Aapnu Gujarat
બ્લોગ

કરોડો ખર્ચાયા છતાં ગંગા મૈલી

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગંગાની સફાઈ ન થઈ હોવાના કારણે સખત નારાજગી વ્યક્ત કરી છે. એનજીટીએ કહ્યું કે ગંગાની સ્થિતિ પહેલાં કરતાં ખરાબ થઈ છે અને એની સફાઈ માટે કોઈ જ નક્કર કામ થયું નથી.જસ્ટિસ એકે ગોયલની બેન્ચે કહ્યું કે, અધિકારીઓના ગંગાના કાયાકલ્પના મોટા-મોટા દાવાઓ બાદ પણ પૂરતા પ્રમાણમાં કામ થયું નથી. બેન્ચે એમ પણ કહ્યું કે, નિયમિત રીતે ગંગા સફાઈ પર દેખરેખ રાખવી જરુરી હતી. બેન્ચે ગંગામાં ફેલાતા પ્રદુષણ મામલે સર્વેક્ષણ કરવાનો સૂઝાવ આપ્યો છે. જેથી ખબર પડે કે સામાન્ય માનવી આ મામલે શું વિચારે છે ? બેન્ચે આગળ કહ્યું કે, આ ગંગા નદી દેશની સૌથી પ્રતિષ્ઠિત નદી છે. જેમાં ૧૦૦ કરોડથી વધુ લોકોની આસ્થા છે. પરંતુ આપણે એનું રક્ષણ કરવામાં સમક્ષ નથી. આપણે મળીને એક મજબૂત અને પ્રભાવશાળી યોજના બનાવવાની જરુરિતાય છે.એનજીટીએ આ પહેલાં ગોમુખ અને ઉન્નાવની વચ્ચે ગંગા નદી સાફ કરવા માટે કેન્દ્ર સિવાય ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડ સરકાર દ્વારા લેવાયેલાં પગલાંની રિપોર્ટ ન સોંપવાના મામલે સ્વચ્છ ગંગા મિશન(એનએમસીજી)ની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. એનજીટીની પેનલમાં જસ્ટિસ ગોયલ સિવાય જસ્ટિસ જ્વાદ રહીમ અને એસએસ રાઠૌડ પણ સામેલ છે. એનજીટીએ કહ્યું કે, સરકાર ગંગાની સફાઈ માટે બે વર્ષમાં લગભગ ૭૦૦૦ કરોડ રુપિયા ખર્ચ કરી ચૂકી છે પરંતુ અહીંયા આજે પણ ‘ગંભીર પર્યાવરણીય સમસ્યા’ યથાવત છે.હિંદુ શાસ્ત્રમાં જે નદીને પવિત્ર મનાય છે તેવી ગંગા નદીને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા ઉપરાંત તેના જળનું રક્ષણ કરવા માટે મોદી સરકારની ‘નમામિ ગંગે’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં વર્ષ ૨૦૧૪માં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો બજેટલક્ષી ખર્ચ ફાળવવામાં આવ્યો છે. મોદી સરકારની નમામિ ગંગે યોજના અંતર્ગત કેગે રિપોર્ટ આપ્યો છે જે ઘણો ચોંકાવનારો છે.મોદી સરકારે ગંગા નદીની સ્વચ્છતા માટે ’નમામિ ગંગે’ યોજના શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૧માં ગંગા સ્વચ્છતાનું મિશન હાથ ધરવામાં આવ્યુ હતુ. પરંતુ કેગના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, સ્વચ્છ ગંગા મિશન માટે ફાળવવામાં આવેલ રકમમાં સરકાર ૨૬૦૦ કરોડથી વધુનો ઉપયોગ જ નથી કરી શકી.ગંગાની સ્વચ્છતા માટેના નેશનલ મિશન માટે ફાળવવામાં આવેલ ૨૧૩૩.