Aapnu Gujarat
રમતગમત

જીનિવા એરપોર્ટ પર કેવિન પીટરસનની ધરપકડ કરાઈ

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર કેવિન પીટરસનને જેલની હવા ખાવાનો વારો આવ્યો. આ ઘટનાની જાણકારી ખુદ પીટરસને આપી છે.
પીટરસને પોતાની ધરપકડના સમાચાર ટિ્‌વટર પર આપ્યા. સોશિયલ મીડિયા પર આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. બન્યું એવું કે પીટરસને એરપોર્ટ પર ગોલ્ફ સ્ટિક ઘુમાવી દીધી હતી, ત્યાર બાદ તેની કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
પીટરસનને એરપોર્ટ પર જ બનેલી જેલમાં થોડી વાર માટે પૂરી દેવામાં આવ્યો. પીટરસને ટિ્‌વટ કરીને કહ્યું, ”આજે જીનિવા એરપોર્ટની જેલમાં હું બંધ છું. આ કોઈ મજાક નથી. ગોલ્ફ સ્ટિક ઘુમાવવા બદલ થોડી વાર માટે મારી ધરપકડ કરવામાં આવી.” જોકે થોડી વાર પછી પીટરસનને છોડી મૂકવામાં આવ્યો હતો. પીટરસને ઇંગ્લિશ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે સરે તરફથી પોતાની અંતિમ મેચ રમી હતી. પીટરસને ૧૦૪ ટેસ્ટ મેમાં ૪૭.૨૮ની સરેરાશથી કુલ ૮૧૮૧ રન બનાવ્યા છે.

Related posts

विंबलडन : सेरेना और हालेप ने सेमीफाइनल में बनाई जगह

aapnugujarat

પાકિસ્તાન અન્ડર-૧૯ રાષ્ટ્રીય ટીમના કોચ બનવાના પ્રસ્તાવને યુનુસ ખાને નકાર્યો

aapnugujarat

इंडोनेशिया ओपन : पीवी सिंधू और श्रीकांत की जोड़ी पेश करेगी भारतीय चुनौती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1