Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જેરુસલેમન માન્યતા આપવાના મુદ્દે અમેરિકી એકલું પડી ગયું

ઈઝરાયેલની રાજધાની તરીકે જેરુસલેમન માન્યતા આપવાના મુદ્દે અમેરિકી એકલું પડી ગયું છે, પરંતુ આ નિર્ણયને પરત લેવાની સુરક્ષા પરિષદમાં કરાયેલી માગણી વિશેના પ્રસ્તાવ પર વીટોનો ઉપયોગ કર્યો છે. બાકીના ૧૪ સભ્યોએ ઈજિપ્તે રજૂ કરેલા પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું છે. પ્રસ્તાવમાં અમેરિકા કે ટ્રમ્પનો ઉલ્લેખ કરાયો ન હતો, પરંતુ સ્પષ્ટપણે જેરુસલેમ અંગેના વર્તમાન નિર્ણય અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.પ્રસ્તાવમાં ઉમેરવામાં આવ્યું હતું કે જેરુસલેમની સ્થિતિ, ભૂગોળ અને જનસંખ્યા બાબતે કોઈ પણ પ્રકારનો કાયદેસરનો ફેરફાર નહીં જ થાય. અમેરિકાએ વર્તમાન મહિનામાં જ દાયકા જૂની અમેરિકાની નીતિમાં ફેરફાર કર્યો હતો અને ઈઝરાયેલની રાજધાની તરીકે જેરુસલેમને માન્યતા આપી હતી. અમેરિકાના આ નિર્ણયથી તેના જ પશ્ચિમના સહયોગી દેશોમાં પણ ચિંતા છવાઈ ગઈ છે.અરબ દેશો અને પેલેસ્ટાઈને પણ આ નિર્ણય અંગે ઉગ્ર પ્રતિભાવ આપ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ આ નિર્ણય સુધી મર્યાદીત નથી. તેમની યોજના અમેરિકાના દૂતાવાસને તેલ અવીવથી જેરુસલેમ ખસેડવાની છે.

Related posts

ટિકટોકે અમેરિકામાં બાળકીનો જીવ લીધો

aapnugujarat

ભારતે જે ૨૨ લોકેશન આપ્યા, ત્યાં એક પણ ટેરર કેમ્પ નથી : પાકિસ્તાન

aapnugujarat

ब्रिटेन : नीरव मोदी की परेशानी बढ़ी, 17 अक्टूबर तक बढ़ी हिरासत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1