Aapnu Gujarat
રમતગમત

ટ્‌વેન્ટી મેચમાં આફ્રિકા પર ઇંગ્લેન્ડની 9 વિકેટે જીત

સાઉથમ્પટનના મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટ્‌વેન્ટી નાઇટ મેચમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા પર નવ વિકેટે જીત મેળવી હતી. જીતવા માટેના ૧૪૩ રન ઇંગ્લેન્ડે ૧૪.૩ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને બનાવી લીધાહતા. ઇંગ્લેન્ડ તરફથી બેરશોએ તોફાની બેટિંગ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. બેરશોએ માત્ર ૩૫ બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ ૬૦ રન ફટકારી દીધા હતા. હેલ્સે ૩૮ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. આ મેચમાં દરેક મોરચા પર ઇંગ્લેન્ડનો દેખાવ શાનદાર રહ્યો હતો. જીતવા માટેના ૧૪૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડ તરફથી રોય અને હેલ્સે શાનદાર શરૂઆત કરી હતી. ચાર ઓવરમાં જ ૪૦ રન ઇંગ્લેન્ડે બનાવી લીધા હતા. બેરશોએ ત્યારબાદ ઝંઝાવતી બેટિંગ કરીને જીત માટેની ઔપચારિકતા પૂર્ણ કરી હતી. પ્રથમ ટ્‌વેન્ટી મેચમા ંજીત મેળવી લીધા બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓનો નૈતિક જુસ્સો વધી ગયો છે. અગાઉ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૪૨ રન કરી શકી હતી. કેપ્ટન ડિવિલિયર્સે સૌથી વધુ અણનમ ૬૫ રન બનાવ્યા હતા. બેહાનદીને અણનમ ૬૪ રન કર્યા હતા. ૩૩ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ ઇંગ્લેન્ડે જીત મેળવી લીધી હતી.

Related posts

एक टीम के तौर पर हम पूरी तरह नाकाम रहे : हफीज

aapnugujarat

सीनियर होने के नाते बढ़ गई है मुझ पर जिम्मेदारी : रबाडा

aapnugujarat

ધોની અનુભવનો ખજાનો, વિકેટો પાછળ તે અનમોલ છે : કોહલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1