Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘મની લોન્ડરિંગ’ કેસમાં ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ

એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમની સામે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આની સાથે જ ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇડી દ્વારા આજે પટિયાલા હાઉસ કોર્ટમાં પુરક ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કુલ નવ લોકોને આરોપી બનાવામાં આવ્યા છે. ખાસ બાબત એ છે કે, ચિદમ્બરમને આરોપી નંબર ૧ તરીકે બનાવવામાં આવ્યા છે. પટિયાલા હાઉસ કોર્ટે આની સાથે જ આ મામલાની સુનાવણીની તારીખ પણ નક્કી કરી દીધી છે. ચાર્જશીટ ઉપર સુનાવણી ૨૬મી નવેમ્બરના દિવસે શરૂ થશે. અગાઉ આજે સવારે ચિદમ્બરમને આઈએનએક્સ મિડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટથી આંશિક રાહત મળી હતી. કોર્ટે આ મામલામાં ચિદમ્બરમની વચગાળાની પ્રોટેક્શન અવધિ વધારીને ૨૯મી નવેમ્બર કરી દીધી હતી. બીજી બાજુ કોંગ્રેસે ચિદમ્બરમને જાણી જોઇને મામલામાં ફસાવવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ચિદમ્બરમનું કહેવું છે કે, તેમને ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ઇડી સરકારના નિયંત્રણ હેઠળ છે અને જે પણ સરકારની સામે નિવેદન કરે છે તેમની સામે કેસ બની જાય છે. કાર્તિ ચિદમ્બરમ દ્વારા વર્ષ ૨૦૦૬માં એરસેલ-મેક્સિસ ડિલ હેઠળ વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડ (એફઆઈપીબી)ની મંજુરી મળવાના મામલામાં તપાસ સીબીઆઈ અને ઇડી દ્વારા કરવામાં આવી રહી છે. એ વખતે ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા. તેમના ઉપર આક્ષેપ છે કે, તેઓએ એરસેલ-મેક્સિસને એફડીઆઈની ભલામણો માટે આર્થિક મામલાઓની કેબિનેટ સમિતિની ભલામણોને નજરઅંદાજ કરી દીધી હતી. ઇડીના કહેવા મુજબ એરસેલ-મેક્સિસ ડિલમાં ચિદમ્બરમ દ્વારા કેબિનેટની મંજુરી લીધા વગર જ મંજુરી આપી હતી જ્યારે આ બિલ ૩૫૦૦ કરોડ રૂપિયાનું હતું. ઇડીએ ચિદમ્બરમના પુત્ર કાર્તિ સામે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ તેમની સામે પુરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ સંસ્થા દ્વારા નવ આરોપીઓ રાખવામાં આવ્યા છે જેમાં મેક્સિસ મોબાઇલ સર્વિસ પણ સામેલ છે. તેમના ઉપર માર્ચ ૨૦૦૬માં પૂર્વ પ્રધાન દ્વારા ગેરકાયદે એફઆઈએફબી મંજુરી મારફતે ૧.૧૬ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભારતમાં એફડીઆઈ પોલિસીના જુદા જુદા ધારાધોરણ અને નિયમોનો ભંગ કરીને મોરિશિયસમાં એક કંપનીને જવાબદારી સોંપી દેવામાં આવી હતી. આ મામલે ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી રહી છે. ચાર્જશીટમાં ઘણી બાબતોનો ઉલ્લેખ છે. ચાર્જશીટ પુરતા સામગ્રી પુરાવા ઉપર આધારિત છે જે જપ્ત કરવામાં આવેલા ડિજિટલ દસ્તાવેજો અને સાધનોમાંથી લેવામાં આવેલા ઇ-મેઇલ કોમ્યુનિકેશનના સ્વરુપનો સમાવેશ થાય છે. કાર્તિ અને તેમના સાથીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા ડિવાઈઝમાંથી ઇ-મેઇલના આધાર પર આની તપાસ થઇ રહી છે. સામગ્રી પુરાવામાં અન્ય બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ કેસને લઇને લડાઈ ચાલી રહી છે. વિરોધાભાષી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. ૧૩મી જૂનના દિવસે કાર્તિ સામે દાખલ કરવામાં આવેલા કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં દાવો કરાયો હતો કે, કાર્તિ દ્વારા બે કંપનીઓ કન્ટ્રોલ કરવામાં આવતી હતી જેને એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં લાંચ તરીકે ૧.૧૬ કરોડ મળ્યા હતા. આ કોર્ટમાં ઇડી તરફથી એનકે મટ્ટા અને નિતેશ રાણા ઉપસ્થિત રહ્યા હતા. ચિદમ્બરમ સામે હાલમાં એક પછી એક નવી વિગતો ખુલી રહી છે જેના લીધે આગામી દિવસોમાં તેમની મુશ્કેલી વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

हथियार उठाने वाले नौजवानों की तादद ८ साल में ज्यादा

aapnugujarat

PM Modi inaugurates DefExpo 2018 in Chennai

aapnugujarat

ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીનું અવસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1