Aapnu Gujarat
રમતગમત

પાકિસ્તાન અન્ડર-૧૯ રાષ્ટ્રીય ટીમના કોચ બનવાના પ્રસ્તાવને યુનુસ ખાને નકાર્યો

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન યુનુસ ખાને પાકિસ્તાનની અન્ડર-૧૯ રાષ્ટ્રીય ટીમના કૉચ બનવાના પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ-પીસીબીના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
કૉચની સાથે સાથે પસંદગી સમિતિના વડા તરીકે નીમવાની તેની માંગણી બૉર્ડે ન સ્વીકારી હોવાને કારણે તેણે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. બીસીસીઆઈએ જે રીતે રાહુલ દ્રવીડને ભારતની અન્ડર-૧૯ એ ટીમનો કોચ બનાવ્યો હતો અને એ ટીમ જે રીતે ભારતની રાષ્ટ્રીય ટીમ માટે સપોર્ટર તરીકે કામ કરતી હતી પીસીબી પણ એ જ ધોરણ અપનાવવા માગતું હતું.
પાકિસ્તાનની અન્ડર-૧૯ ટીમ માટે ઓછા જાણીતા કૉચને રાખવાની જૂની પરંપરા તોડવાનો અને જુનિયર ખેલાડીઓ સાથે હાઈપ્રોફાઈલ ક્રિકેટર કૉચ તરીકે કામ કરે એમ કરવાનો પીસીબીનો ઈરાદો હતો.

Related posts

દિલ્હી અને રાજસ્થાન વચ્ચે આજે મહત્વની મેચ રમાશે

aapnugujarat

West Indies are most watchable side in this year’s World Cup: Steve Waugh

aapnugujarat

एशेज सीरीज ने टेस्ट क्रिकेट को जिंदा रखा है : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1