૭૬, ૪૨૨.૧૩ કરોડ અને ૫૯.૨૮ કરોડ ખર્ચ જ કરવામાં આવ્યો નથી. વિવિધ રાજ્યના કાર્યક્રમ, મેનેજમેન્ટ જૂથો અને એક્ઝિક્યુટીવ એજન્સીઓ / કેન્દ્રિયા જાહેર ક્ષેત્રના સાહસની સાથે અમુક રકમ ૩૧ માર્ચ ૨૦૧૭ સુધીમાં ખર્ચ કરવામાં આવનાર હતી. કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ૪૬ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્‌સ, ઈન્ટરસેપ્શન ડાયવર્સન પ્રોજેક્ટ્‌સ અને નગર પરિયોજનાઓની રકમ ૫,૧૧૧.૩૬ કરોડ રૂપિયા હતી. ૨,૭૧૦ કરોડ રૂપિયાની કિંમતવાળી ૨૬ પરિયોજનામાં મોડું કરવામાં આવેલ છે જેની પાછળનું કારણ જમીન ન મળવી અને ઠેકેદારોનું ધીમીગતિએ કામ કરવુ છે.તમને જણાવી દઈએ કે આ પહેલા સૂચના અધિકારી(આરટીઆઈ)એ ખુલાસો કર્યો હતો કે, સરકાર દ્વારા છેલ્લા ૩ વર્ષમાં ૧૨ હજાર રૂપિયાનું બજેટ આપવાની વાત કરવામાં આવી હતી જેમાંથી ફક્ત ૫૩૭૬ કરોડ રૂપિયા જ બજેટમાં ફાળવવામાં આવ્યા છે. બજેટમાં ફાળવવામાં આવેલ ૫૩૭૬ કરોડ રૂપિયામાંથી ફક્ત ૩૬૩૩ કરોડ રૂપિયા ખર્ચ માટે નીકાળવામાં આવ્યા છે.અગાઉ આરટીઆઇથી ખુલાસો થયો હતો કે સરકારે ગયા ત્રણ વર્ષમાં ૧૨,૦૦૦ કરોડનું બજેટ આપવાની વાત કરી હતી, જેમાં ખરેખર માત્ર ૫,૩૭૮ કરોડ જ બજેટમાં આપવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર ૩,૬૩૩ કરોડ જ ખર્ચ માટે કાઢવામાં આવ્યા હતા અને તેમાં પણ ખરેખર માત્ર ૧,૮૩૬ કરોડ ૪૦ લાખ જ ખર્ચવામાં આવ્યા હતા.આરટીઆઇ થકી મળેલી માહિતી મુજબ, આ યોજનામાં નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ગંગા સફાઈ માટે ૨,૦૫૩ કરોડના બજેટની જોગવાઈ છે. જેમાં માત્ર ૩૨૬ કરોડ જ જારી કરાયા છે. એમાંથી માત્ર ૧૭૦.૯૯ કરોડ જ ખર્ચાયા હતા. એવી જ રીતે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ૧,૬૫૦ કરોડના બજેટની જોગવાઈ કરાઈ હતી. જેમાંથી ૧,૬૩૨ કરોડ જ જારી કરાયા હતા અને ૬૦૨.૬ કરોડ જ ખર્ચી શકાયા હતા.નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૧,૬૭૫ કરોડના બજેટની જોગવાઈ કરાઈ હતી. ત્યારે માત્ર ૧,૦૬૨.૮૧ કરોડ જ ખર્ચવામાં આવ્યા હતા. ગંગા સફાઈની મહત્ત્વાકાંક્ષી યોજના ’નમામિ ગંગે’ કેન્દ્ર સરકાર ચલાવે છે. એ માટે છેલ્લાં ત્રણ વર્ષમાં જંગી બજેટની જોગવાઈ કરાઈ હતી. પરંતુ તેની સરખામણીએ અડધી રકમ પણ ખર્ચાઈ ન હતી તેની પણ માહિતી આરટીઆઇ થકી જ થઈ હતી.