Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લો : ત્રણ પર ભાજપ, બે પર કોંગીની જીત

રાજય વિધાનસભાની આજરોજ હાથ ધરવામા આવેલી મતગણતરી સમયે અમદાવાદ જિલ્લાની પાંચ બેઠકો ઉપર પણ મતગણતરી હાથ ધરવામા આવી હતી.આ ગણતરીના અંતે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અને દસ્ક્રોઈ બેઠક પરથી જીત થવા પામી છે.જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમા જોડાયેલા તેજશ્રી પટેલનો પરાજય થવા પામ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલારાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ભારે રસાકસી બાદ તેમના નજીકના હરીફ ઉમેદવાર કોંગ્રેસના અશ્વિન રાઠોડ સામે ૫૧૪ મતથી વિજય થવા પામ્યો છે.જ્યારે જિલ્લાની દસ્ક્રોઈ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અને જેમની સામે અનેક પ્રકારના આક્ષેપો કરવામા આવ્યા હતા એવા બબુભાઈ જમનાદાસ પટેલને કુલ ૧,૨૭,૪૩૨ મત મળતા તેઓ વિજયી બન્યા હતા.કોંગ્રેસના પંકજ પટેલને કુલ ૮૨,૩૬૭ મત મળવા પામ્યા હતા.આમ અમદાવાદ જિલ્લામા ભાજપના આ બંને વર્તમાન ધારાસભ્યો તેમની બેઠક જાળવી રાખવામા સફળ થવા પામ્યા છે.આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમા ગયેલા અને અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી ચૂંટણીજંગમા ઉતરનારા તેજશ્રીબેન પટેલને હાર મળી છે.આ બેઠક ઉપર કોંગ્રેસના લાખા ભરવાડનો વિજય થવા પામ્યો છે.તો સાણંદની બેઠક ઉપર ભાજપના કમશી પટેલનો વિજય થવા પામ્યો છે.તેમણે તેમના નજીકના હરીફ કોંગ્રેસના પુષ્પા ડાભીને પરાજય આપ્યો છે.ધંધુકાની બેઠક પર ભારે રસાકસી બાદ કોંગ્રેસના રાજેશ ગોહીલના ૩૫ મતથીવિજયી બન્યા છે.તેમણે ભાજપના કાળુભાઈ ડાભીને પરાજય આપ્યો છે.આમ અમદાવાદ જિલ્લાની કુલ પાંચ બેઠકો પૈકી ત્રણ ભાજપને ફાળે અને બે બેઠકો કોંગ્રેસના ફાળે જવા પામી છે.

Related posts

અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે દર્શનનો સમય વધારાયો

aapnugujarat

भीलोदा से विधानसभा चुनाव लडने के लिए आईपीएस अधिकारी ने नौकरी छोड़ी

aapnugujarat

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1