Aapnu Gujarat
ગુજરાત

નર્મદા નદીમાં બે ડોલ્ફિન દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા

અંકલેશ્વરના સક્કરપોર ભાઠા ગામ નજીક નર્મદા નદીમાં ડોલ્ફિન દેખાતા અચરજ ફેલાયું હતું. સ્થાનિક રહીશો ઓછા પાણી કિનારે ધસી આવેલી ડોલ્ફિન વહેતા પાણી છોડતા દરિયા તરફ રવાના થઇ હતી. નદીમાં વધી રહેલી ખારાશથી હવે દરિયાઇ જીવોની હાજરી હવે સામાન્ય બની છે.
સક્કરપોર ભાઠા અને સરફુદ્દીન ગામ વચ્ચે નર્મદા નદીમાં અચાનક બે ડોલ્ફિન નજરે પડી હતી. એક મોટી અને એકબાળ ડોલ્ફિન પાણી ઘટી જવાથી કિનારે અટવાય હતી. ગ્રામજનોએ બંને ડોલ્ફિન માછલીને છીછરા પાણીમાંથી નદી વહેતા અને ઉંડા પાણીમાં છોડી મૂકી હતી. જો કે આખી ઘટનાનો વીડિયો વાઈરલ થતા વન વિભાગને જાણ થઇ હતી. ફોરેસ્ટ અધિકારી મહિપાલસિંહને જાણ કરતા તેવો ઘટના સ્થળે દોડી આવી લોકો સાથે વાતચીત કરી તેમના જવાબો પણ નોંધ્યા હતા. ડોલ્ફિન સીડીયુલ ૧માં આવતું જળચર પ્રાણી હોવાથી તેના શિકાર પર પ્રતિબંધ છે.

Related posts

જમીન સંપાદન કાનૂનનો પૂર્ણ અમલ કરવા મોદીને અનુરોધ

aapnugujarat

અમદાવાદનો હેરિટેજ સીટી દરજ્જા સામે સંકટના વાદળ

aapnugujarat

બાઈક પાંચ હજારનું અને મેમો ૧૦ હજારનો !!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1