Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટિકટોકે અમેરિકામાં બાળકીનો જીવ લીધો

આધુનિક યુગમાં બાળકોના હાથમાંથી રમકડાં છીનવાઈ ગયા છે અને તેમના હાથમાં મોબાઈલનું રમકડું હાથમાં આવી ગયું છે. જેમાં ઓનલાઇન ગેમ બાળકોના વિકાસમાં નિમિત્ત બનવાને બદલે મોતનું કારણ બની જાય છે. અહીં એક ૧૦ વર્ષની બાળકી ટિકટોક પર બ્લેકઆઉટ ચેલેન્જ ગેમ રમી રહી હતી તે દરમિયાન બાળકી બેહોશ થયા બાદ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે. ગેમ દરમિયાન તેનો ટાર્ગેટ પૂરો કરવા દરમિયાન મોતનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ ઓનલાઈન ગેમ દરમિયાન લોકોના મોતના બનાવો બન્યા છે. બાળકીના પરિવારજનોએ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેસ કર્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ૧૦ વર્ષની બાળકી નાયલા એન્ડરસન ખૂબ જ હોશિયાર હતી અને તે ત્રણ ભાષા બોલી શકતી હતી. તે ફિલાડેલ્ફિયા સ્થિત પોતાના ઘરમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરાઈ હતી પરંતુ પાંચ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું.

Related posts

ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં ઘટાડો થતાં ઈમરાન ખાને વખાણ કર્યા

aapnugujarat

અમેરિકના મિસિસિપીના 26 સાંસદો કોરોના સંક્રમિત

editor

कश्मीरियों को पाक में देते थे ट्रेनिंग : मुशर्रफ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1