Aapnu Gujarat
રમતગમત

પ્રતિબંધને કારણે ગેમમાંથી બ્રેક મળ્યો, ઘણું શીખવા મળ્યુંઃ હાર્દિક પંડ્યા

ટીવી શો ‘કોફી વિથ કરન’ના વિવાદ બાદ ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ આઈપીએલ-૨૦૧૯માં જોરદાર રીતે કમબેક કર્યું છે. પસંદગીકારોએ પણ એના આ શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં લઈને એને આગામી વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ કર્યો છે.
હાર્દિકનું માનવું છે કે તાજેતરમાં એની પર ક્રિકેટ બોર્ડ દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે એ ગેમથી થોડોક સમય દૂર રહ્યો હતો અને એનો એને ફાયદો મળ્યો છે.
હાર્દિકે સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની આઈપીએલ-૨૦૧૯ મેચમાં ૧૬ બોલમાં ૩૭ રન ઝૂડી કાઢીને મુંબઈ ઈન્ડિયન્સને પાંચ-વિકેટથી જીત અપાવી હતી. મેચ પૂરી થયા બાદ જ્યારે એને પૂછવામાં આવ્યું કે પ્રતિબંધ દરમિયાન તું શું શીખ્યો? ત્યારે હાર્દિકે કહ્યું કે, ‘ભલે પ્રતિબંધ મૂકાયો. એ સારું જ થયું. દરેક જણને ઝાટકો લાગતો હોય છે. મારે સ્વયંને સુધારવાની જરૂર હતી.’
હાર્દિકે વધુમાં કહ્યું કે, ‘પ્રતિબંધને કારણે મને મારા શરીરને વધારે કાર્યશીલ કરવાનો મોકો મળ્યો. મને હવે ઘણું જ સારું લાગે છે.’

Related posts

न्यूजीलैंड को हराकर भारत ने रचा इतिहास

aapnugujarat

चेन्नई के बल्लेबाजों को ग्लूकोज चढ़वाने की जरूरत : सहवाग

editor

अब ओलिंपिक २०३२ की मेजबानी करना चाहता है भारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1