આરટીઆઇ માહિતીમાં ગંગા સફાઈ પર સરકારના મોટા દાવાની હવા કાઢી નાખી છે. આરટીઆઇ કાર્યકર્તાએ કરેલી અરજીના જવાબમાં જાણવા મળ્યું કે ’નમામી ગંગે’ની સફાઈની ગતિની સ્થિતિ એવી છે કે સરકાર નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રણ મહિનામાં એક રૂપિયો પણ ખર્ચી શકી નથી.ગંગા નદીને પ્રદૂષિત હોવાનું કલંક ધોવા માટેની કોશિશો વધુ એકવાર નીતિ-ધ્યેયથી ઉત્તરતી હોવાનું જણાય છે. કોશિશ એવી હતી કે, ચીનના લોકોએ વિશ્ર્‌વની સૌથી પ્રદૂષિત નદી ‘પીળી નદી- યલ્લો રિવર’ને માત્ર સ્વચ્છ જ કરી નથી, પરંતુ આદર્શ પર્યટન સ્થળમાં રૂપાંતર કરવામાં સફળતા મેળવી છે. રાજદ્વારી- રણનીતિથી ભલે ચીન સામે વિરોધ હોય, પરંતુ દેશ-દુનિયામાં કયાંય પણ સારૂં કામ થતું હોય તો તેનો બોધ લેવો જોઈએ.ખાસ વાત એ છે કે, મોક્ષદાયિની ગંગાની જલધારાના ટીપે-ટીપાં જળ વૈજ્ઞાનિક રીતે સ્વચ્છ અને શુદ્ધ હોવા જોઈએ. આ દિશામાં કોશિશ થાય છે. ગોમુખથી ગંગા સાગર સુધી આશરે ૨૫૨૫ કિ.મિ.ની લાંબી યાત્રા પસાર કરનાર ગંગાની આસપાસના વિસ્તારો પણ સુરક્ષિત કરવાની કોશિશ છે. ગંગા અને તેની આસપાસનો આશરે ૮૩,૯૪૬ ચો.કિ.મી. વિસ્તાર સંબંધી કાર્ય યોજના માટેની હિલચાલ ચાલે છે.ગંગાને એક બાજુએ પર્યાવરણ આચ્છાદિન આપવાની કોશિશ છે, તો ગંગાજળ કઈ રીતે સ્વચ્છ અને શુદ્ધ થાય તે માટે વિજ્ઞાનીઓની ફોજ અને સુરક્ષા દળો સતર્ક હોવાનું જણાય છે. પર્યાવરણ સંવર્ધનમાં વૃક્ષારોપણ સુધી ઘણી બાબતો પર લક્ષ આપવું પડશે. ખાસ વાત એ છે કે, ગંગા-યમુના જળે કોઈ જાત-પાતનો ભેદ રાખ્યો નથી. ગંગા-યમુના સહિત દેશની સહોદરી નદીઓ જલપ્રદૂષણ વિષે સડકથી સંસદ સુધી ધ્યાન ખેંચી રહી છે, પરંતુ નીતિઓનો અમલ સાચી રીતે થાય તે નિશ્રિ્‌ચત કરવા કોઈ આતુર હોવાનું જણાતું નથી.વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને ભાજપના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં સરકાર રચાઈ ત્યારે મોદીએ સ્વચ્છ ગંગાનું અભિયાનની છડી પોકારીને ગંગા નદીને સ્વચ્છ કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. ૨૦૧૯ સુધીમાં ગંગા સંપૂર્ણ સ્વચ્છ થઈ જશે એવું વચન તેમણે દેશવાસીઓને આપ્યું હતું. ધાર્યું કરવાની પ્રતિષ્ઠા ધરાવનારા સંનિષ્ઠ મોદીજી પર પ્રજાને ગજબનો ભરોસો છે, પરંતુ હકીકત કંઈક જુદું જ ચિત્ર દર્શાવે છે. ૨૦૧૯માં ચૂંટણી છે. મોદી અને ભાજપ ફરીવાર દેશવાસીઓ પાસે મત માગશે, પણ મોદીજી ગંગાને કયું મોં બતાવશે? ગંગાનું એક ટીપુંય સ્વચ્છ- શુદ્ધ થયું નથી. મોદીજીની વિશ્ર્‌વસનીયતા વિશે કોઈ શંકા નથી, પરંતુ તાજેતરમાં જ ગ્રીન ટ્રાઈબ્યુનલે જણાવ્યું કે ‘ગંગાનું એક ટીપુંય શુદ્ધ થયું નથી.’
