Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડ કપ માટે પંત, રાયડૂ અને નવદીપ સૈનીને સ્ટેન્ડ બાય રખાયા

યુવા વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંત, અનુભવી બેટ્‌સમેન અંબાતી રાયડૂ અને ફાસ્ટ બોલર નવદીપ સૈનીને ભારતે ૩૦ મેથી બ્રિટનમાં શરૂ થતા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ માટે સ્ટેન્ડ બાય રાખ્યા છે. આઈસીસીએ સંભવિત ખેલાડીઓ પસંદ કરવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે. બીસીસીઆઈની પાસે આ સિવાય કોઈ અન્યને પસંદ કરવાનો વિકલ્પ પણ હશે પણ તેમ થવાની સંભાવના ઓછી છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ અમારી પાસે ત્રણ સ્ટેન્ડ બાય હશે. રિષભ પંત અને અંબાતી રાયડૂ ક્રમશઃ પ્રથમ અને બીજા સ્ટેન્ડ બાય જ્યારે સૈની આ યાદીમાં બોલરના રૂપમાં સામેલ છે. ખલીલ અહમદ, આવેશ ખાન અને દીપક ચહર નેટ બોલરોના રૂપમાં ટીમની સાથે જશે.
ટીમ મેનેજમેન્ટને જો જરૂર પડે તો તેને ટીમમાં સામેલ કરી શકાય છે. સૈની પણ તે રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે જે ટીમની સાથે જઈ રહ્યાં છે. અધિકારીએ કહ્યું, ખલીલ, આવેશ અને દીપક સ્ટેન્ડ બાય નથી. બોલરોના મામલામાં તેને સામેલ કરવાની સંભાવા હોઈ શકે છે પરંતુ બેટિંગમાં રિષભ કે રાયડૂ.

Related posts

द. अफ्रीका ने इंग्लैंड को एक रन से हराया

aapnugujarat

જીનિવા એરપોર્ટ પર કેવિન પીટરસનની ધરપકડ કરાઈ

aapnugujarat

बटलर आखिरी टी-20 मैच से बाहर

editor

Leave a Comment

UA-96247877-1