Aapnu Gujarat
બ્લોગ

ગુજરાતમાં મોદી મેજિકનો વિજય

ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. વિકાસ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓનાં કારણે છે.જ્યારે મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાતનો આર્થિક વિકાસ વધ્યો હતો.જોકે, એ સ્પષ્ટ નથી કે આ બધું તેમની નીતિઓને કારણે છે. માનવ વિકાસની વાતમાં ગુજરાત અન્ય રાજ્યોથી પાછળ છે.”વિકાસ,” જેનો અર્થ વૃદ્ધિ થાય છે. આ શબ્દ આખા ભારતમાં આજકાલ ખૂબ સંભળાય છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મતદાતાઓને આ શબ્દ વારંવાર યાદ કરાવ્યો છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વર્ષ ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.વડાપ્રધાન બનતા પહેલાં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસ મૉડલ તરીકે ગણાવ્યું હતું.ગુજરાતના વિકાસ માટે તેમણે પોતાની આર્થિક નીતિઓ – એટલે કે ’મોદીનોમિક્સ’ને જવાબદાર ગણાવ્યું હતું.ગુજરાતી મતદારોને તાજેતરમાં લખેલા એક પત્રમાં મોદીએ લખ્યું હતું, “ગુજરાતમાં કોઈ ક્ષેત્ર નથી, જ્યાં વિકાસ ગતિશીલ નથી.મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે રસ્તા, વીજળી અને પાણી મામલે પ્રગતિ કરી છે.ગ્રામ્ય વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યએ વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૨ની વચ્ચે ૩૦૦૦ જેટલા ગ્રામીણ માર્ગોના પ્રોજેક્ટ્‌સ પૂરા કર્યા હતા.ગુજરાતમાં દર વ્યક્તિ દીઠ વીજળીની ઉપલબ્ધતા ૨૦૦૪-૦૫ અને ૨૦૧૩-૧૪ વચ્ચે ૪૧% વધી છે.મોદીના આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ખાસ કંપનીઓ ફોર્ડ, સુઝુકી અને ટાટાનેનો મોટા પ્લાન્ટ સ્થપાયા.વર્ષ ૨૦૦૦ અને ૨૦૧૦ની વચ્ચે ગુજરાતનું કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદનમાં (જીએસડીપી) ૯.૮%નો વધારો થયો હતો.જે ગ્રોથ આખા ભારત માટે ૭.૭% હતો. રેટિંગ એજન્સી ક્રિસિલના વિશ્લેષણ મુજબ, તાજેતરનાં વર્ષોમાં ગુજરાતનાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ભારે વૃદ્ધિ થઈ છે.ક્રિસીલના ચીફ ઇકોનોમિસ્ટ ધર્મકૃતિ જોશી કહે છે કે મોદીના “બિઝનેસ ફ્રેન્ડલી” અભિગમના કારણે આ વૃદ્ધી થઈ છે.મોદીએ રોકાણ માટે સારું વાતાવરણ ઊભું કરીને રાજ્યને મદદ કરી છે. ગુજરાતમાં ઉત્પાદનની વૃદ્ધિ એ સારી નિશાની છે. પરંતુ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. નિકિતા સુદ કહે છે કે મોદી ગુજરાતની સમૃદ્ધિ માટેના સંપૂર્ણ શ્રેયનો દાવો ના કરી શકે. તેઓ કહે છે કે ગુજરાત પહેલેથી જ “સમૃદ્ધ અને સ્થિર” રાજ્ય તરીકે જાણીતું છે.ઐતિહાસિક રીતે પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત દેશનાં ઔદ્યોગિક રાજ્યોમાંનું એક છે.ગુજરાતનો મજબૂત આર્થિક પાયો તેના વેપારનો ઇતિહાસ છે. આ વેપાર વારસામાં ગુજરાતીઓને મળ્યો છે. મોદીએ આ વારસાનો નાશ ના કર્યો એ જ તેમનો ફાળો છે.મોદીનાં નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થયો છે. આમ છતાં પણ રાજ્ય આ પહેલાં સમૃદ્ધ જ હતું. સવાલ એ છે કે તેમની નીતિઓએ વિકાસ વધાર્યો કે નહીં?
ગુજરાતના વિકાસને સ્પષ્ટપણે સાબિત કરવા માટે દર્શાવવું પડશે કે ગુજરાત અને સમગ્ર ભારતના વૃદ્ધિ દર વચ્ચેનો તફાવત વર્ષ ૨૦૦૧ થી ૨૦૧૪ વચ્ચે વધ્યો છે કે નહીં.પુરાવા એવું સૂચવતા નથી કે ગુજરાતના આર્થિક વિકાસ પર મોદીનો નિર્ણાયક પ્રભાવ હતો.મોદીનાં શાસન હેઠળ ગુજરાતમાં કૃષિ વિકાસ દર ’પૂર્વ મોદી’ યુગની સરખામણીમાં વધ્યો હતો, પરંતુ તેને આખા રાજ્ય માટે ગણવો યોગ્ય નથી.વિધાનસભા ચૂંટણી પહેલાં એક નવું સૂત્ર મેદાનમાં આવ્યું હતું “વિકાસ ગાંડો થયો છે”.આ જ કારણ છે કે જ્યારે માનવ વિકાસની બાબતમાં ગુજરાત અન્ય રાજ્યોની પાછળ છે.