Aapnu Gujarat
મનોરંજન

સલમાન ખાનને પાછળ રાખી હૃતિક રોશન બન્યો મોસ્ટ હેન્ડસમ અભિનેતા

બોલિવૂડના સુપરસ્ટાર હૃતિક રોશને વિશ્વભરમાં નામના મેળવી છે. લાખો લોકોના દીલ પર રાજ કરતો હૃતિક ‘વર્લ્ડસ મોસ્ટ હેન્ડસમ’ એક્ટર બની ગયો છે. આ યાદીમાં ત્રણ વર્ષ સુધી ટોચ પર રહેનાર હૃતિક રોશન આ વર્ષે પણ મોસ્ટ હેન્ડસમ એક્ટર જાહેર થયો છે. આ યાદી વર્લ્ડ ટોપમોસ્ટ ૨૦૧૮ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં બોલિવુડ અભિનેતા રિતિક રોશન પહેલા ક્રમે જ્યારે સલમાન ખાન પાંચમા ક્રમે છે.આ યાદીમાં હૃતિક બાદ રોબર્ટ પિટરસન, તાઇવાન અભિનેતા ગોડફ્રે ગાઓ અને ક્રિસ ઇવાન્સ છે. ટોપ ૧૦ યાદીમાં સલમાન બાદ ડેવિડ બોરિયનઅઝ, નૂહ મિલ્સ, હેનરી કૈવિલ, ટોમ ઢડલેસ્ટન અને સૈમ હેગુંઘનનો સમાવેશ કરાયો છે. આ યાદી અભિનેતાઓના લૂક, ગ્લોબલ ફેન ફોલોઇંગ, બોકસ ઓફિસ પર્ફોમન્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેમ જ સોશિયલ મીડિયા પરના ટ્રેન્ડ બાદ બનાવવામાં આવે છે જેમાં આ દરેક વાતનું ધ્યાન રાખ્યા બાદ ટોપ ૧૦ની યાદી જાહેર કરવામાં આવે છે. હૃતિક આ અગાઉ સેકિસએસ્ટ એશિયન મેન, હોટેસ્ટ મેન ઓન ધ પ્લેનેટનો પુરસ્કાર પણ જીતી ચૂકયો છે. બોલિવુડમાં હૃતિકની ફેન ફોલોઇંગ લાંબી છે અને તેના અભિનય, બોડી તેમ જ તેની ડાન્સિંગ સ્ટાઈલના ચાહકોની સંખ્યા કરોડોમાં છે.

Related posts

अली फजल को मिली एक और हॉलिवुड की फिल्म

aapnugujarat

સલમાનથી શાકીબ અને ફ્રેડી દારૂવાલા પ્રભાવિત

aapnugujarat

वीरांगनाओं पर बनें ज्यादा से ज्यादा फिल्में : गुल पनाग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1