Aapnu Gujarat
બ્લોગ

૪૦ વર્ષની વય બાદથી ખાવા પીવાની ટેવ બદલવાની જરૂર

વય વધવાની સાથે સાથે ઘણી પ્રકારની સમસ્યાઓ પણ ઊભી થવા લાગી જાય છે. વય વધતાની સાથે સાથે ફિટનેશ પ્રત્યે સાવધાન રહેવાની વધુ જરૂર રહે છે. કારણ કે અનેક શારીરિક સમસ્યાઓ ઝડપથી હુમલાઓ કરી શકે છે. શરીરની અંદર કેટલીક તકલીફ ઊભી થાય છે. આ તમામ તકલીફોથી બચવા માટે સાવધાન રહેવાની સલાહ નિષ્ણાંતો આપે છે. ૪૦ વર્ષની વય પાર થઈ ગયા બાદ ઘણી બાબતો તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. બિમારી ઘેરી લે તે પહેલાં સાવધાની રાખવી જરૂરી છે. ૪૦ વર્ષ પૂરા થઈ ગયા બાદ શરીરની નિયમિત રીતે ચકાસણી અને પરીક્ષણ કરવાની સલાહ તબીબો આપે છે. ખાવા-પીવાની ટેવો બદલી નાખવા તથા સિસ્ત જાળવી રાખવાની સલાહ પણ આપી છે. લાઈફમાં નિયમિત રીતે કસરતને સ્થાન આપવા માટે પણ સલાહ આપવામાં આવી છે. સવાર અને સાંજે ચાર કિલોમીટર સુધી ચાલવા માટેની સલાહ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ટેન્શનને ઘટાડવાનો તમામ પ્રયાસ કરવા જોઈએ.
યોગ અને ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી ટેન્શન દૂર થાય છે. ટેન્શન ફેલાવનાર કારણોને શોધી કાઢી તેનાથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. આર્થિક સમસ્યાઓને દૂર કરવાની સલાહ પણ આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની લોન લેતા પહેલાં આવી લોન ઉતરી શકશે કે કેમ તે પાસાંઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. પરિવારને સમય આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. પરિવારના સભ્યોને મનોરંજન ઉપલબ્ધ કરાવવા માટે તેમની સાથે બહાર જવાની પણ સલાહ આપવામાં આવી છે. સામાન્ય રીતે શરીર પ્રત્યે તમામ લોકો સાવધાન રહે છે છતાં પણ ૪૦ વર્ષની વય બાદ સાવધાની ખૂબ જ જરૂરી બની જાય છે. આ વયમાં વ્યક્તિ પોતાની કેરિયર અને ગૃહસ્થ લાઈફમાં સ્થિર થઈ જાય છે. બીજી બાજુ કામકાજનું દબાણ, બાળકોના ભવિષ્યની ચિંતા, લાઈફમાં સ્થાઇત્વ લાવવાનું દબાણ પણ રહે છે. બીજી બાજુ શરીર યુવા અવસ્થાને સક્રિયતામાંથી દૂર થાય છે. શારીરિક પ્રક્રિયાઓ ઓછી થઈ જાય છે જેથી આ અવસ્થા પહેલાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

Related posts

ગુજરાતમાં મોદી મેજિકનો વિજય

aapnugujarat

કરોડો ખર્ચાયા છતાં ગંગા મૈલી

aapnugujarat

ચહેરાને દરરોજ ચમકતો રાખવા માંગો છો? અપનાવો આ નાનકડી ટિપ્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1