આથીય વિશેષ શરમજનક બાબત તો એ છે કે સરકારે રાજ્યસભામાં પણ એવું કબૂલ્યું કે હરિદ્વાર, કનૌજથી અલાહાબાદ તથા મુશીરાબાદ જિલ્લાના બેહરામપુરથી લઈને ડાયમંડ હાર્બર (સાઉથ ૨૪ પરગણાઓ) સુધી વહેતી ગંગાનું પાણી નહાઈ શકાય એવું પણ નથી.૨૦૧૭ના ડિસેમ્બરના અહેવાલ પર નજર ફેરવીએ તો એ અહેવાલમાં સ્પષ્ટ જણાવેલું કે ઉત્તર પ્રદેશ, બિહાર તથા પશ્રિ્‌ચમ બંગાળના શહેરોમાં થઈને વહેતી ગંગાના પ્રદૂષણનો સ્તર સેન્ટ્રલ પૉલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ દ્વારા સ્વીકાર્ય સ્તર કરતાં ૩૩૪ ગણું વધુ છે. જળસ્રોત મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ૨૦૨૦ સુધીમાં ગંગા સ્વચ્છ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ નરેન્દ્ર મોદીજીના આ મહત્ત્વકાંક્ષી અભિયાન- ‘નમામિ ગંગે’ સ્વચ્છતા- શુદ્ધતાથી ઘણો દૂર છે. ગડકરીએ ત્યાં સુધી કહેલું કે ૨૦૧૯ના મે સુધીમાં સ્વચ્છ ગંગાનું ૮૦ ટકા કાર્ય પૂર્ણ થઈ જશે. એમના પુરોગામી ઉમા ભારતીએ ૨૦૧૮ સુધીમાં આ મહાકાર્ય પૂરું કરી નાખવાની ઘોષણા કરી હતી, પરંતુ હકીકત એ છે કે રાજ્ય સરકારોએ ગંગા સ્વચ્છ કરવાનું માત્ર ઉપરછલ્લું કામ કર્યું છે. નેશનલ ગ્રીન ટ્રાઈબ્યુનલે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે હરિદ્વારથી ઉન્નાઓ સુધીના પટ્ટામાં નાહી શકાય એવું નથી, પાણી પી શકાય એવું નથી. તેણે સંબંધિત સત્તાવાળાઓને આ બાબતે ત્યાં ‘હેલ્થ વૉર્નિંગ’ આપવાની પણ તાકીદ કરી છે.મોદીનું ‘નમામિ ગંગે’ અભિયાન કે પ્રોજેક્ટની યાદ એટલે આવી કે આપણી પવિત્ર ગંગા નદીને સ્વચ્છ કરવાની માગણી સાથે આમરણ ઉપવાસ પર ઉતરેલા આજીવન ભેખધારી કાર્યકર્તા પ્રો. જી. ડી. અગરવાલનું ઉપવાસ આંદોલન દરમિયાન નિધન થયું છે. સંન્યાસ લઈને સ્વામી જ્ઞાનસ્વરૂપ આનંદ નામ ધારણ કરનાર પ્રો. અગરવાલે ૧૧૧ દિવસના આકરા ઉપવાસ કર્યા. અચાનક એમની તબિયત લથડતા તેમને જબરદસ્તીથી માત્રી સદન આશ્રમ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સોડિયમનું પ્રમાણ અતિશય ઘટી જવાથી ગંગા સ્વચ્છતા અભિયાન ચલાવનારા આ ભેખધારી સંન્યાસીનું અવસાન થયું.