Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ : ઝાડા-ઉલ્ટીના ૧૮ દિનમાં ૩૪૫ કેસ થયા

અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમા છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો થવાના કારણે જયાં ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે ત્યાં બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમા પ્રદૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગના કેસોમા ચિંતાજનક વધારો થવા પામ્યો છે.શહેરમા છેલ્લા ૧૬ દિવસમાં ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૩૪૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના તાપમાનમાં જમ્મુ-કાશ્મીરમા થઈ રહેલી બરફ વર્ષાના પગલે તીવ્ર ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે આ પરિસ્થિતિની અંદર વિવિધ વિસ્તારોંમાં આશ્ચર્યજનક રીતે પ્રદૂષિત પાણીની વધેલી સંખ્યાબંધ ફરીયાદોનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા સમયસર નિકાલ ન કરવાના કારણે કોટ વિસ્તાર,પૂર્વના ગોમતીપુર,રખીયાલ,દક્ષિણના બહેરામપુરા,દાણીલીમડા જેવા અનેક વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના સંખ્યાબંધ કેસો સપાટી ઉપર આવવા પામ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના સત્તાવારસૂત્રોના કહેવા અનુસાર,અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા આ માસની શરૂઆતથી ૧૬ ડિસેમ્બર સુધીમા ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૩૪૫ જેટલા કેસો નોંધાવા પામ્યા છે.ગત વર્ષે ડિસેમ્બર માસમાં કુલ ૪૫૯ કેસ નોંધાવા પામ્યા હતા આમ ગત વર્ષની તુલનામા આ વર્ષે ૧૬ જ દિવસમાં ૩૪૫ કેસ નોંધાઈ ગયા છે.આ સાથે જ પાણીજન્ય એવા કમળાના વિવિધ વિસ્તારોમા મળીને ૧૬ દિવસમા કુલ ૧૨૨ કેસ નોંધાવા પામ્યા છે.પાણીજન્ય એવા ટાઈફોઈડના પમ આ માસની શરૂઆતથી ૧૬ દિવસમાં કુલ ૧૦૩ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી પ્રદૂષિત પાણી આવવાની અનેક ફરિયાદો મ્યુનિસિપલ તંત્ર સમક્ષ કરવામા આવી રહી છે આમ છતાં સમયસર ફરીયાદોનો નિકાલ ન કરવાના કારણે શહેરીજનો મોટી સંખ્યામા આ પાણી પીને વિવિધ રોગનો શિકાર બની રહ્યા છે. અમદાવાદ શહેરમાં ઠંડીનુ પ્રમાણ વધવાની સાથે જ વિવિધ વિસ્તારોમા મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે.જેને લઈને શહેરમા મોટી સંખ્યામા નાગરિકો શરદી,ખાંસી, તાવ સહિતના રોગનો ભોગ બની રહ્યા છે.આ પરિસ્થિતિમાં આ માસની શરૂઆતથી ૧૬ ડિસેમ્બર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મેલેરીયાના કુલ મળીને મેલેરીયાના ૬૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ શહેરમાં આ સમયગાળામા ઝેરી મેલેરીયાના ૨૬ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.તો ચીકનગુનીયાના બે કેસ સામે આવ્યા છે.એડીસઈજીપ્તી મચ્છર જેને માટે કારણભૂત માનવામા આવી રહ્યા છે એવા ડેન્ગ્યુના ૧૬ ડિસેમ્બર સુધીમા કુલ ૨૧ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.

Related posts

નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠક

editor

गुजरात के पूर्व मुख्यमंत्री केशुभाई पटेल का निधन

editor

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1