Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

દક્ષિણ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો : ૩૦નાં મોત, ૭૦થી વધુ ઘાયલ

દક્ષિણી અફઘાનિસ્તાનમાં એક બેંકની બહાર કરવામાં આવેલા શક્તિશાળી આત્મઘાતી કાર બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત થયા છે અને ૭૦થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આવી સ્થિતીમાં મોતનો આંકડો વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. અફઘાનિસ્તાનમાં જવાનો અને સરકારી કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. મોટા મુસ્લિમ પર્વ પહેલા પોતાના પગાર લેવા માટે રાહ જોઇ રહેલા સરકારી કર્મચારીઓ અને જવાનોને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. લશ્કર ગાહ ખાતે કાબુલ બેંકની નજીક આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.હેલમેન્ડમાં પ્રાંતીય ગવર્નર હયાતુલ્લા હયાતે માહિતી આપતા કહ્યુ હતુ કે હજુ સુધી કોઇ ત્રાસવાદી સંગઠને આ ભીષણ આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી નથી. જો કે હેલમેન્ડ વિસ્તાર તાલિબાની ત્રાસવાદીઓ અને નાટોનો ટેકો ધરાવતા સુરક્ષા દળો વચ્ચે રક્તપાતના મુખ્ય સેન્ટર તરીકે છે. તાજેતરના સપ્તાહોમાં તાલિબાન હેલ્મંડના ચાવીરુપ વિસ્તારોમાં ઘણા ક્ષેત્રો પર કબજો જમાવ્યો છે. અહીં બ્રિટિશ અને અમેરિકી સૈનિકો વર્ષોથી લડી રહ્યા છે. ઇદ ઉલ ફિતરની રજા અને પવિત્ર રમઝાન મહિનાની પૂર્ણાહૂતિ પહેલા પગાર લેવા માટે કર્મચારીઓ કાબૂલ બેંકની બહાર રાહ જોઇ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. ભારે અંધાધૂંધી હુમલા બાદ ફેલાઈ ગઈ હતી. ઘાયલ થયેલાઓમાં માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. પ્રમુખ અશરફ ઘાનીએ આ હુમલાને વખોડી કાઢીને કહ્યું છે કે, હુમલાખોરો માનવતાના દુશ્મનો છે. કાબૂલ સરકાર સામે તેમની લડાઈને હાલમાં તાલિબાની આતંકવાદીઓએ વધારી દીધી છે. ૩૧મી મેના દિવસે કાબૂલમાં ભીષણ હુમલો કરાયો હતો જેમાં ૧૫૦ લોકોના મોત થયા હતા. ૨૦૦૧ બાદથી આ સૌથી મોટો હુમલો હતો. સરકારી પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ છે કે બ્લાસ્ટમાં ૩૦ લોકોના મોત થયા છે. ઘાયલ થયેલા લોકોમાં મોટા ભાગના લોકો નાગરિકો અને સેનાના જવાનો છે. મોતનો આંકડો વધી શકે છે તેવી દહેશત પણ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં રક્તપાતનો દોર જારી રહ્યો છે. હુમલા સતત વધ્યા છે. ૧૮મી જુનના દિવસે પૂર્વીય અફઘાનિસ્તાનમાં ગર્દેજ શહેરમાં તાલિબાન દ્વારા પોલીસ ઓફિસ પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ આત્મઘાતી હુમલામાં પાંચ અફઘાન જવાનોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા. આ અગાઉ કાબુલમાં ભારતીય દુતાવાસની નજીક બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ભારતીય લોકોને પણ વિતેલા વર્ષોમાં અફગાનિસ્તાનમાં કેટલાક હુમલા કરવામાં આવી ચુક્યા છે. અફઘાનિસ્તાન છેલ્લા કેટલાક સમયથી યુદ્ધગ્રસ્ત રહ્યુ હોવાના કારણે ત્યાં વિકાસની ગતિ રોકાઇ ગઇ છે. સાથે સાથે તમામ રોકાણ રોકાઇ ગયા છે. આવી સ્થિતીમાં ભારત સહિતના દેશો દ્વારા અફઘાનિસ્તાનમાં વિકાસની કામગીરી હાથ ધરી છે. તાલિબાનોનુ કેટલાક વિસ્તારમાં હજુ પ્રભુત્વ રહ્યુ છે.

Related posts

Global Mobility Summit 2018ના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીનું ભાષણ

aapnugujarat

૨૦૧૯ની ચૂંટણી પૂર્વે મહાગઠબંધન બનશે નહીં : યેચુરી

aapnugujarat

Nearly 24 died in accident at northwest Pakistan

aapnugujarat

Leave a Comment

UA-96247877-1