Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હી સરકારની સત્તા ઓછું કરતા બિલ વિરુદ્ધ કેજરીવાલ સુપ્રિમ કોર્ટ જશે

લોકસભા અને રાજ્યસભામાંથી દિલ્હીની સરકારની સત્તા ઓછું કરતું બિલ પસાર થાય બાદ કેજરીવાલ હવે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે. લોકસભા અને રાજ્યસભામાં જીએનસીટી બિલ પાસ થઈ ગયું છે ત્યારે હવે આ બિલને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હી સરકાર આ બિલ સામે દેશની સૌથી મોટી અદાલતમાં અરજી દાખલ કરી શકે છે. આ કામ કરવા માટે લીગલ ટીમ સાથે સલાહ લેવામાં આવી રહી છે. દિલ્હી સરકારનું માનવું છે કે આ સંશોધનથી સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલી શકાય છે.
દિલ્હી સરકારની લીગલ ટીમ આ બિલનું અધ્યયન કરશે અને તે બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ રકવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકારે આ માટે તૈયારી શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે ગઇકાલે જ રાજસયભાંમાંથી આ બિલને પસાર કરવામાં આવ્યો છે. આ બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બિલ કાયદો બની જશે. આ બિલના પસાર થયા બાદથી કેજરીવાલ દિલ્હીમાં માત્ર નામના સીએમ બનીને રહી ગયા છે. દિલ્હીની સત્તાનું કેન્દ્ર હવે રાજ્યપાલ રહેશે. રાજ્યસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કે જૉ દિલ્હીના બધા જ અધિકાર એક એલજીને જ આપી દેવાના હોય તો સરકારની જરૂરત જ શું છે? મુખ્યમંત્રીની ચૂંટણીની પણ શું રજરું છે? ભાજપની સરકાર એલજીના માધ્યમથી સરકાર ચલાવવા માંગે છે.

Related posts

કાશ્મીરમાં થયો હુમલો,બે જવાન થયા શહીદ

editor

2 Earthquakes of 4.8 magnitude in Satara district of Maharashtra

aapnugujarat

12-year-old girl not allowed to proceed to Sabarimala

aapnugujarat

Leave a Comment

UA-96247877-1