Aapnu Gujarat
બ્લોગ

મોદી સરકારનાં ૪ વર્ષઃ મોદી બ્રાન્ડ મજબૂત બની

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તેમના કાર્યકાળના ચાર વર્ષ પૂરા કરી રહ્યા છે જેને લઇને ટાઈમ્સ ગૃપ દ્વારા દેશભરમાં કરવામાં આવેલા ઓનલાઈન પોલમાં ભાગ લેનારા ૮,૪૪,૬૪૬ લોકોમાંથી લગભગ ૭૧.૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે, જો આજે લોકસભા ચૂંટણી થાય અને મોદી પીએમ કેન્ડિડેટ હોય તો તેઓ મોદીને જ વોટ કરશે. સામાન્ય ચૂંટણીને હવે એક જ વર્ષનો સમય રહી ગયો છે, ત્યારે ૭૩.૩ ટકા લોકોએ કહ્યું હતું કે, ૨૦૧૯માં પણ મોદી સરકાર જ ફરી સત્તા પર આવે તેવી પૂરી શક્યતા છે.જો કે પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદી લોકોની પહેલી પસંદ હશે, પરંતુ ૧૬.૧ ટકા લોકોના જણાવ્યા અનુસાર, તેઓ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સિવાય કોઈ ત્રીજા વ્યક્તિને મત આપશે. રસપ્રદ વાત એ છે કે, રાહુલ ગાંધીને મત આપવા માત્ર ૧૧.૯૩ ટકા લોકો જ ઈચ્છે છે. મતલબ કે, પીએમ તરીકે રાહુલ ગાંધી ત્રીજી પસંદ છે. આ પોલ ટાઇમ્સ ગૃપ દ્વારા નવ ભાષામાં નવ સાઇટ પર ૨૩-૨૫ મે સુધી ચલાવવામાં આવ્યું હતું.પોલમાં મોદી સરકારના ચાર વર્ષની કામગીરીને રેટ આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે બે તૃતિયાંશ લોકોએ સરકારની કામગીરીને ‘ગુડ’ અથવા ‘વેરી ગુડ’ની કેટેગરીમાં મૂકી હતી. જેમાંથી ૪૭.૪ ટકા લોકોએ સરકારની કામગીરીને ઘણી સારી, જ્યારે ૨૦.૬ ટકા લોકોએ માત્ર સારી કહી હતી. ૧૧.૩૮ ટકા લોકોએ તેને સામાન્ય, જ્યારે ૨૦.૫૫ ટકા લોકોએ તેને નબળી ગણાવી હતી.
આ સરવેમાં રિસ્પોન્ડન્ટ્‌સને મોદી સરકારની સૌથી મોટી સફળતા અને સૌથી મોટી નિષ્ફળતાઓનું રેટિંગ કરવા કહેવામાં આવ્યું હતું. જેમાં ૩૩.૪૨ ટકા લોકોએ જીએસટીના મુદ્દાને સૌ પહેલું, અને ૨૧.૯ ટકા લોકોએ નોટબંધીને બીજું પ્રાધાન્ય આપ્યું હતું. પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકને ૧૯.૮૯ ટકા અને જન ધન યોજનાને ૯.૭ ટકા સાથે ત્રીજા અને ચોથા ક્રમે રહ્યા હતા.બેરોજગારીના મુદ્દે ૨૮.૩ ટકા લોકોનું માનવું હતું કે, મોદી સરકાર માટે આ એક મોટી સમસ્યા છે. જોકે, સરકારે તેના માટે પૂરતા પ્રયાસ કર્યા છે કે કેમ તે સવાલના જવાબમાં ૫૮.૪ ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ સરકારના પ્રયાસોથી સંતુષ્ટ છે. તેમાંથી ૩૭.૨ ટકા લોકોએ તેના પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે ૨૧.૨ ટકા લોકોએ તેને ઘણા સારા ગણાવ્યા હતા. ૩૦ ટકા લોકોએ સરકારના પ્રયાસોને અપૂરતા ગણાવ્યા હતા. સરકારની કાશ્મીર નીતિને પણ ૧૪.