Aapnu Gujarat
મનોરંજન

સલમાનથી શાકીબ અને ફ્રેડી દારૂવાલા પ્રભાવિત

શાકીબ સલીમ અને ફ્રેડી દારુવાલા જેવા જે નવા કલાકારો સલમાન ખાન સાથે પ્રથમ વખત કામ કરી ચુક્યા છે તે લોકો પણ સલમાનથી ખુબ જ પ્રભાવિત થયા છે. જેકલીન, ડેઝી શાહ સલમાનની પ્રશંસા કરતા થાકતી નથી જ્યારે હવે રેસ-૩ના સહ સ્ટારો પણ સલમાન પર ફીદા થઇ ગયા છે જેમાં બોબી દેઓલ અને શાકીબ સલીમનો પણ સમાવેશ થાય છે. શાકીબ દબંગ સ્ટાર સાથે પ્રથમ વખત કામ કરી રહ્યો છે. તેનું કહેવું છે કે, શરૂઆતમાં તે ખુબ જ નવર્સ દેખાઈ રહ્યો હતો કારણ કે, તે સલમાન ખાન જેવા મોટા સ્ટાર સાથે કામ કરી રહ્યો હતો પરંતુ થોડાક દિવસ પછી જ જાણવા મળ્યું કે સલમાન ખાન ખુબ જ સોનાનું દિલ ધરાવનાર વ્યક્તિ તરીકે છે. સૌથી મોટી બાબત એ છે કે, સલમાન ખાન તમામનું સન્માન પણ કરે છે.
આ થ્રીલર અને રોમાંચક ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં સલમાન મુખ્ય રોલમાં છે. સલમાને ફિલ્મમાં સિકન્દર તરીકેના પાત્રની ભૂમિકા અદા કરી છે. રેસ-૩ ફિલ્મના સુત્રોએકહ્યુ છે કે સલમાને આ ફિલ્મમાં કામ કરવા માટે કેટલીક શરતો પહેલાથી જ મુકી દીધી હતી. જે સ્વીકારી લેવામાં આવ્યા બાદ તે શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મમાં જેક્લીન અને ડેઝી શાહને ખુબ ોલ્ડ રોલમાં રજૂ કરવામાં આવી છે. ભરપુર ગ્લેમર ફિલ્મમાં છે. મળેલી માહિતી મુજબ સલમાને રાઇટર્સ અને ડાયરેક્ટર્સ રેમો ડિસોઝા અને નિર્માતા રમેશ તોરાનીને ફિલ્મ ફની બનાવવા માટે કહ્યુ હતુ. શાકીબ સલીમની ફિલ્મમાં ખુબ જ પડકારરુપ ભૂમિકા છે અને તે ફિલ્મને લઇને આશાવાદી પણ છે.

Related posts

બાદશાહો ફિલ્મને લઇ ઇશા ગુપ્તા ઉત્સુક

aapnugujarat

શ્રદ્ધા કપુર ટાઇગર શ્રોફની સાથે ફરી ચમકશે

aapnugujarat

‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું ૭૭ વર્ષની ઉંમરે નિધન

editor

Leave a Comment

UA-96247877-1