Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાન મામલે પાકિસ્તાનનાં બેવડા વલણનો પર્દાફાશ

પાકિસ્તાનનાં પૂર્વ રાજદૂતે પોતાની જ આર્મી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે પાકિસ્તાનની પોલ ખોલતા કહ્યું કે, તેમની સેના અફઘાનિસ્તાનમાં આગ લગાવી રહી છે અને સાથે જ તે તેને શાંત કરવામાં ભાગ પણ ભજવવા માંગે છે. અમેરિકામાં પાકિસ્તાનનાં પૂર્વ રાજદૂત રહેલા હુસેન હક્કાનીની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે ઘણા અમેરિકન વિશેષજ્ઞોએ દેશનાં નિર્ણયો પર સેનાની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.હક્કાનીએ કહ્યું કે, પાકિસ્તાન શીત યુદ્ધ દરમિયાન સુવિધાઓ માટે સહયોગી હતું પરંતુ ભારત સાથે મુકાબલો કરવાનો ઉદ્દેશ્ય ક્યારેય અમેરિકાનો ઉદ્દેશ્ય ન હતો. તેમણે કહ્યું કે, આથી આ ક્ષેત્રમાં અમેરિકા અને પાકિસ્તાનનાં હિતમાં બંન્નેનાં મંતવ્યો મેળ ખાતા નથી. અમેરિકા આ ક્ષેત્રને છોડવા માંગે છે તથા તે ઇચ્છે છે કે મજબૂત અને સ્થિર અફઘાનિસ્તા સરકારને તેનું સંચાલન સોંપવામાં આવે, જેને દરરોજ તાલિબાનનો પડકાર ન મળે.તેમણે કહ્યું કે, સમસ્યા એ છે કે પાકિસ્તાન સેના એક બાજૂ તો તાલિબાનને પ્રોત્સાહન આપે છે અને બીજી બાજૂ અમેરિકાને કહે છે કે, તે યુદ્ધમાં અમેરિકાને મદદ કરશે. પાકિસ્તાન આગ લગાડનારૂ છે અને સાથે જ તે આગને શાંત કરવાનું કામ પણ કરવા માંગે છે. આ એક વાસ્તવિક જટિલતા છે.

Related posts

Google gets permission for work and continue to sell its Android license to Huawei and sub brand Honor

aapnugujarat

Nawaz Sharif gets bail fron Pak court

aapnugujarat

ટ્રમ્પે ઓબામાની માફી યોજનાને રદ કરતાં સાત હજાર ભારતીય-અમેરિકનોને માથે મુસીબત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1