ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઝડપી બોલર ગ્લેન મૈકગ્રાએ કહ્યું છે કે, ઝડપી અને સ્પિન મિશ્રિત આક્રમણના કારણે ભારતનું પલડુ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં અન્ય ટીમો પર થોડુ ભારે હશે.
ગ્લેન મૈકગ્રાએ કહ્યું કે, ભારતીય બોલરોએ ગત બે-ત્રણ વર્ષમાં સારો દેખાવ કર્યો છે. ભારતની પાસે અત્યારે સૌથી દમદાર આક્રમણ છે અને ઝડપી સ્પિન મિશ્રિત આક્રમણથી તેમનું અન્ય ટીમો પર પલડુ ભારે રહેશે. ભારત અને પાકિસ્તાનની મેચને લઇને મૈકગ્રાએ કહ્યું કે, જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે મોટો મુકાબલો હોય છે.
જો કે, તે હવે પહેલી જેમ એક જેવી મજબૂત ટીમ નથી. પરંતુ, પાકિસ્તાનની પાસે હજી પણ કેટલાક સારા બોલર અને અનુભવી બેટસમેન છે. જ્યારે પાકિસ્તાનનો દિવસ હોય છે ત્યારે તેઓ કશું પણ કરી શકે છે.તેણે કહ્યું કે, આ ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત પહોંચી શકે છે. ભારત એક સારી ટીમ છે અને તેની પાસે સારા પ્રદર્શનની આશા છે.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની સાથે તેને ટોપ-૪માં સામેલ થવું જોઇએ. ચોથી ટીમ દક્ષિણ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડમાંથી કોઇ એક હશે. મૈકગ્રાએ ભારતીય ઝડપી બોલરો ખાસ કરીને જસપ્રીત બૂમરાહ અને ઉમેશ યાદવની પ્રશંસા કરતા કહ્યું કે, હું ભારીય બોલરોથી પ્રભાવિત છું. ઉમેશ સારી બોલિંગ કરી રહ્યો છે. બૂમરાહ વન ડેનો સારો બોલર છે. તે જે રીતે ડેથ ઓવરોમાં બોલિંગ કરે છે, તે પ્રભાવશાળી છે. તે સારી લેન્થ અને સારી ઝડપથી બોલિંગ કરે છે. બૂમરાહ ક્યારેક ક્યારેક યોર્કર પણ ફેંકે છે.