Aapnu Gujarat
ગુજરાત

સ્માર્ટકાર્ડ સિસ્ટમ બંધ થતાં બીઆરટીએસનાં ૪૫ હજાર પ્રવાસીઓને હાલાકી

અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૦૯ના વર્ષમાં એએમટીએસના વિકલ્પના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી બીઆરટીએસના ૪૫,૦૦૦ સ્માર્ટકાર્ડના ધારકો સિસ્ટમ બંધ હોવાના કારણે ત્રાહીમામ બનવા પામ્યા છે એટલું જ નહીં પરંતુ તેમને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ફરજિયાત ટિકીટ લેવાની ફરજ પડી રહી છે.આઘાતજનક બાબત તો એ સામે આવવા પામી છે કે જનમાર્ગ તરફથી અગાઉથી કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય મોટાભાગના સ્ટોપ પરથી સ્માર્ટ કાર્ડ સ્કેચ કરવાના મશીન પણ હટાવી લેવામાં આવ્યા છે.આ અંગે મળતી માહીતી અનુસાર, અમદાવાદ શહેરના વિવિધ રૂટો ઉપર જનમાર્ગ અમદાવાદ દ્વારા ૮૯ કીલોમીટરના માર્ગ ઉપર રોજ ૨૫૦ બસ દોડાવવામાં આવી રહી છે.આ ૨૫૦ બસો પૈકી ૧૮૬ બસો એ.સી.છે આ બસોમાં રોજ ૧.૪ લાખ મુસાફરો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી રહ્યા છે.આ સામે જનમાર્ગ અમદાવાદને દર મહીને રૂપિયા ત્રણ કરોડની આવક પણ થઈ રહી છે.છેલ્લા પંદરથી પણ વધુ દિવસથી જનમાર્ગ તરફથી સિસ્ટમ અપગ્રેડ કરવાનુ કારણ આગળ ધરીને શહેરના વિવિધ રૂટ ઉપર મુકવામાં આવેલા સ્માર્ટ કાર્ડ સ્કેચ કરવાના મશીનો બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તો હટાવી લેવામાં આવ્યા છે એ પણ અગાઉથી કોઈ પ્રકારની સુચના આપ્યા વગર.પરિણામે જે લોકોએ એડવાન્સ રૂપિયા ભરીને સ્માર્ટકાર્ડ મેળવ્યા છે.તેમની સ્થિતિ કફોડી બનવા પામી છે.તેમને ફરજિયાત સ્ટોપ પર ટિકીટ ખરીદવી પડે છે લાઈનમાં ઉભા રહેવું પડે છે જેમાં એમનો સમય પણ વેડફાઈ રહ્યો છે.આ અંગે જનમાર્ગના સૂત્રોનો સંપર્ક કરવામાં આવતા તેમનું કહેવું છે કે,જનમાર્ગ અને અમદાવાદ સ્માર્ટસીટીના નેટવર્ક સાથે જોડવાની અને અપગ્રેડ કરવાની કામગીરી હાલ ચાલી રહી હોઈ મુસાફરોને આ પ્રકારની તકલીફ પડી રહી છે.જો કે આ સિસ્ટમને અપડેટ કરવાની કામગીરી ક્યાં સુધીમાં પુરી કરવામાં આવશે એનો તંત્ર પાસે કોઈ જ જવાબ નથી.

Related posts

ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

aapnugujarat

एन्वायरमेन्टल सेन्सर शहर में ५० जगहों पर कार्यरत होगे

aapnugujarat

ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું સરેરાશ 64.22 ટકા પરિણામ જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1