૨૮ ટકા લોકોએ નિષ્ફળ ગણાવી હતી.મોદી સરકારના સૌથી મોટા નિર્ણયોમાંથી એક નોટબંધી અંગે પણ લોકોમાં મતમતાંતર જોવા મળ્યા છે. ૨૦ ટકા લોકોએ નોટબંધીને સફળ નીતિ ગણાવી હતી. જ્યારે, ૨૨.૨ ટકા લોકોએ કહ્યું હતું કે, નોટબંધી મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે.૨૦૧૪માં ’અબકી બાર મોદી સરકાર’નું સૂત્ર ખૂબ ગાજ્યું અને ભારે બહુમત સાથે બીજપી જીતી ગયું હતું. બીજેપી સત્તામાં આવ્યા બાદ પણ મોદી લહેરનો જાદૂ છવાયો અને એક પછી એક રાજ્યોની ચૂંટણીમાં બીજેપીએ જીત નોંધાવી. દેશ ઉપરાંત વિદેશમાં પણ મોદી એક બ્રાન્ડ બનીને ઉભર્યા અને આ બ્રાન્ડે દેશના ૭૦ ટકા હિસ્સામાં ભગવો લહેરાવી દીધો. ત્યારે જાણીએ કે આ ૪ વર્ષોમાં કેટલી મજબૂત બની છે બીજેપીની બ્રાંડ મોદી.૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બીજેપીની જીતનો પરચમ લહેરાવ્યા પછી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ એક પછી એક રાજ્યમાં જીત નોંધાવી. બીજેપીનો રાજકીય આધાર સતત ફેલાતો જઇ રહ્યો છે.પ્રવર્તમાન સમયમાં દેશના ૨૦ રાજ્યોમાં બીજેપીની સરકાર છે. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, આસામ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા, ગુજરાત, હિમાચલ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, બિહાર, મધ્યપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, સિક્કિમમાં બીજેપી સત્તામાં છે.તેમાંથી ઘણા રાજ્યોમાં બીજેપીની સરકાર છે અને ઘણી જગ્યાએ સહયોગી દળો સાથે મળીને પાર્ટી સત્તામાં હિસ્સેદાર છે. આ ઉપરાંત બીજેપીએ દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાનો રેકોર્ડ પણ પોતાને નામ કરી લીધો છે. બીજેપી મોદીના નામ અને કામ પર ચૂંટણી યુદ્ધમાં ઉતરતી અને જીતતી આવી છે. ૨૦૧૪ પછીની ચૂંટણીઓમાં મોદી સરકાર દરમિયાન થયેલી સર્જિકલ સ્ટ્રાઇક, નોટબંધી, ઉજ્જવલા યોજના, જનધન, જીએસટી, વીજળીકરણ પાર્ટીના ચૂંટણી મુદ્દા બની ગયા છે.બીજેપીના પોસ્ટર, પરચાઓ, બિલ્લાઓથી લઇને હોર્ડિંગ અને સોશિયલ મીડિયા સુધીમાં ફક્ત મોદી જ મોદી છવાયેલા રહ્યા. દિલ્હી, બિહાર અને પંજાબની હારને છોડી દઇએ તો બાકી તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કાં તો બીજેપીને સત્તા મળી અથવા તો પછી તે સન્માનજનક સ્થિતિમાં રહી. દેશના રાજકારણમાં એક તબક્કામાં કોંગ્રેસ વિરુદ્ધ જે રીતે વિપક્ષ એકસાથે હતો, તે જ રીતે મોદી વિરુદ્ધ પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ નેતા વિપક્ષને એકસાથે કરવાની કોશિશમાં લાગ્યા છે. તેનાથી જ મોદીના કદનો અંદાજ લગાવી શકાય છે. આ પહેલા ઇંદિરા ગાંધી વિરુદ્ધ વિપક્ષમાં આવી એકતા જોવા મળી હતી.તાજેતરમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી વિપક્ષમાં એકતાનો અવાજ વધુ બુલંદ થયો. તેનાથી લાગે છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદી વિરુદ્ધ આખો વિપક્ષ હશે. એટલે કે ૨૦૧૯નો સૌથી મોટો ચૂંટણી મુદ્દો ખુદ મોદી બનવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોનો જાદૂ લોકોના માથે ચડીને બોલે છે. ’સૌનો સાથ સૌનો વિકાસ’, ’અબકી બાર મોદી સરકાર’, ’દેશનો ચોકીદાર’, ’ન ખાઉંગા ન ખાને દૂંગા’ જેવી વાતો મોદી સમર્થકોની જીભે રહે છે. મોદીએ સોશિયલ એન્જિનિયરિંગનો નવો ફોર્મ્યુલા સેટ કર્યો છે. તેમણે અલગ-અલગ જાતીય સમૂહોને પોતાની સાથે ભેગા કર્યા અને તેમને પાર્ટીથી લઇને સરકાર સુદ્ધાંમાં હિસ્સેદારી આપી.
હરિયાણામાં બિનજાટ, મહારાષ્ટ્રમાં બિનમરાઠી અને ઝારખંડમાં બિનઆદિવાસીને સીએમ બનાવવા મોદીની રાજકીય સૂઝબૂઝ અને દૂરદ્રષ્ટિનું એક ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતાએ છેલ્લાં ૪ વર્ષોમાં ભારતની સરહદ ઓળંગીને વિદેશોમાં પણ પોતાની અસર દર્શાવી છે અને તેમની ઇમેદને વૈશ્વિક લેવલે ઓળખ મળી છે. મોદીએ પોતાના ચાર વર્ષોના શાસનકાળમાં મે ૨૦૧૮ સુધી ૩૬ વિદેશી પ્રવાસોમાં ૫૪ દેશોની યાત્રાઓ કરી છે. વિદેશી ધરતી પર ’મોદી-મોદી’ના નારા લાગ્યા છે.છેલ્લાં ૪ વર્ષોમાં મોદી પાંચ વાર અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યાં છે. મોદીના શપથગ્રહણ સમારોહમાં કુલ ૭ દેશોના પ્રમુખે ભાગ લીધો હતો, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પણ સામેલ હતા. આ ઉપરાંત, વિદેશી મહેમાન ભારતના પ્રવાસે આવી ચૂક્યાં છે જેમાં અમેરિકા, ચીન, રશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને બ્રિટન જેવા પ્રમુખ દેશોના રાજનેતાઓ સામેલ છે.મોદીએ તેમની પરોણાગત પણ એવી રીતે કરી છે તે તેઓ મોદીના કાયલ થયેલા જોવા મળ્યા. મોદી સરકારને ૨૬ મેં દરમિયાન ૪ વર્ષ પુરા થઇ રહ્યા છે. પીએમ મોદીથી લઈને અમિત શાહ સુધી બધા જ સરકારની ઉપ્લબ્ધી લોકોની સામે રાખી રહ્યા છે. જયારે બીજી બાજુ કુમારસ્વામીની શપથ વિધિમાં બધા જ વિપક્ષ દળો ભેગા થઈને સરકારની ખામીઓ ગણાવી રહ્યા છે. હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા સરકાર બનાવવામાં આવી છે. હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યા