Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

અનિલ અંબાણીને ફટકો : ૩૦૦૦ કરોડ રૂપિયા ડૂબી ગયા

એક આકરા પગલાંમાં ભારતીય નૌકા દળે પાંચ જેટલા ઓફશોર પેટ્રોલ વેસલ્સ (જહાજ)માટે શ્ ૩,૦૦૦ કરોડના કોન્ટ્રાક્ટમાં રિલાયન્સ નેવલ એન્જિનિયરિંગ લિમિટેડ (આરએનઇએલ)ની બેંક ગેરંટી વટાવી લીધી છે. આ વેસલ્સનો પુરવઠો પૂરો પાડવામાં થયેલા ભારે વિલંબને કારણે આ પગલું ભરાયું છે અને ડીલની ચકાસણી પણ ચાલી રહી છે તેમ નેવીએ જણાવ્યું છે. નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબાએ કહ્યું હતું કે દેવામાં ડૂબેલી રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરીંગ લિમિટેડ (આરએનઈએલ)ની બેંક ગેરંટી વટાવી લેવાઈ છે. તેમણે કહ્યું હતું કે નેવલ ઓફશોર પેટ્રોલ વેસલ્સના પ્રોજેક્ટને ડેડલાઈનના ચાર વર્ષ પછી પણ પૂરો કરવામાં ન આવતા આ કદમ ઉઠાવવામાં આવ્યું હતું.બેંક ગેરેંટીની રકમ કોન્ટ્રાક્ટના રકમના ૧૦ ટકા જેટલી હોય છે. આરએનઇએલને કોઇ પણ ખાસ છૂટ આપવામાં આવી રહી નથી. તેની બેંક ગેરેન્ટી વટાવી લેવામાં આવી છે. તેની સામે આકરા પગલાં લેવાયાં છે, તેમ નેવી વડા એડમિરલ સુનિલ લાંબાએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની બેંક ગેરંટી વટાવી લેવામાં આવી છે. લાંબાએ કહ્યું છે કે આ કંપની અત્યારે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આરએનઈએલ કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરીંગમાંથી પસાર થઈ રહી છે. તેના બેંકર આઈડીબીઆઈએ તેની વિરુદ્ધ અદાલતમાં ફરિયાદ કરી છે. રિલાન્યસ નેવલ દ્વારા વહાણોની ડિલિવરીમાં લાંબા વિલંબ અંગે નેવી વડાને સવાલ કરાયો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું કંપની સામે કોઇ પગલું નહિ લેવાનું નેવી પર કોઇ દબાણ છે કે કેમ? એડમિરલ લાંબાએ કહ્યું હતું કે હાલના તબક્કે આ ડીલ રદ કરાઇ નથી, પરંતુ તે દિશામાં શક્યતા ચકાસવામાં આવી રહી છે. તેમણે સંકેત આપ્યો હતો કે સરકાર આ દિશામાં ટૂંક સમયમાં કોઇ નિર્ણય લેશે. નેવી વડાએ ઉમેર્યું હતું કે હાલમાં કંપની દેવા પુનર્રચનાની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. નેવી વડાની ટિપ્પણી અંગે કંપની તરફથી તત્કાળ કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો.હાલમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ રૂ.૫૮,૦૦૦ કરોડથી વધુના રફાલ જેટ ફાઇટલ ડીલ મામલે વિવાદના મૂળમાં છે. ત્યારે હવે કોંગ્રેસે કંપનીની તરફેણ કરવાનો નરેન્દ્ર મોદી સરકાર પર આક્ષેપ મૂક્યો છે. પાંચ નેવલ ઓફશોર પેટ્રોલ વેસલ્સનો વાસ્તવિક કોન્ટ્રાક્ટ પીપાવાવ ડિફેન્સ એન્ડ એન્જીનીયરિંગને ૨૦૧૧માં મળ્યો હતો. સૂત્રોના અનુસાર, આરએનઈએલએ નેવીને લેટર લખીને જણાવ્યું છે કે આગામી વર્ષના મધ્યભાગ સુધીમાં પ્રથમ જહાજ તેને આપી દેવાશે. આ સ્થિતિ પછી ૨૦૦૦૦ કરોડ રૂપિયાના લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક્સ પ્રોજેક્ટ માટે આરએનઈએલ પર વિચાર કરવા અંગે નેવી ચીફે કહ્યું હતું કે આ મામલો પેન્ડિંગ છે.

Related posts

પ્રિયંકા મહાસચિવ બનતા કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ

aapnugujarat

હવે પીઝાની જેમ પેટ્રોલ-ડીઝલની પણ હોમ ડિલીવરી મળશે, આઈઓસી આપશે મફતમાં સેવા

aapnugujarat

જ્યાં સુધી આરોપમુક્ત નહીં થાઉં, ત્યાં સુધી સક્રિય રાજનીતિમાં નહીં આવું : રોબર્ટ વાડ્રા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1