જેમાં અસમાનતા, શિક્ષણ અને આરોગ્ય જેવાં પગલાંનો સમાવેશ થાય છે.નવજાત બાળકોનાં મૃત્યુદરમાં ભારતનાં ૨૯ રાજ્યોમાં ગુજરાતનો ૧૭મો ક્રમ છે.ગુજરાતમા જન્મ સમયે દર હજાર બાળકે ૩૩ બાળકો મૃત્યુ પામે છે જેની સરખામણીમાં કેરળમાં ૧૨, મહારાષ્ટ્રમાં ૨૧ અને પંજાબમાં ૨૩ બાળકોનાં મૃત્યુ થાય છે.૨૦૧૩-૧૪માં બાળકને જન્મ આપતી વખતે દર લાખે ૭૨ મહિલાઓનાં મૃત્યુ થતાં હતાં. આ સંખ્યા ૨૦૧૫-૧૬માં વધીને ૮૫ થઈ છે.ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં ૧૦માંથી લગભગ પાંચ બાળકો ઓછાં વજનવાળાં હોય છે.તેમાં એક દાયકાથી ઘટાડો નોંધાયો છે, પરંતુ સરકારી આંકડાઓમાં ૨૯ રાજ્યોમાંથી ગુજરાત ૨૫માં સ્થાને છે.ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ દરેક વ્યક્તિ સુધી નથી પહોંચી રહ્યો.વિકાસ એવો હોવો જોઈએ જે લોકો માટે રોજગારના વિકલ્પો ઊભા કરે.તેમને વેતન અપાવે અને ગરીબો માટે તકો ઊભી કરે. આ બધુ થશે ત્યારે જ વ્યાપક અર્થમાં વિકાસ થયો કહેવાશે.ભાજપની જીતનાં કારણો નીચે મુજબ ગણી શકાય.એ વાતમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભાજપના તારણહાર હજુ પણ પીએમ નરેન્દ્ર મોદી છે. લોકસભા ચૂંટણીમાં જોવા મળેલ મોદી લહેર હજુ પણ અકબંધ છે. ગુજરાતની ચૂંટણી પહેલાં લોકોમાં ભાજપ પ્રત્યે જે રોષ અને નારાજગી જોવા મળી હતી તે તે મોદીની ચૂંટણી રેલીઓના કારણે ધીમે ધીમે ઓસરવા લાગી હતી. મોદીએ ચંૂંટણી અભિયાન સંભાળ્યું કે તરત જ બાજી પલટાઇ ગઇ હતી. આમ પણ ભાજપની જીત માટે મોદી મેજિકની કમાલ છે એ વાત તો કોઇપણ નકારી શકે તેમ નથી.ભાજપ અને પીએમ મોદીએ સમગ્ર ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર સતત હુમલા જારી રાખ્યા હતા. ભાજપના સાવ નીચેના સ્તરના નેતાથી લઇને પીએમ મોદી સુધીના સૌએ કોંગ્રેસ અને રાહુલ પર હુમલા કરવાની એક પણ તક જતી કરી નહોતી.ભાજપના આઇટી સેલે પણ રાહુલ ગાંધીને ટ્રોલ કરવાની ભરપૂર કોશિશ કરી હતી.
મોદીનાં ભાષણની શરૂઆત અને અંત બંને રાહુલ ગાંધી અને કોંગ્રેસથી જ થતાં હતાં. આમ ગુજરાતની નજરમાં રાહુલ અને કોંગ્રેસની જે છબી ઊભી થવી જોઇએ તે થઇ શકી નહીં. કહેવાય છે કે એક જુઠ્ઠાણું વારંવાર ઉચ્ચારવાથી સત્ય બની જાય છે અને ગુજરાતમાં ભાજપે આ વાકય ચરિતાર્થ કરી બતાવ્યું.કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરનું પીએમ નરેન્દ્ર મોદી માટેનું નિવેદન ભાજપની જીત માટે કોઇ પણ મહત્ત્વના પરિબળથી ઓછું નહોતું.
એક રીતે જોઇએ તો મણિશંકર ઐયરનું નીચ વ્યકિતના નિવેદને ભાજપ માટે સંજીવની સમાન સાબિત થયું. ઐયરના નિવેદનને મોદીએ ચૂંટણી શસ્ત્ર બનાવી દીધું અને ગુજરાતનાં અપમાન સાથેે જોડીને લોકોની સહાનુભૂતિ જીતી.ગુજરાત ચૂંટણીમાં રાહુલ ગાંધીનો હિંદુત્વ પ્રેમ સ્પષ્ટપણે જોવા મળ્યો. ગુજરાત ચૂંટણી અભિયાનની શરૂઆત રાહુલ ગાંધીએ મંદિરોનાં ચક્કર કાપવાનું શરૂ કરી દીધું હતું. રાહુલને તેનો ફાયદો થવાને બદલે નુકસાન વધુ થયું હોય તેમ લાગી રહ્યું છે.
ભાજપને રાહુલના અણધાર્યા હિંદુત્વ પ્રેમને લોકોની વચ્ચે વટાવવામાં સફળતા મળી અને રાહુલ ગાંધીનાં મંદિર પ્રવાસને લઇને હુમલા શરૂ કરી દીધા.
ભાજપની જીતમાં સ્ટાર પ્રચારકોની ભૂમિકાની ઉપેક્ષા કરી શકાય નહીં. અમિત શાહે ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી હતી.ગુજરાતની જનતાને ભગવા રંગે રંગવા માટે સ્ટાર પ્રચારકોમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, નીતીન ગડકરી, અરુણ જેટલી, સુષમા સ્વરાજ, સ્મૃતિ ઇરાની, ઉમા ભારતી, પુરુષોત્તમ રૂપાલા જેવા કદાવર ભાજપ નેતાઓની ભૂમિકા રહી હતી.

Related posts

મંદિર દર્શન અને રોડ શોની વચ્ચે રાજનાથે નામાંકન કર્યું

aapnugujarat

સબરીમાલા, સુપ્રીમ અને રાજકારણ

aapnugujarat

एक साथ चुनाव ही सर्वश्रेष्ठ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1