Aapnu Gujarat
બ્લોગ

કુંવારા રહેવાથી ડિમેંશિયાનું વધી શકે છે જોખમ..!

ઘણી વખત જોવામાં આવે છે કે મોટા ભાગે લગ્ર કરેલ લોકો પોતાના લગ્નથી ખુશ નથી હોત. પોતાના કુંવારા મિત્રોને જોઇને પોતાના લગ્નને લઇને દિલગીર હોય છે. જો તમે પણ આ વ્યક્તિમાંના એક હો તો હવે દિલગીર થવાનું છોડી દો. કેમ કે હાલમાં જ કરવામાં આવેલ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે મેરીડ લોકોમાં કુંવારા લોકોની સરખામણીએ ડિમેંશિયાનો ભય ઓછો હોય છે.ન્યૂરોલોજી, ન્યૂરોસર્જરી અને સાઇકાઇટ્રી જનરલમાં પ્રકાશિત સ્ટડી મુજબ જીવભર કુંવારા રહેનારમાં ડિમેંશિયાનો ભય ૪૨ ટકા સુધીનો હોય છે. તેમજ જે લોકોના પાર્ટનરનું મૃત્યુ થયા બાદ એકલા રહેતા હોય તે લોકોમાં સામાન્ય લોકોની સરખામણીએ આ બિમારીનો ભય ૨૦ ટકા વધારે હોય છે.સંશોધકો અનુસાર મેરિડ અને ડિમેંશિયા એકબીજા સાથે સંબંધ ધરાવે છે, કારણ કે જીવનમાં પાર્ટનર દ્વારા એક બીજાને મદદ અને તકેદારી રાખવાથી ડિમેંશિયાનો ભય ઘણી ઓછી હદ સુધી રહે છે.ડિમેંશિયા એક એવી બિમારી છે જેમાં તમે વસ્તુઓને ભુલવા લાગો છો, તમારો સ્વભાવ સ્વીંગ થવા લાગે છે. કામમાં તમારું મન લાગતું નથી અને સ્વભાવ ચિડીયો બની જાય છે.

Related posts

મોદી સરકારનાં ૪ વર્ષઃ મોદી બ્રાન્ડ મજબૂત બની

aapnugujarat

ભાજપને ઉભો કરનાર દિલ્હીનાં શેર : મદનલાલ ખુરાના

aapnugujarat

ડિયર મારી પિયર ગઈ છે!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1