Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શરદ યાદવની રાજ્યસભાની સદસ્યતા રદ્દ થવાનાં મામલામાં દખલ કરવા દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર

દિલ્હી હાઇકોર્ટે શરદ યાદવની રાજ્યસભાની સદસ્યતા રદ્દ થવાનાં મામલામાં દખલ કરવાથી ઇન્કારકરી દીધો છે. જોકે, કોર્ટે આદેશ આપ્યો છે કે, યાદવને સરકારી બંગલાનો અને ભથ્થાનો લાભ મળતો રહેશે.
તમને જણાવી દઇએ કે, યાદવે બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાને રાજ્યસભાની સદસ્યતા માટે અયોગ્ય ઠેરવવા માટે ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ એમ. વેંકૈયા નાયડૂનાં નિર્ણયને પડકાર્યો હતો.જેડીયૂની અપીલ પર રાજ્યસભાનાં સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ ૪ ડિસેમ્બરે શરદ યાદવ સાથે અલી અનવરને પણ રાજ્યસભાની સદસ્યતા માટે અયોગ્ય ઠેરવ્યા હતાં. શરદ યાદવ બિહારનાં મુખ્યમંત્રી અને જેડીયૂ પ્રમુખ નીતીશ કુમારનાં બીજેપી સાથે હાથ મિલાવ્યા બાદ પોતાના માટે અલગ માર્ગ અપનાવ્યો છે. આ વર્ષે જુલાઇમાં નીતીશે બિહારમાં કોંગ્રેસ-આરજેડી સાથે જેડીયૂનાં ગઠબંધનને તોડીને બીજેપી સાથે રાજ્યમાં નવી સરકારની રચન કરી હતી. શરદ યાદવે નિતિશનાં આ નિર્ણયનો ખુલીને વિરોધ કર્યો હતો. શરદે ચૂંટણીપંચ સમક્ષ દાવો કર્યો હતો કે, જેડીયૂનાં ચૂંટણી ચિન્હ તીર પર પોતાનો દાવો છે. પરંતુ ચૂંટણીપંચે શરદનાં આ દાવાને ખારીજ કરી દીધો હતો. બાદમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાનાં સભાપતિ વેંકૈયા નાયડૂએ શરદ યાદવ અને અલી અનવરની રાજ્યસભાની સદસ્યતા સમાપત કરવાનો આદેશ આપ્યો હતો.રાજ્યસભાનાં સભાપતિએ જેડીયૂનાં એ તર્કનો સ્વીકાર કર્યો કે, તેમના ૨ વરિષ્ઠ નેતાઓએ પાર્ટીનાં નિર્દેશોનુ ઉલ્લંઘન કર્યુ છે અને વપક્ષી પાર્ટીઓનાં કાર્યક્રમમાં શામેલ થઇને પોતાની પાર્ટીની સદસ્યતાનો પોતે ત્યાગ કર્યો છે. જેડીયૂ શરદ અને અલી અનવરની રાજ્યસભા સદસ્યતા પૂર્ણ કરવા માટે સંસદનાં સભાપતિને અનુરોધ કર્યો હતો. યાદવ ગત વર્ષે રાજ્યસભા માટે ચૂંટાઇને આવ્યા હતાં અને તેમનો કાર્યકાળ ૨૦૨૨મા પૂર્ણ થવાનો છે. અલી અનવરનો કાર્યકાળ આવતા વર્ષે પૂર્ણ થવાનો છે.

Related posts

भारत में कोरोना संक्रमितों की संख्या 86 लाख के पार

editor

નિરવ મોદીના ૧૩૦૦ કરોડના કેસનો થયેલો ખુલાસો

aapnugujarat

‘મની લોન્ડરિંગ’ કેસમાં ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1