Aapnu Gujarat
મનોરંજન

‘મને તેણે વારંવાર ઓરલ સેક્સની ફરજ પાડી હતી’ : અઝીજ અંસારી

ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં ટીવી કેટેગરીમાં બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત થયેલ ભારતીય મૂળના અભિનેતા અજીજ અન્સારી પર બ્રુકલિનની એક ૨૩ વર્ષીય મહિલા ફોટોગ્રાફરે જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.મહિલા ફોટોગ્રાફરનું કહેવું છે કે, હું અન્સારીને ૨૦૧૭માં એમી એવોર્ડની એક પાર્ટી બાદ મળી હતી. અમે એક બીજાને કંપની ખૂબ પસંદ હતી માટે અમે એક બીજાને ડેટ કરવા લાગ્યા. એક દિવસ તેણે મને ન્યોયોર્ક સિટીમાં બનેલ પોતાના એપાર્ટમેન્ટમાં બોલાવી. અહીં મારા વિરોધ કરવા છતાં તેણે મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો.ન્યૂઝ ડોટ કોમમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મહિલાએ જણાવ્યું કે, અજીજ મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે સતત ઓરલ સેક્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું સતત કહેતી રહી કે આ બધી વસ્તુ સાથે હું કમ્ફર્ટેબલ નથી. પરંતુ મારી એક પણ વાત અજીજને સાંભળી નહીં. તે સતત મારા પર સેક્સ કરવા માટે દબાણ કરી રહ્યો હતો. તેના ફ્લેટ પર બેકગ્રાઉન્ડમાં ટીવી ચાલી રહ્યું હતું. મારા અવાજને સાંભળ્યા વગર તે મને કિસ કરવાનો પ્રયત્ન કરતો રહ્યો.હું કોઈપણ રીતે ત્યાંથી નીકળીને કેબથી મારા ઘરે આવી ગઈ. તે દિવસે આખી રાત હું કેબમાં રડતી રહી. આ દરમિયાન મહિલાએ અજીજ અન્સારીને મેસેજ કર્યો, જેમાં ડિનર ડેટ પર જે થયું તે તમારા માટે મજાકની ક્ષણ હોઈ શકે પરંતુ મારા માટે ન હતી.આ મેસેજનો અન્સારીએ જવાબ પણ આવ્યો કે, આ બધુ સાંભળીને મને દુખ થયું, મને લાગે છે કે ડિનર ડેટ પર જે કંઈપણ થયું તેને ખોટી રીતે સમજવામાં આવી. હું એ બધા માટે માફી માગુ છું. અજીજને સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, મહિલા ફોટોગ્રાફરે બધુ જ મને મેસેજ દ્વારા જણાવ્યું.જણાવીએ કે, ગ્લોબ એવોડ્‌ર્સમાં ભારતીય મૂળના અજીજ અન્સારીને ટીવી સીરીઝ ધ માસ્ટર ઓફ નન માટે મ્યૂઝિકલ કોમેડી કેટેગરીમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. અજીજ અન્સારીનો જન્મ કોલમ્બિયામાં એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો છે. તેનો પરિવાર ભારતના તમિલનાડુ સાથે જોડાયેલ છે.

Related posts

સંજય દત્તની ઈમેજ સુધારવા ફિલ્મ નથી બનાવી : રાજકુમાર હિરાણી

aapnugujarat

Sahil Khan FIR against 3 people for allegedly defaming him on social media

aapnugujarat

અક્સર -૨ ફિલ્મમાં ઝરીન ખાન સેક્સી ભૂમિકામાં હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1