છે. હવે બની શકે છે કે આ વિધાનસભા ઈલેક્શન સાથે સાથે લોકસભા ઈલેક્શન પણ કરાવી દેવામાં આવે. તેવામાં હવે મોટો સવાલ છે કે મોદી સરકાર પોતાના ચાર વર્ષની ઉપ્લબ્ધી ગણાવીને જનતા પાસે વોટ માંગશે કે પછી કોઈ મોટી યોજના બનાવી બાજી પલટવાની કોશિશ કરશે? તેનો જવાબ છે કે મોદી સરકાર છેલ્લા વર્ષમાં ખેડૂતો પર દાવ લગાવીને એક નવા માસ્ટરસ્ટ્રોક સાથે કોંગ્રેસ અને વિપક્ષને હરાવવાનો પ્રયાસ ચોક્કસ કરશે.રાજનૈતિક જાણકારો ઘ્વારા જણાવ્યા અનુસાર હાલમાં મોદી સરકાર સામે ખેડૂતો માટે ખજાનો ખોલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એબીપી ન્યુઝ અનુસાર ખેડૂતોને ૫૦ ટકા નફો આપવા માટે સરકારે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ફંડનો ઉપયોગ ખેડૂતોને થતા નુકશાન ભરપાઈ કરવા માટે થશે.વર્ષ ૨૦૧૪ દરમિયાન જયારે મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારે તેમને ખેડૂતોની ઈન્ક્‌મ ડબલ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તેમની ઈન્ક્‌મ ડબલ થવાને બદલે પહેલા કરતા પણ ઘટી ગયી. ખેડૂતોની સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં છે. તેવી હાલતમાં મોદી સરકાર પાસે ખેડૂતો માટે કોઈ મોટું એલાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.આ ચાર વર્ષ દરમિયાન મોદી તેમની વિદેશ યાત્રાઓના કારણે ખૂબ ચર્ચામાં રહ્યા છે. એક સમયે જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી પણ તેમની વિદેશ મુલાકાતના કારણે ચર્ચામાં રહેતા હતા. બીજી બાજુ દર ૧૪ દિવસે એક નવી યોજના લોન્ચ થતી હોવાથી સરકારની એક્ટિવનેસ પણ જોવા મળી રહી છે. આ રીતે તેમણે ટિ્‌વટર અને ’મન કી બાત’ દ્વારા સીધા જનતા સાથે જોડાવાની શરૂઆત કરી છે. આ ચાર વર્ષ દરમિયાન મોદી તેમની વિદેશ યાત્રાઓના કારણે ખૂબ ચર્ચામાં રહ્યા છે. એક સમયે જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી પણ તેમની વિદેશ મુલાકાતના કારણે ચર્ચામાં રહેતા હતા. બીજી બાજુ દર ૧૪ દિવસે એક નવી યોજના લોન્ચ થતી હોવાથી સરકારની એક્ટિવનેસ પણ જોવા મળી રહી છે. આ રીતે તેમણે ટિ્‌વટર અને ’મન કી બાત’ દ્વારા સીધા જનતા સાથે જોડાવાની શરૂઆત કરી છે. મોદીની સતત વિદેશ યાત્રાથી આપણેને એક ફાયદો એ થયો છે કે, વિદેશમાં ભારતની ઈમેજમાં સુધારો થયો છે અને પ્રવાસી ભારતીયોમાં ઉત્સાહ આવ્યો છે. આ સિવાય ભારતને કોઈ વધુ લાભ મળ્યો નથી. જ્યારે નુકસાન એવુ થયું છે કે, ચીનના મનમાં શંકા ઊભી થઈ છે અને જેથી ભારતને ભવિષ્યમાં જોખમ ઊભું થઈ શકે છે.