Aapnu Gujarat
Uncategorized

કૈલાસ માનસરોવર યાત્રા થશે મોંઘી

વિશ્વપ્રસિદ્ધ કૈલાસ માનસરોવર યાત્રાની પ્રારંભિક તૈયારી થઈ ચૂકી છે ત્યારે કુમાઉં મંડળ વિકાસ નિગમ તરફથી કૈલાસ માનસરોવર યાત્રાના ખર્ચમાં ૧૩ હજારનો વધારો કરવા તે મુજબની રકમ હવે ચૂકવવા વિદેશ મંત્રાલયને એક પ્રસ્તાવ દ્વારા જાણકારી આપી છે ત્યારે યાત્રાને લઈ ચાલતી તૈયારીને લઈ વિદેશ મંત્રાલયની આગામી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરીની મહોર લાગી જાય તેવી પ્રબળ શક્યતા છે. કૈલાસ માનસરોવર યાત્રામાં સામેલ થતા પ્રત્યેક યાત્રિકને કુમાઉં મંડલ વિકાસ નિગમને અત્યાર સુધી કુલ ૩૫ હજાર ચૂકવવાના થતા હતા. ૨૦૧૭ની યાત્રામાં પિથોરાગઢના માલતાની દુર્ઘટના બાદ નિગમને સુરક્ષિત યાત્રા માટે વધારાની વ્યવસ્થા કરવી પડી હતી. તેથી હવે કૈલાસ અને આદિ કૈલાસ યાત્રામાં બસનો જ ખર્ચ ૨૦ લાખ જેટલો વધી ગયો છે.આ સિવાય અન્ય ખર્ચને ધ્યાનમાં લઈ કુમાઉ મંડળ વિકાસ નિગમને આ યાત્રાના ખર્ચમાં વધારો કરવાની ફરજ પડી છે.  આ અંગે નિગમના વડા ત્રિલોકસિંહ મર્તોલિયાએ જણાવ્યું કે નિગમે વિદેશ મંત્રાલયને આ યાત્રામાં સામેલ થતા દર યાત્રિકદીઠ અત્યાર સુધી જે ૩૫ હજારની રકમ લેવાતી હતી તેમાં ૧૩ હજારનો વધારો થતાં હવે આવી રકમ ૪૮ હજાર લેવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે પિથોરાગઢના કાલાપાણી, નાભીઢાંગ, ગુજી, બુદી અને ગાલામાં યાત્રિકો માટે સુવિધાયુક્ત ફાઈબર ઝૂંપડીઓ તૈયાર કરાઈ છે. વિદેશ મંત્રાલયે ૩૧ માર્ચ સુધીમાં રૂટ અંગે પણ અહેવાલ આપી દેવામાં આવશે તેમ જણાવ્યું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં યાત્રીદીઠ ૨૫ હજારની રકમ હતી તે વધારીને ૩૫ હજાર કરવામાં આવી હતી. તેથી આ વખતે પણ નિગમને આશા છે કે વિદેશ મંત્રાલય તેમના આ પ્રસ્તાવમાં દસ હજારનો વધારો કરવાની માગણી પર મંજૂરીની મહોર લગાવી દેશે. આમ, આ વખતે કૈલાસ માનસરોવરની યાત્રાને પણ મોંઘવારી નડતાં નિગમે તેમાં ૧૩ હજારનો વધારો કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

Related posts

જીએસટી હેઠળ નફાખોરી અટકાયત સત્તા (એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી)ની રચના

aapnugujarat

ભાવનગરમાં રખડતા ખુટીયાયે યુવાનનો ભોગ લીધો

editor

રાજકોટમાં રિવોલ્વર બતાવી ૨૦ તોલા દાગીનાની લૂંટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1