ૨૦ લાખ રૂપિયામાં તેને ખરીદી લીધો છે. ભારતના અન્ડર ૧૯ના ખેલાડીઓની વધારે બોલબાલા રહી છે. મનજોત કાલરાને ૨૦ લાખમાં, સચિન બેબીને સનરાઈઝ હૈદરાબાદ ૨૦ લાખમાં, રિન્કુ સિંહને કોલકાતા નાઇટ રાઇડર્સે ૮૦ લાખમાં ખરીદી લીધો છે. ભારતના અન્ડર ૧૯ના ઓલરાઉન્ડર શિવમ માવી ત્રણ કરોડમાં કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે ગયો છે. દિલ્હીએ અભિષેક શર્માને ૫૫ લાખમાં ખરીદ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે હરાજીની પ્રક્રિયા શરૂ થઇ હતી. ઇન્ડિયન પ્રીમીયર લીગની ૧૧મી સીઝન માટે ગઇકાલથી બેંગ્લુરુમાં પ્લેયર્સની હરાજી શરૂ થઇ હતી. હરાજીમાં આઠ ટીમોની ફ્રેન્ચાઇઝી ઓનર્સ દ્વારા ૧૮૨ પ્લેયર્સ માટે બોલી લગાવવાનું શરૂ કરાયું હતું. બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે રૂ.૧૨.૫ કરોડમાં ખરીદયો હતો. જ્યારે સૌથી મોંઘા ભારતીય ખેલાડીઓમાં કેએલ રાહુલ અને મનિષ પાંડે રહ્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબે આ બંને ખેલાડીઓને ૧૧-૧૧ કરોડમાં ખરીદ્યા હતા. તે પછીના ક્રમે ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાને ૮.૨૦ કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. ૫૭૮ ખેલાડીઓમાં ૩૬૦ ભારતીય અને અન્ય ૨૧૮ વિદેશી પ્લેયર છે. હરાજી માટે આ વખતે સૌથી વધારે રૂ.બે કરોડની બેઝ પ્રાઇઝ રાખવામાં આવી હતી. તે સ્લેબમાં ૩૬ ખેલાડીઓ સામેલ છે. આ સિવાય ૧.૫ કરોડ, ૧ કરોડ, ૭૫ લાખ, અને ૫૦ લાખની બેઝ પ્રાઇઝ રાખવામાં આવી છે. અનકેપ્ડ ખેલાડીઓ માટે રૂ.૪૦ લાખ, રૂ.૩૦ લાખ અને રૂ.૨૦લાખની બેઝ પ્રાઇઝ રાખવામાં આવી હતી. ફાઇનલ લીસ્ટમાં સામેલ ૫૭૮ ખેલાડીઓમાંથી ૩૬ની બેઝ પ્રાઇઝ રૂ.૨ કરોડ રાખવામાં આવી હતી, જયારે ૩૩ લોકોની બેઝ પ્રાઇઝ રૂ.દોઢ કરો રખાઇ હતી. આઇપીએલની આ વખતની હરાજીમાં ૬૨ કેપ્ડ અને ૨૯૮ અનકેપ્ડ ભારતીય ખલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી.

Related posts

मैंने WC फाइनल मे अंपायर को कभी ओवरथ्रो के 4 रन हटाने को नहीं कहा : स्टोक्स

aapnugujarat

ધોનીની પસંદગી મુદ્દે હરભજને સવાલ ઉઠાવ્યો

aapnugujarat

વિરાટે મેક્સવેલના રિસેપ્શનમાં ડાન્સ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1