ચીનની યાત્રાઓથી પણ કોઈ ફાયદો થયો નથી. સીમા વિવાદ ચાલુ જ છે. રશિયાની મુલાકાતથી ભારતને ઓછો અને રશિયાને વધારે ફાયદો થયો છે. કારણકે તેઓ આપણને અબજો ડોલરના હથિયારો વેચવા માગે છે. જોકે રહીસ સિંહનું કહેવું છે કે, રશિયા સાથે મિત્રતાથી આપણને સૈન્ય મોર્ચે ફાયદો થયો છે. તેમની પાસેથી આપણને સારા હથિયાર સસ્તા ભાવમાં મળવાનો એક રસ્તો ખૂલ્યો છે. આ જ રીતે ચીન સાથે દોસ્તી કરવાથી બંને દેશો વચ્ચે આર્થિક રીતે એક સમજૂતી થઈ છે જેનો ફાયદો ભવિષ્યમાં થશે.મોદી જાપાનની બે વખત યાત્રા કરી ચૂક્યા છે. જાપાન બુલેટ ટ્રેન સહિત ઘણાં પ્રોજેક્ટ મદદ કરી રહ્યા છે. જાપાને ભારતમાં ૩૫ અબજ ડોલરના રોકાણનો વાયદો કર્યો છે.મોદીએ જે યોજના લાગુ કરી, તેમાં સૌથી વધારે પોપ્યુલર થઈ ’સ્વચ્છ ભારત અભિયાન’
લોન્ચ- ૨ ઓક્ટોબર ૨૦૧૪
લક્ષ્ય- ગામોમાં ૧.૯૬ લાખ કરોડ રૂપિયાના ખર્ચે રૂ. ૧.૨ કરોડ શૌચાલ્ય બનાવ્યા
ક્યાં સુધી- ૨ ઓક્ટોબર ૨૦૧૯
પરિણામ- સરકારી આંકજા પ્રમાણે એપ્રિલ ૨૦૧૮ સુધી ૪૬,૩૬,૧૨૮ પ્રાઈવેટ અને ૩,૦૬,૦૬૪ કોમ્યુનિટી અને પબ્લિક ટોયલેટ બનાવ્યા.
એટલે કે ૪૯ લાખ ૪૨ હજાર શૌચાલય બનાવવામાં આવ્યા. ૨૨૧૨ શહેર ખુલ્લામાં શૌચમુક્ત થયા.
અન્ય મુખ્ય યોજનાઓ આ પ્રમાણેની રહી
નામ- વડાપ્રધાન જન ધન યોજના
લોન્ચ- ૧૮ ઓગસ્ટ ૨૦૧૪
હેતુ- ગરીબોને બેન્ક સાથે જોડવા, જેથી સરકાર તરફથી મળતી સબસિડીનો તેમને ફાયદો મળી શકે.
ક્યાં સુધી- સાત કરડો કરતા પણ વધારે પરિવારોને ઓગસ્ટ ૨૦૧૮ સુધી બેન્ક સાથે જોડવા
પરિણામ- મે ૨૦૧૮ સુધી ૩૧.૬૦ કરોડ લોકોને આ સ્કીમ અંતર્ગત જોડવામાં આવ્યા છે. ખાતા ખોલનાર અકાઉન્ટમાં કુલ મળીને ૮૧,૨૦૩.૫૯ કરોડ જમા થયા. ૨૪ કરોડ ખાતાધારકોને રૂપે ડેબિટકાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રમાણેના કાર્ડધારકોને રૂ. ૧ લાખ સુઘીનો એક્સિડન્ટ વીમો મળે છે.
નામ- ઉજ્જવલા યોજના
લોન્ચ- ૧ મે ૨૦૧૬
હેતુ- ગરીબ મહિલાઓને ૫ કરોડ મફત એલપીજી ગેસ કનેક્શન
બજેટ- ૮,૦૦૦ કરોડ
ત્યાં સુધી- ડિસેમ્બર ૨૦૧૮
પરિણામ- ૪ કરોડ કનેક્શન આપી દેવામાં આવ્યા છે.
નામ- ડિજીટલ ઈન્ડિયા
લોન્ચ- ૧ જુલાઈ ૨૦૧૫
હેતું- કાગળના ઉપયોગ વગર સરકારી સેવાઓ ઈલેક્ટ્રોનિક રીતે જનતા સુધી પહોંચાડવી
પરિણામ- સરકારની ૪૦૦થી વધારે યોજનાઓમાં ડિજીટલી ચૂકવણી કરવામાં આવે છે. સરકારનો દાવો છે કે, અત્યાર સુધી ૫૭ હજાર કરોડથી વધુ રકમ ખોટા હાથમાં જતા બચાવવામાં આવી છે. દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સંખ્યા માત્ર ૨ જ હતી, જે હવે ૧૧૩ કરતા વધારે થઈ ગઈ છે. ઉમંગ એપ દ્વારા ૧૦૦થી વધારે જનસુવિધાઓ મોબાઈલ દ્વારા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. ૨૦૧૩-૧૪માં ૨૫૪.૪ કરોડ ડિજિટલ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા છે. જ્યારે ૨૦૧૬-૧૭માં તે આંક ૮૬૫.૯ કરોડ સુધી પહોંચી ગયો છે.
