Aapnu Gujarat
રમતગમત

પાંચમી વનડેમાં ઓસ્ટ્રેલિયા પર ઇંગ્લેન્ડની ૧૨ રને જીત

પર્થના મેદાન પર રમાયેલી પાંચમી વનડે મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા ઉપર ૧૨ રને સાંકડી જીત મેળવી હતી. આની સાથે જ ઇંગ્લેન્ડે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે ટોમ કુરેનની પસંદગી કરાઈ હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે જોઇ રુટની પસંદગી કરાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ૨૫૯ રન કર્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૮.૨ ઓવરમાં ૨૪૭ રન કરીને ઓલઆઉટ થઇ હતી. રુટે આજે ૬૨ રન બનાવ્યા હતા. રોયે ૪૯ અને બેરશોએ ૪૪ રન કર્યા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી એક માત્ર સ્ટેનોઇશે ૮૭ રન બનાવ્યા હતા. અન્ય બેટ્‌સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. ટીમમાં સામેલ કરાયેલા મેક્સવેલે ૩૪ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ બાદ ટેસ્ટ શ્રેણી રમવા આફ્રિકા જનાર છે. વર્તમાન શ્રેણીમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓએ દરેક ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયાને પછડાટ આપી છે. ૧૪મી જાન્યુઆરીએ મેલબોર્ન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એસિઝ શ્રેણી ૪-૦થી ગુમાવી લીધા બાદ ઇંગ્લેન્ડની ટીમ જોરદાર દેખાવ સાથે વાપસી કરવામાં સફળ રહી હતી. મેન ઓફ દ મેચ તરીકે રોયની પસંદગી કરાઈ હતી. હાલમાં ઘરઆંગણે એસિઝ શ્રેણીમાં ૪-૦થી જીત મેળવી લીધા બાદ ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણીમાં ઇંગ્લેન્ડનો દેખાવ ધરખમ રહ્યો છે. ઇંગ્લેન્ડ ૩-૦ની લીડ ધરાવે છે અને તે પહેલાથી જ વનડે શ્રેણી જીતી ચુકી છે. હાલમાં પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ અને ૧૨૩ રને જીત મેળવીને એસીઝ શ્રેણી ૪-૦થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે પેટ કમિન્સની પસંદગી કરાઈ હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે સ્ટિવ સ્મિથની પસંદગી કરવામાં આવી હતી.

Related posts

माराडोना कभी मर नहीं सकते : मेसी

editor

ઈજાગ્રસ્ત જોકોવિચ રેંકિંગમાં પાંચમાં ક્રમે ધકેલાયો

aapnugujarat

મહેન્દ્રસિંઘ ધોની સિંગાપુરમાં પણ ખોલશે ક્રિકેટ એકેડમી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1