Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

હવે પીઝાની જેમ પેટ્રોલ-ડીઝલની પણ હોમ ડિલીવરી મળશે, આઈઓસી આપશે મફતમાં સેવા

ઈ-કોમર્સના વધતા જતા ચલણને કારણે હવે ખાવા-પીવાની ચીજ-વસ્તુઓ અને તે પણ તમને મનપસંદ હોટલની, તમારા મનપસંદ ભાવની ઘરે બેઠા ડિલીવરી પ્રાપ્ત થઈ રહી છે. સાથે જ કરિયાણું, શાકભાજી સહિતની વસ્તુઓની પણ હોમ ડિલીવરી શરૂ થઈ ગઈ છે.
તો બીજી તરફ કારમાં પેટ્રોલ-ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપ જવું પડે છે અને આજકાલ વધી ગયેલી વાહનોની સંખ્યાને કારણે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે. આથી, હવે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન પેટ્રોલ-ડીઝલ મગાવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આઈઓસી અનુસાર, હવે તમે ઘરે બેઠા ઓછામાં ઓછા ૨૦૦ લીટર પેટ્રોલ-ડીઝલ મગાવી શકો છો. પેટ્રોલ-ડીઝલની હોમ ડિલીવરી માટે સીએમડી એમ.કે. ખુરાનાએ જણાવ્યું કે, આ મોડલને લાગુ કરવામાં તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી. કંપનીએ તેના માટે કામ કરવાની શરૂઆત કરી દીધી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ફ્યુઅલ એટ ડોર સ્ટેપ પર કામ કરવાની શરૂઆત કરાઈ હતી. તેના માટે ચેન્નઈના કોલત્તુર ખાતેના એક પેટ્રોલ પંપે પેટ્રોલ-ડીઝલની હોમ ડિલીવરીની શરૂઆત કરાઈ છે. શરૂઆતમાં તેના અંતર્ગત ગ્રાહકને માત્ર ૨૫૦૦ લીટર જેટલું ડીઝલ આપવામાં આવશે. તેના માટે ગ્રાહકોએ અલગથી કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. આ સુવિધા માટે આઈઓસી દ્વારા એક ’રીપોઝ એપ’ શરૂ કરાઈ છે. જેના દ્વારા ગ્રાહક પોતાનો ઓર્ડર બૂક કરાવી શકશે. ઓછામાં ઓછું ૨૦૦ લીટર અને મહત્તમ ૨૫૦૦ લીટર જેટલું પેટ્રોલ-ડીઝલ ઓનલાઈન ઘરે મગાવી શકાશે. જોકે, આ સુવિધાનો અત્યારે અનેક પેટ્રોલ પંપ માલિક વિરોધ કરી રહ્યા છે, તેમણે જણાવ્યું કે, તેનાથી આત્મહત્યાની ઘટનાઓ વધશે.

Related posts

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થવાના સ્પષ્ટ સંકેત

aapnugujarat

દક્ષિણ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો : ૩૦નાં મોત, ૭૦થી વધુ ઘાયલ

aapnugujarat

સત્તા આપી તેમને શરણાર્થી બનાવાયા : મમતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1