નામ- બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના
લોન્ચ- ૨૨ જાન્યુઆરી ૨૦૧૫
હેતુ- શિક્ષણ અને વેલફેરની મદદથી ભ્રૃણ હત્યા રોકવી
પરિણામ- હાલ આ યોજના ૬૪૦ જિલ્લાઓમાં ચાલી રહી છે. એપ્રિલ ૨૦૧૫થી લઈને માર્ચ ૨૦૧૬ અને ૨૦૧૬-૨૦૧૯ દરમિયાન ૧૬૧ જિલ્લાઓમાં મહિલા જન્મ દર ૧૦૪ થયો છે.મોદીએ ૩ ઓક્ટોબર ૨૦૧૪માં પહેલીવાર કરી મનકી બાત, અત્યાર સુધી ૪૩ વાર કરી મન કી બાત.
– મોદીએ ૪૦મી વખત મન કી બાત કરતી વખતે કલ્પના ચાવલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, કલ્પના ચાલવાએ મહિલાઓની ઉડાનને એક નવી દિશા આપી છે.
– ૨૭ જાન્યુઆરી ૨૦૧૫માં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ મોદીની સાથે મન કી બાત કરી હતી અને જનતાના લેટર્સનો જવાબ આપ્યો હતો. એક શખ્સે પૂછ્યું હતું કે, ઓબામા તેમની દીકરીઓને ભારતના અનુભવ વિશે શું કહશે? શું તેઓ ભારતની તેમની દીકરીઓ માટે કઈ શોપિંગ કરશે? ઓબામાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ ફરી વખત ભારત આવશે ત્યારે તેમની દીકરીઓને ભારત લઈને આવવાનો પ્રયત્ન કરશે.
– ૪૩માં એપિસોડમાં મોદીએ પેગમ્બરના સંદેશને યાદ અપાવ્યો હતો. તેમણે કહ્યું કે, એકવાર એક માણસે પેગમ્બરને સવાલ કર્યો કે, ઈસ્લામમાં કયુ કામ સૌથી વધારે સારુ છે? ત ત્યારે પેગમ્બરે જવાબ આપ્યો કે, કોઈ પણ ગરીબ અને જરૂરિયાતવાળી વ્યક્તિને ભોજન કરાવવું અને દરેક સાથે સદ્ભાવથી મળવું.
– રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યા ત્યારે ડેરા સમર્થકોની હિંસા વિશે પીએમ મોદીએ મન કી બાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતક ગાંધી અને બુદ્ધનો દેશ છે. દેશમાં હિંસાને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. કાયદાને હાથમા લેનાર વ્યક્તિને દેશ કે સરકાર ક્યારેય સહન નહીં કરે.
– મોદીએ ૪૩મી વખતની મન કી બાતમાં અક્ષય કુમારની ફિટનેસની વાત કરી હતી.
– મોદીએ ૪૧મી વખતની મન કી બાતમાં વિદ્યાર્થીઓને એક્ઝામની ટીપ્સ આપી હતી.

Related posts

સવર્ણોેન અનામત સરકાર માટે પડકારજનક

aapnugujarat

देश की दशा और दिशा तय करेगा बजट

aapnugujarat

વિશ્વ અંગદાન દિવસે કિડની (આઈકેડીઆરસી) હોસ્પિટલની આગવી પહેલ

editor

Leave a Comment

UA-96247877-1