Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દાર્જીલિંગમાં સ્થિતિ વણસી : દેખાવો હજુ જારી

અલગ રાજ્યની માંગણીને લઇને શરૂ કરવામાં આવેલી અચોક્કસ મુદ્દતની હડતાળ ગોરખાજન મુક્તિ મોરચાની આજે સાતમાં દિવસે યથાવત જારી રહી હતી. દાર્જીલિંગ પહાડી વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. અચોક્કસ મુદ્દતની હડતાળ જારી છે ત્યારે આંદોલન વધુ તીવ્ર બની શકે છે. કારણ કે, ગોરખા જનમુક્તિ મોરચાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર સાથે આ લોકોએ વાતચીત કરવાની તૈયારી બતાવી છે. મમતા બેનર્જીએ ગોરખા જનમુક્તિ મોરચાના આંદોલનને એક કાવતરા તરીકે ગણાવીને તેની સાથે જોડાયેલા લોકોના સંબંધ બળવાખોરો સાથે હોવાની વાત કરી હતી જેના લીધે ગોરખાલેન્ડના દેખાવકારો વધુ નાખુશ દેખાઈ રહ્યા છે. ઓડિયો વિજ્યુઅલ નિવેદનમાં ગોરખા નેતાનું કહેવું છે કે, મમતા બેનર્જીના આક્ષેપ બિલકુલ આધારવગરના છે. લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. અમારુ આંદોલન યથાવતરીતે જારી રહેશે. અગાઉ જીજેએમ લીડરશીપે દેખાવ રેલી યોજવાનો નિર્ણય કર્યો હતો. હિંસક દેખાવો દોર જારી છે ત્યારે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દિન પ્રતિદિન વધુ વણસી રહી છે. અલગ ગોરખાલેન્ડ રાજ્યને લઇને દેખાવોનો દોર ચાલી રહ્યો છે. જીએલપીમાં વધુ યુવાનોની ભરતી કરવામાં આવનાર છે તેવી વાત આંદોલનકારીઓ દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકાર ઉપર દબાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ૩૦૦૦ જેટલા યુવાનોને તાલીમ આપવામાં આવી છે જે હવે બંધમાં જોડાશે. ગોરખાજન મુક્તિ મોરચા દ્વારા જાહેર કરવામાં આવેલા અચોક્કસ મુદ્દતના બંધની આજે પણ માઠી અસર થઇ હતી. સતત સાતમાં દિવસે અચોક્કસ મુદ્દતના બંધના લીધે જનજીવન ખોરવાઈ ગયું હતું. હાલમાં દાર્જીલિંગ અંધાધૂંધી હિંસામાં ફેરવાઈ જતાં બે સમર્થકોના મોત થયા હોવાનો દાવો જીજેએમ દ્વારા કરવામાં આવ્યો છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.
કઠોર ધારાધોરણો પણ અમલી બનાવવામાં આવ્યા છે. જુદી જુદી માંગણીઓને લઇને દેખાવોનો દોર ચાલી રહ્યો છે. જીજેએમના નેતા તમંગે દાવો કર્યો છે કે, ૨ બે કાર્યકરોના મોત થયા છે. પોલીસે તેમના ઉપર ગોળીબાર કર્યો હતો. બીજી બાજુ પોલીસના એડીજીએ આ દાવાને રદિયો આપ્યો છે.

Related posts

Bomb squad defuses suspected IED in Navi Mumbai

aapnugujarat

આરબીઆઈની પોલિસી મિટિંગ મંગળવારથી શરૂ

aapnugujarat

૨૬ જાન્યુ.નીપરેડમાં ચીફ ગેસ્ટ હશે ૧૦ આસિયાન દેશોના નેતા, પીએમ મોદીએ આપ્યું આમંત્રણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1