Aapnu Gujarat
મનોરંજન

નોકર હોઉં એવો વ્યવહાર હિના મારી સાથે કરતી : શિલ્પા શિંદે

‘બિગ બૉસ’ની વિજેતા બન્યા બાદ પણ શિલ્પા શિંદેનું કહેવું છે કે તે હરીફ સ્પર્ધક હિના ખાનને માફ નહીં કરે, કારણ કે તે શોમાં તેને એક નોકરની જેમ ટ્રીટ કરતી હતી. સાડાત્રણ મહિના ચાલેલા આ શોમાં સ્ટાર પ્લસ પર આવેલી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં જોવા મળેલી હિના ખાન અને શિલ્પા શિંદે વચ્ચે શરૂઆતથી જ મતભેદ જોવા મળ્યા હતા. આ શોમાં શિલ્પા શિંદે રવિવારે વિજેતા જાહેર થઈ હતી અને તેને ૪૪ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ શોના વિજેતાને ૫૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત થઈ હતી, પરંતુ શોના સ્પર્ધક વિકાસ ગુપ્તાને એક ટાસ્ક આપવામાં આવ્યો હતો, જેમાં તે નવ લાખ રૂપિયા જીતી શકે એમ હતું. જોકે વિકાસ ફક્ત છ લાખ રૂપિયા જીતી શકતાં એ રકમને ટોટલ ઇનામમાંથી કાપવામાં આવી હતી.
આ શોમાં શિલ્પાને જેટલું પણ સહન કરવું પડ્યું છે એ માટે તે હિનાને જવાબદાર ગણે છે.વિજેતા જાહેર થયા બાદ શિલ્પાએ કહ્યું હતું કે ‘આ શોમાં સૌથી નીચ વ્યક્તિ હોય તો એ છે હિના ખાન. જો તેને તમારી પાસેથી કંઈ જોઈતું હોય તો જ તે તમારી સાથે સારી રીતે વાત કરશે. તેણે કરેલી કોઈ પણ કમેન્ટ વિશે તમે સવાલ કરશો તો તે કહેશે કે ઐસા મૈંને કબ કહા થા. તે તરત જ તેણે કરેલી કમેન્ટનો ઇનકાર કરી દેશે.’
શિલ્પા અંદરથી ઇચ્છતી હતી કે ફિનાલેમાં તેનો સામનો હિના ખાન સાથે થાય અને હકીકતમાં એવું જ થયું એની તેને ખૂબ જ ખુશી છે. આ શોમાં હિના ‘બિગ બૉસ’ના ઘરમાં એક પણ સ્પર્ધકની પૉપ્યુલર નથી બની. ‘બિગ બૉસ’ના ફૅન્સે પણ સોશ્યલ નેટવર્ક પર ઘણી ટીકા કરી હતી. ટીવી-ઇન્ડસ્ટ્રીની કેટલીક સેલિબ્રિટીઝે પણ તેનો વિરોધ કર્યો હતો અને આ શોમાં જઈને પણ તેમણે હિનાનો તેની સામે વિરોધ દેખાડ્યો હતો. આ શોમાં શિલ્પાએ સાડાત્રણ મહિના સુધી તમામ સ્પર્ધક માટે ખાવાનું બનાવ્યું હતું. તેનો ઉપકાર માનવા કરતાં હિનાએ તેની ટીકા કરીને કહ્યું હતું કે તે ટાસ્કમાં ભાગ ન લેવા માટે રસોઈ બનાવે છે. તેનું આ સ્ટેટમેન્ટ શિલ્પાને જરાપણ પસંદ નહોતું પડ્યું. તેના સ્ટેટેમેન્ટ વિશે શિલ્પાએ કહ્યું હતું કે ‘આ શોમાં હિના તેને એક નોકર તરીકે ટ્રીટ કરતી હતી.

Related posts

સની દેઓલની નવી ફિલ્મ ૧૯મી ઓક્ટોબરે રિલિઝ

aapnugujarat

कई लोगों ने मुझे ‘पैडमैन’ बनाने से मना किया था : ट्विंकल खन्ना

aapnugujarat

‘सत्यमेव जयते 2’ का पोस्टर रिलीज, जबरदस्त एक्शन में दिखे जॉन अब्राहम

editor

Leave a Comment

UA-96247877-1