Aapnu Gujarat
રમતગમત

ઈંગ્લેન્ડના કેપ્ટન રૂટે એશીઝ સિરીઝની હારનું ઠીકરું પીચ પર ફોડ્યું

એશીઝ શ્રેણી ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પરાજયનું ઠીકરું પીચ પર ફોડ્યું છે. રૂટે કહ્યું કે, ”જ્યારે રમત રોકવામાં આવી ત્યારે અમારી પાસે મેચ બચાવવાની તક હતી. પાંચમા દિવસે સવારે પણ વરસાદને કારણે પહેલા સત્રની રમત શક્ય બની શકી નહોતી, પરંતુ જ્યારે વરસાદ બંધ થયો ત્યારે મેદાનકર્મીઓએ પીચને સૂકવવા માટે વધારે સમય લીધો. પીચ ભેજવાળી હતી. જ્યારે પીચને સૂકવવામાં આવી રહી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્ટીવ સ્મિથ પણ પીચની આસપાસ ફરતો નજરે પડ્યો હતો. તેણે મેદાનકર્મીઓ સાથે વાતચીત પણ કરી હતી. સામાન્ય રીતે વરસાદ બાદ સૌ પ્રથમ મેદાનમાંથી પાણી કાઢવામાં આવે છે, ના કે પીચ સૂકવવામાં આવે છે, કારણ કે પીચને તો કવરથી ઢાંકી દેવામાં આવી હતી.  મેદાનકર્મીઓએ પીચને વેક્યુમ ક્લિનર અને બ્લોઅરથી સૂકવી. આવો પ્રયાસ સામાન્ય રીતે ક્રિકેટ મેચ દરમિયાન ક્યારેય જોવા મળતો નથી. પીચ બેટ્‌સમેન માટે સંપૂર્ણપણે તૈયાર નહોતી, પરંતુ અમને બેટિંગ કરવા માટે કહી દેવામાં આવ્યું.” રૂટે વધુમાં જણાવ્યું કે, ”ચોથા દિવસ સુધી સારી રહેલી પીચે વરસાદ બાદ અચાનક મિજાજ બદલ્યો. આ જ કારણે અમારો પરાજય થયો. મેચ દરમિયાન અમારા ખેલાડીઓ પીચના મિજાજ અંગે સતત અમ્પાયર સાથે વાત કરતા રહ્યા, આમ છતાં મેચ રોકીને પીચની તપાસ કરવામાં આવી નહીં.”

Related posts

टी-20 : जिम्बाब्वे को 4 रन से हराकर सिंगापुर ने रचा इतिहास

aapnugujarat

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે રોમાંચક ટ્‌વેન્ટી-૨૦ જંગ થશે

aapnugujarat

हार्दिक की जगह लेने के नहीं खुद को साबित करने आया हूं : शिवम दुबे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1