Aapnu Gujarat
બ્લોગ

ડિયર મારી પિયર ગઈ છે!

ડિયર મારી પિયર ગઈ છે!

એમ ન સમજશો કે લાલાને બસ હવે લીલાલહેર થઇ ગઇ છે!
અરે હવે જ તો ખરી ભાંજગડ શરુ થઇ છે!!!!
સવાર સાંજના ખાણી –પીણીની ચિંતા ઉભી થઇ ગઈ છે!

ડિયર મારી પિયર ગઈ છે!

ડિયર મારી જતાં જતાં એક ટાણાનો પ્રબંધ કરતી ગઈ છે!
હા એટલી દયા તો એ કહ્યા વિના જ કરતી ગઈ છે!
સાથે સાથે બેંકમાંથી રૂપિયા ઉપાડતી ગઈ છે!
કાર્ડ સાથે લેતી ગઈ છે ને મને ખિસ્સા ખર્ચીના રોકડા આપતી ગઈ છે!

ડિયર મારી પિયર ગઈ છે!

બારી – બારણા બધું બરાબર બંધ કરીને જજો !
ઉપર નીચે સ્ટોપર મારજો, ઘરની બહાર નીકળતા પહેલા લાઈટ –પંખા બંધ કરજો !
ઘર ચોખ્ખું રાખજો, ……હાથને થોડી તસ્દી આપી કચરો વાળી લેજો !
ઘરનું જ કામ છે!!!, પારકાનું નહી એ વાત યાદ રાખજો !
તમારા જેવા જ વ્હાલા મારા ગુલાબ, મોગરો તુલસીના છોડને પાણી પીવડાવતા રહેજો !
અને હા પાણી એક જ ટાઈમ આવે છે ભૂલ્યા વગર ભરી લેજો
વોટ્સએપ અને ફેસબુકમાં ખોવાઈ ન જતા
આઈ પી એલ જોવામાં એટલા ઘેલા ન થતા કે બધું વિસરાઈ જાય
ભાઈ’સાબ તમારું તો ભલું પુછુ …કશું જ ન કહેવાય!
કપડા સુકાઈ જાય તો તાર પરથી ઉતારી ગડી વાળી મૂકી દેજો
મારી યાદમાં ઉજાગરો ન કરતા થોડા વહેલા સુઈ જજો!
ઓહો જગત આખાનો પાઠ ભણાવતી ગઈ છે!

ડિયર મારી પિયર ગઈ છે!

થોડા જ બહુ વધારે નહી હો!! પણ ટીપ ટોપ થઇ ને ફરજો!
લઘરવઘર ફરતા નહી
આ બાઈ વરનું કશું ધ્યાન રાખતી જ નથી એવું કોઈને કહેવાનું રાખશો નહી
ઘરમાં ટોળા ટપ્પી કરતા નહી!
ખોટી ખોટી ડંફાસ મારનારાઓની સભા ભરતા નહી!
તારું જ ઘર છે એમ કહી બધું લુટાવતા નહી!
બહુ ઉદાર બનતા નહી!
….ટકોર એવી ડિયર કરતી ગઈ છે!

ડિયર મારી પિયર ગઈ છે!

પાછા આવવામાં એક બે –દિવસ આમ તેમ થાય પણ ખરા.!!!! હાં !!! કહી દઉં છું!!
પછી ફોન કરી કરીને ક્યારે આવે છે? ક્યારે આવે છે?
એવું પૂછી પૂછી ને મગજનું દહી કરતાં નહી !!
હાથ વાંર વાંર ઊંચા કરી ડિયર મારી આવજો આવજો!કરતી ગઈ

ડિયર મારી પિયર ગઈ છે!

જે મળે એ ખાઈ થોડા દિવસ ચલાવી લેજો ! નખરા કરતા નહી !
કાચી પાકી જેવી આવડે એવી ખીચડી પકાવી પચાવી લેજો!
મિત્ર બહુ આગ્રહ કરે તો !, આનાકાની કરતાં નહી!!,ખાઈ લેજો!
પાસ્તા, ચાઇનીઝ ને મોંગોલિયન ફૂડથી દસ ફૂટ દૂર રહેજો!
લારી પરની પાણી પૂરી મારા સિવાય એકલા ખાતા નહી
અને ખાધી છે તો પેટમાં દુ:ખશે એવા ટોણા મારતી ગઈ છે

ડિયર મારી પિયર ગઈ છે!

મારા ફોન નંબરનું બેલેન્સ ભરાવતા રહેજો
ફોન તમારી જેમ સાયલન્ટ મોડ પર મુકતા નહી!
મારી જેમ એને પણ બોલવા દેજો!!
ને હાં મિસ કોલ નો ઉત્તર તુરંત આપજો!આદેશ એવો એ તો આપતી ગઈ છે!!

ડિયર મારી પિયર ગઈ છે!

ડિયર નો ડિયર

Related posts

भ्रष्टाचार ही शिष्टाचार है

editor

શિવજીનું સ્વરૂપ

aapnugujarat

આંખના ઇશારે શરૂ થયેલો સંવાદ જીવનભરનો સંગાથ બની ગયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1