Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમેઠીમાં રાહુલ ગાંધીના વિરોધમાં ભાજપ અને કોંગ્રેસસામ-સામેઃ પોલીસે કર્યો લાઠી ચાર્જ

અમેઠીમાં રાહુલ ગાંધીના વિરોધમાં આજે ફરી ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. રાહુલ ગાંધી કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પહેલી વાર યુપી ગયા હતાં જ્યાં એક તરફ તેમના સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ અને બીજી તરફ ભાજપના કાર્યકરોએ ગૌરીગંજમાં ભારે વિરોધ કર્યો. બીજા દિવસે રાહુલ ગાંધીએ મુસાફિરખાનામાં સમર્થકો અને વેપારીઓ સાથે મુલાકાત કરી. વેપારીઓએ જીએસટી અંગેની પોતાની સમસ્યાઓ રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરી.
રાહુલ ગાંધીએ જીએસટીની સમસ્યા માટે મોદીને જવાબદાર ઠેરવ્યા.ગૌરીગંજમાં રાહુલના પ્રવાસ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના અને કોંગ્રસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. કોંગ્રસી નેતાઓએ વહીવટીતંત્ર પર પક્ષપાતનો વિરોધ કરીને ધરણાં કરવાનું શરૂ કર્યુ હતુ. પરિસ્થિતિ કાબૂમાં ના આવતા પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો.

Related posts

देश में कोरोना का आंकड़ा 49 लाख के पार

editor

દાર્જીલિંગમાં સ્થિતિ વણસી : દેખાવો હજુ જારી

aapnugujarat

विडियो में टाइटलर ने कबूला १०० सिखों की हत्या का गुनाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1