આઈઆઈટીના ભૂતપૂર્વ પ્રાધ્યાપક આ વર્ષના જૂનથી ગંગા નદીને સ્વચ્છ કરવાની માગણી કરી રહ્યા હતા. નિર્મળ સ્વચ્છ ગંગા અવિરત વહે એવી એમની મહેચ્છા હતી. તેમણે સંપૂર્ણ જીવન સ્વચ્છ ગંગા માટે સમર્પિત કરી દીધું હતું. એમના જીવનનો મહામંત્ર હતો ‘સ્વચ્છ ગંગા’. ગંગા બેઝીનના હાલ ચાલતા તમામ હાઈડ્રો પાવર પ્રોજેક્ટો બંધ કરાવવાની તેમની માગણી હતી. તેમણે ગંગા પ્રોટેક્શન ઍન્ડ મેનેજમેન્ટ ઍક્ટની પણ માગણી કરી હતી.અગાઉ યુપીએ સરકાર દરમિયાન નેશનલ રિવર ગંગા બેઝીન ઑથોરિટીના સભ્યપદે રહી ચૂકેલા સ્વામી સાનંદે ૨૦૧૦માં ૩૮ દિવસના ઉપવાસ કરીને જળના અસ્ખલિત પ્રવાહને રોકતા ભાગીરથી નદી કિનારાના ૬૦૦ મેગાવૉટના લોહારી નાગપાડા પ્રોજેક્ટને રદ કરાવ્યો હતો. ગંગા નદીને સ્વચ્છ કરાવવાની ઝુંબેશ સામે લડીને પ્રાણની આહુતિ આપનારા સ્વામી સાનંદ એક જ નથી. અગાઉ ૨૦૧૧માં ૩૬ વર્ષીય સ્વામી નિગમાનંદે બે મહિનાથી વધુ દિવસ આમરણ ઉપવાસ કરીને જીવ આપ્યો હતો.‘સ્વચ્છ ગંગા મિશન’ છેલ્લાં ૪૦ વર્ષથી ચાલે છે – અસ્ખલિત રીતે આ મિશન ચાલ્યું આવે છે. ક્યાં શું ખોટું થઈ રહ્યું છે અને શું કરવાની જરૂરત છે એ વાત કોઈથી અજાણી નથી. છતાં ‘નમામિ ગંગે’ પ્રકલ્પ લબડી રહ્યો છે. કાયદાના ઉલ્લંઘનો, ખોટી ટેક્નિકાલિટીઓ, બેફામ ભ્રષ્ટાચાર તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સુમેળ અને સંકલનના અભાવને પરિણામે ‘સ્વચ્છ ગંગા’ની વાત વિસરાઈ જાય છે.બે હજાર પાંચસો પચીસ કિલોમીટરના પટ્ટા પર આવેલાં લગભગ ૧૦૦ શહેરો તથા ટાઉનો તેમ જ નદી કાંઠે વસેલાં ગામડાંની ગટરોનું પાણી અને કચરો ગંગાના પ્રદૂષણમાં વધારો કરે છે. ગંગાનો મુખ્ય પ્રવાહ વહે છે તે સ્થળે ૧૮ મિલ્યન સેપ્ટિક ટૅન્ક અને દસ મિલ્યન ટોઈલેટો છે. સ્વાભાવિક રીતે જ મળમૂત્ર ગંગામાં ઠલવાય છે.એકમાત્ર વારાસણીમાં વરસે ૩૩ હજાર શબના અગ્નિસંસ્કાર થાય છે. અસ્થિ પધરાવાય છે.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાજકીય શક્તિ

aapnugujarat

शिक्षा में क्रांति का तरीका

editor

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1